બાહુબલીની રાજમાતા શિવગામીએ પોતાનાથી 24 વર્ષ મોટા હીરો સાથે આ કામ કરીને ધ્રુજાવી હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી

0

તમે બધાએ ભારતની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી જોઈ જ હશે. એ ફિલ્મે તમામ રેકોર્ડ થોડી નાખ્યા હતા. સાઉથ ઇન્ડસ્ટ્રીમાં બનેલી ફિલ્મ બોલીવુડના ત્રણેય ખાનની ફિલ્મ કરતા વધારે પોપ્યુલર રહી હતી. એ ફિલ્મમાં બાહુબલી, કટપ્પા, દેવસેના, શિવગામી અને ભલ્લાલ દેવ મુખ્ય પાત્ર હતા. અને આજે અમે તમને શિવગામી વિષે થોડી વાત કરવાના છીએ.

તમને બધાને બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીની રાજમાતા શિવગામી દેવી યાદ તો હશે જ અને એમના ડાયલોગ પણ યાદ હશે. એ પાત્ર ભજવનાર અભિનેત્રીનું નામ રામ્યા કૃષ્ણન છે. જાણકારી માટે જણાવી દઈએ કે, અભિનેત્રી રામ્યા કૃષ્ણને બોલીવુડ અભિનેતા અનિલ કપૂર સહિતના બીજા અભિનેતાઓ સાથે બોલ્ડ સીન કર્યા છે. પહેલી વારમાં આ વાત પર તમને વિશ્વાસ નહિ થાય, પણ બાહુબલીની રાજમાતા શિવગામી એવા સીન કરી ચુકી છે. આવો તમને એ ફિલ્મો વિષે જણાવીએ.

જાણકારી માટે જણાવી દઈએ કે, વર્ષ 1995માં આવેલી અનિલ કપૂરની ફિલ્મ ત્રિમૂર્તિમાં રામ્યાએ અનિલ કપૂર સાથે વરસાદમાં પલળતા પલળતા ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. એ સમયે તેમના એ સીનની ખુબ ચર્ચા થઇ હતી અને વિરોધ પણ થયો હતો. રામ્યાને આ ફિલ્મમાં વેમ્પનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો.

તમને કદાચ ખબર નહિ હોય કે, અભિનેત્રી રામ્યા અને અનિલ કપૂરની ઉંમર વચ્ચે 14 વર્ષનો ફરક છે. એમના એ બોલ્ડ સીન પર વિરોધ પછી પાછળથી આ બધા બોલ્ડ સિન્સને ફિલ્મમાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા. ત્યાં સુધી કે ફિલ્મમાં તેમનું નામ પણ નહોતું આવ્યું. જોકે એમના એ સીનના ફોટા ખુબવાયરલ થયા હતા. એ પહેલા વર્ષ 1993માં આવેલી ફિલ્મ પરંપરામાં રામ્યાએ વિનોદ ખન્ના સાથે ખૂબ જ બોલ્ડ અને સ્ટેમી લિપલોક સિન તેમજ રેઇન ડાન્સના સીન આપ્યા હતા. હવે એ જણાવી દઈએ કે, વિનોદ ખન્ના કરતા રામ્યાની 24 વર્ષ નાની છે.

રામ્યા 1998 માં આવેલી ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી. તેમજ તે શાહરુખ ખાન સાથે ફિલ્મ ચાહતમાં પણ જોવા મળી હતી. જો કે એમાં એવા બોલ્ડ સીન ન હતા જેનો વિરોધ થાય.

હવે રામ્યાના કરિયરની વાત કરીએ, તો એમણે 13 વર્ષની ઉંમરમાં જ તમિલ ફિલ્મ વેલ્લઈ મનસુ (Vellai Manasu) માં બાળ કલાકાર તરીકે ડેબ્યુ કર્યું હતું. ત્યારથી લઈએ અત્યાર સુધીમાં તેમણે 200 થી વધારે ફિલ્મો કરી છે. જેમાં તમિલ, તેલુગુ, કન્નડ, હિંદી અને મલયાલમ ભાષાની ફિલ્મોનો સમાવેશ થાય છે. રામ્યાને એમના ઉત્તમ અભિનય માટે અત્યાર સુધીમાં 4 ફિલ્મફેર એવોર્ડ મળી ચુક્યા છે.

વિડિયો :

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.