અલગ અલગ પ્રકારની ખીચડી ખાવાના શોખીન માટે બાદશાહી ખીચડી ની રેસિપી

0

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં આજે આપણે બનાવીશું બાદશાહી ખીચડી. ભારતમાં ખીચડી વધુ પ્રમાણમાં બનાવવામાં આવતી વાનગી છે અને ઘણા પ્રકારની ખીચડી જોવા મળે છે. તેમાં આજે આપણે બાદશાહી ખીચડી કેવી રીતે બનાવીશું તે જોઈએ.

સૌથી નીચે તમે તે વિડિઓ માં પણ જોઈ શકો છો.

સામગ્રી

1 કપ ચડેલા ચોખા

1.5 મોટી ચમચી ચોખ્ખું ધી

2 થી 3 નંગ આખું લાલ મરચું, એલચી,મરી, લવિંગ, તજ

1 નાની ચમચી રાઈ

1/2 નાની ચમચી જીરું

2 મોટી ચમચી સીંગદાણા

5 થી 7 પાંદડા મીઠો લીમડો

1 મોટી ચમચી આદુ અને મરચા

2 કળી લસણ

1.5 કપ શાક કાપીને (એક નાગ ડુંગરી, બટાકા, રીગણ, ગાજર અને વટાણા)

1/2 નાની ચમચી હળદળ

1.5 નાની ચમચી લાલ મરચું પાઉડર

મીઠું સ્વાદ અનુસાર

1/2 કપ દાળ (અળદ, તુવેર, મગ ફોટલા વાળી, મગ ફોટલા વગરની, ચણાં)

2 કપ પાણી

રીત :

સૌપ્રથમ ચોખા લઇ તેને ધોઈ તેને પાણીમાં 15 થી 20 મિનિટ રાખી મૂકવું. એક કુકર માં ધી નાખી દો જયારે ધી ગરમ થઇ ગયા બાદ તેમાં આખું લાલ મરચું, એલચી, મરી, લવિંગ, તજ નાખી દો ત્યારબાદ તેને એક વાર હલાવી દો. તેમાં રાઈ, જીરું બંને વસ્તુ નાખી દેવું જયારે તે ગરમ થઇ જાય ત્યારે તેમાં સીંગદાણા, લીમડો, આદુ-મરચા, લસણ નાખી દો. તેને ફરી એક વાર હલાવી નાખો. તેમાં જે બધી શાક કાપીને મુકેલ છે તે નાખવા, અને તેને સારી રીતે બધી બાજુ થી હલાવવું, પછી તેમાં હળદળ, મીઠું, લાલ મરચું નાખી તેને હલાવી દો. જે મિક્ષ દાળ છે તેને પણ નાખી અને તેને હલાવી દો.

તેમાં જે પાણીમાં મુકેલા ચોખા માંથી પાણી નીકાળી ચોખા તેમાં નાખી દો. તેમાં થોડા પ્રમાણમાં પાણી નાખી દેવું અને તેને સારી રીતે હલાવી તેને ઢાંકણું બંધ કરી નાખો. ત્યાર બાદ તેમાં 2 સીટી વાગે ત્યાર બાદ ગેસ બંધ કરી ખીચડીને ઠંડી થવા દો. ત્યાર બાદ ખીચડીને એક બાઉલમાં નાખી ને તેની ઉપર કાજુના ટુકડા વગેરે નાખી શકો છો તો તૈયાર છે બાદશાહી ખીચડી.

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

વિડિઓ :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here