બેંકથી લઈને દરેક સરકારી પરીક્ષા પાસ કરાવી આપતી હતી આ સોલ્વર ગેંગ, બદલામાં… જાણો આની વધુ વિગત.

0

બિજનોરમાં સોલ્વર ગેંગ ઘણા વર્ષોથી સક્રિય છે. બેંકમાં નોકરી લગાવવાથી લઈને એમબીબીએસની પરીક્ષા પાસ કરાવવામાટે ગેંગ મોટી રકમ લે છે. ગેંગના સભ્યોના તમામ મોટા લોકો સાથે સંબંધ છે. ગેંગ ચોરી છુપીથી પોતાના કામ પાર પાડતા રહે છે. દરેક વિભાગમાં હોદ્દા મુજબ ભરતીની રકમ નક્કી થઇ જતી હતી.

મુઝફ્ફરનગરમાં લોઅર પીસીએસ પરીક્ષા પાસ કરાવવામાં પકડાયેલી ગેંગમાં બિજનોરના પણ યુવક જોડાયેલા છે. બીજનોની કુટિયા કોલોનીના રહેવાસી અમિત કુમાર, વિશેષાંક, હરેન્દ્ર સિંહને પોલીસે પકડી પાડ્યા છે, જયારે વિવેક ભાગી ગયો. બિહારના રોહતાશ જીલ્લાના મુકેશ બ્રીજનોરના હિમપુરદિયા પોલીસ સ્ટેશનના ગામ ટુંગરીના વૃષભ કુમારને બદલે પરીક્ષા આપી રહ્યો હતો. મુકેશને પકડવાથી જ ગેંગની માહિતી મળી. પોલીસે ઋષભને પણ પકડી લીધો છે.

પોલીસ સુત્રો મુજબ ગેંગની આખા દેશમાં જાળ ફેલાવેલી છે. કોઈ પણ પરીક્ષા પાસ કરાવવાનું ગેંગ જવાબદારી લઇ લે છે. ઘણા વર્ષોથી બ્રીજનેરમાં ગેંગ સક્રિય છે. ગેંગના સભ્ય મેરઠમાં પણ પકડાઈ ચુક્યા છે. શેરકોટમાં હરેવલી માર્ગ ઉપર રાકેશ કુમાર દુર્ગા મહાવિદ્યાલય છે. મહાવિદ્યાલયના તે પોતે પ્રાચાર્ય છે. ૧૯ નવેમ્બર ૨૦૧૮ના રોજ એસટીએફ મેરઠે રાકેશને યુપી ટીઈટીના નકલી દસ્તાવેજ બનાવતા પકડ્યો હતો. તેના ઘણા સાથી પણ પાછળથી પકડાઈ ગયા હતા.

ખુલાસો થયો કે રાકેશની ગેંગ તમામ પરીક્ષાઓ પાસ કરાવવાની જવાબદારી લીધી હતી. સુત્રોના જણાવ્યા મુજબ બેંકથી લઈને બીજા સરકારી વિભાગોમાં નોકરી અપાવવામાં ગેંગ ૧૫ થી ૨૦ લાખ રૂપિયામાં પણ જવાબદારી લે છે. સોદાની રકમ પહેલા લઇ લેવામાં આવે છે.

સૌથી મોંઘી એમબીબીએસની પરીક્ષાનો સોદો

એમબીબીએસની પ્રવેશ પરીક્ષા પાસ કરાવવામાં ૫૦ લાખથી એક કરોડ રૂપિયાની રકમ લેવામાં આવી રહી છે. ગેંગ બ્રીજનેરના ઘણા મોટા મોટા દવાખાનાના સંપર્કમાં છે. પરીક્ષા પાસ કરાવવામાં બીજા વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવવાના કારસ્તાન કરવામાં આવે છે. પરીક્ષા પાસ કરાવવામાં બીજા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે ગેંગ બેસાડી દે છે. સુત્રોના જણાવ્યા મુજબ તો બ્રીજનેરના ઘણા વિભાગોમાં એવા યુવક નોકરી કરી રહ્યા છે, જેમણે સોલ્વર ગેંગ સાથે સોદો કરીને નોકરી મેળવી છે.

અને મુઝફ્ફરનગરમાં પકડાયેલા બ્રીજનોરના યુવકો વિષે કોઈને ખબર ન હતી કે તે સોલ્વર ગેંગ સાથે જોડાયેલા છે. બધા જાણે છે કે બહાર રહીને તે કોઈ કામ કરી રહ્યા છે. આ યુવકોના પકડાઈ ગયા પછી પાડોશના લોકો પણ શંકાના વર્તુળમાં છે. એસપી સંજીવ ત્યાગીના જણાવ્યા મુજબ ગેંગ વિષે તપાસ કરાવવામાં આવી રહી છે. ક્યા લોકો બીજા તેની સાથે જોડાયેલા છે, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. કોણ લોકો અને તેની સાથે જોડાયેલા છે તેનું સરનામાંની પણ ભાળ મેળવવામાં આવી રહી છે.

સોલ્વર ગેંગે કમીશન ઉપર તૈયાર કરી રાખ્યા છે દલાલ

સોલ્વર ગેંગે લોકોને જાળમાં ફસાવવા માટે તમામ પ્રકારના દલાલો તૈયાર કરી રાખ્યા છે. નોકરીની તૈયારીમાં પડેલા યુવાનોને સોલ્વર ગેંગના દલાલ ફસાવે છે. નોકરી અપાવવાની લાલચ આ યુવાનોને સોલ્વર ગેંગ સુધી લઇ જાય છે. તેની ઉપર દલાલોનું કમીશન નક્કી થાય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.