બાબરના વંશજે કહ્યું : રામમંદિર બનશે તો પાયામાં મુકવા આપીશું સોનાની ઈંટ, જાણો વધુ વિગત.

0

છેલ્લા મોગલ બાદશાહ બહાદુર શાહ ઝફરના વંશજ હબીબુદ્દીન તુસીએ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે તે તેની સ્થાપનાના સમયે પાયાની પહેલી ઈંટ મુકશે.

છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરના વંશજ હબીબુદ્દીન તુસીએ અયોધ્યામાં રામ મંદિરની નિર્માણની ઈચ્છા વ્યક્તિ કરી છે. તુસીએ જણાવ્યું છે કે જો અયોધ્યામાં રામ મંદિર બનશે, તો તેમનું કુટુંબ તેની પહેલી ઈંટ મુકશે. તે ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું છે કે અમે મંદિરના પાયા માટે સોનાની ઈંટ દાનમાં આપીશું. હાલમાં જ તુસીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અયોધ્યા રામજન્મભૂમિ – બાબરી મસ્જીદ કેસના પક્ષકાર બનવાની પણ માંગણી કરી હતી. આમ તો તેમની અરજી સ્વીકારવામાં આવી નથી.

અંગ્રેજી સમાચાર પત્ર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુંમાં તુસીએ દાવો કર્યો છે કે જે રામજન્મભૂમિને લઈને વિવાદ ચાલી રહ્યો છે પરંતુ તેમનો માલિકી હક્કના કાગળો કોઈં પણ પક્ષ પાસે નથી. તેવામાં તેમણે જણાવ્યું કે મોગલ વંશના વંશજ હોવાને નાતે તે કોર્ટ સામે પોતાની વાત રજુ કરવા માંગે છે.

તેમણે જણાવ્યું કે તે માત્ર કોર્ટ સામે પોતાનો વિચાર રજુ કરવા માંગે છે. તેમણે જણાવ્યું કે તે માંગણી કરે છે કે માત્ર એક વખત જ કોર્ટ તેમની વાત સાંભળી લે. તુસીનો દાવો, બાબરે માત્ર મુસ્લિમ સૈનિકોને નમાજ પઢવા માટે આપી હતી જગ્યા, તુસીએ જણાવ્યું કે ૧૫૨૯માં પ્રથમ મોગલ શાસક બાબરે પોતાના સૈનિકોને નમાજ પઢવા માટે જગ્યા આપવા માટે બાબરી મસ્જીદનું નિર્માણ કરાવ્યું હતું. આ સ્થળ માત્ર સૈનિકો માટે હતું અને કોઈને ત્યાં નમાજ પઢવાની પરવાનગી ન હતી.

આં તો તેમણે આ ચર્ચામાં પડવાની સ્પસ્ટ ના કહી છે કે આ પહેલા અહિયાં શું હતું. પરંતુ તેમણે જણાવ્યું કે જો હિંદુ આ સ્થળને ભગવાન રામનું જન્મસ્થાન માનીને તેમાં આસ્થા ધરાવે છે, તો તે એક સાચા મુસ્લિમની જેમ તેમની ભાવનાનું સન્માન કરશે.

મંદિર માટે જમીન દાન કરવાની પણ કરી હતી રજૂઆત

જયારે રૂસી પાસે જમીનની માલિકીના હક્કના કાગળો હોવાની વાત પૂછવામાં આવી, તો તેમણે જણાવ્યું કે ભલે તેમની પાસે પણ તેની માલિકી હક્કના લાગલો ન હોય પરંતુ મોગલ વંશના ઉત્તરાધિકારી હોવાને નાતે તે આ જમીનના માલિક માનવામાં આવી શકે છે. તેવામાં તેમણે જણાવ્યું કે જો તેમણે આ જમીન મળે છે, તો તને મંદિર નિર્માણ માટે દાન કરી દેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.