અક્ષય કુમારના દીકરા આરવને જાગ્યો અજીબોગરીબ નવો શોખ, માતા ટ્વિન્કલ થઇ ગઈ છે પરેશાન

0

બાળકને જન્મ આપનારી માતાનું ઋણ બાળક માતા માટે કાંઈ પણ કરે તો પણ તે કરજનું ઋણ તે બાળક ક્યારે પણ ચૂકવી શકતો નથી.

અક્ષય કુમાર બોલીવુડના એક એવા અભિનેતા છે, જેમને દરેક ઉંમરના દર્શકો પસંદ કરે છે. તે દરેક વખતે પોતાની ફિલ્મોથી લોકોને ચોંકાવી દે છે. તેની દરેક ફિલ્મનો વિષય અલગ હોય છે અને તે હંમેશા એવા પ્રયાસ કરે છે કે દર્શકોને કાંઈક નવું આપી શકે. અક્ષય હાલમાં સામાજિક મુદ્દા ઉપર વધુ ફિલ્મો બનાવી રહ્યા છે. અક્ષય કુમારના દીકરાનું નામ આરવ છે. આરવ હાલના દિવસોમાં લંડનથી પોતાનો અભ્યાસ પૂરો કરી રહ્યા છે.

હંમેશા અક્ષય કુમાર પોતાના પરિવાર સાથે વેકેશન મનાવવા લંડન જતા રહે છે. જ્યાં તે પોતાના દીકરા સાથે પણ સમય પસાર કરી શકે છે. હાલના સમયમાં ટ્વિન્કલ ખન્ના પોતાની દીકરી નીતારા સાથે લંડનમાં છે. એ વખતે ટ્વિન્કલે પોતાના દીકરા આરવમાં થોડા એવા ફેરફાર જોયા, જે જોયા પછી તે ચિંતામાં પડી ગઈ છે.

ટ્વિન્કલે હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર પોતાના દીકરા આરવના અચાનક આવેલા થોડા ફેરફારો વિષે જાણકારી આપી છે. ખાસ કરીને ટ્વિન્કલના જણાવ્યા મુજબ આરવ મ્યુઝીયમ જવું નથી ગમતું. પરંતુ હવે પોતે જાતે જ મ્યુઝીયમ જવાનો શોખ લાગી ગયો છે. આરવ સાથે મ્યુઝીયમ દર્શનનો એક ફોટો શેર કરતા ટ્વિન્કલે કહ્યું, આ વખતે મારે મારા દીકરાને ખેંચીને મ્યુઝીયમ નથી લઇ જવો પડ્યો. તે જાતે જ મ્યુઝીયમ જોવાનું પસંદ કરે છે. આ પોસ્ટ સાથે ટ્વિન્કલે Discover new things everyday હેશટેગ પણ આપી.

આ પોસ્ને કારણે આવી હતી ચર્ચામાં :-

ટ્વિન્કલ ખન્ના હાલના દિવસોમાં પિતાના અને પરિવાર સાથેના ફોટા શેર કરતી રહે છે અને તેના વિષે કાંઈને કાંઈ નાની મોટી મસ્તી વાળા અંદાઝમાં જણાવતી રહે છે. એ વખતે થોડા દિવસો પહેલા જયારે તે પોતાના પરિવાર સાથે ન્યુયોર્ક અને લંડનમાં વેકેશન મનાવી રહી હતી. તો તે પોતાના એક ફોટા નીચે લખવામાં આવેલી પોસ્ટને કારણે ચર્ચામાં આવી ગઈ હતી. ખાસ કરીને હાલમાં જ ટ્વિન્કલે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે પોતાના દીકરા આરવને તેણે ૯ મહિના કોખમાં રાખવાનું ઋણ ચુકવવાની વાત કરી હતી.

કહ્યું આરવ એવું કરે ૯ મહિના કોખમાં રહેવાનું ઋણ ચૂકવી દે :-

થોડા દિવસો પહેલા ટ્વિન્કલ ખન્નાએ વેકેશનનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેમણે પીળા કલરનો એક શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. તેનો એ ફોટો દીકરા આરવે પાડ્યો હતો. ફોટાની નીચે કેપ્શનમાં ટ્વિન્કલે લખ્યું હતું, આરવને ફોટો પાડવા માટે રાજી કરવો એ પણ એક કળા છે. તેને હું યાદ અપાવતી રહું છું કે મેં તેને ૯ મહિના સુધી મારી કોખમાં રાખ્યો છે અને મારો ફોટો ખેંચીને તે મારા કરજનો એક નાનો ભાગ ચૂકવી શકે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.