આ 10 ફિલ્મોમાં સપોર્ટિંગ રોલના પાત્રો એટલા દમદાર હતા કે લીડ રોલ કરતા વધારે ફેમસ થઈ ગયા

0

દરેક બોલીવુડ ફિલ્મમાં એક લીડ કેરેક્ટર અને એક સપોર્ટિંગ કેરેકટર હોય છે. અને લીડ એક્ટરની સાથે સાથે સપોર્ટિંગ એક્ટર પણ ફિલ્મમાં મહત્વનો ભાગ ભજવે છે. એટલું જ નહીં કોઈક કોઈક ફિલ્મમાં તો સપોર્ટિંગ કેરેક્ટર વગર લીડ કેરેક્ટર પણ અધૂરું લાગે છે. તેમજ અમુક ફિલ્મ એવી પણ હોય છે, જેમાં લીડ કેરેક્ટરથી વધારે દમદાર પાત્ર સપોર્ટિંગ એક્ટરનું હોય છે. આવા સપોર્ટિંગ પાત્ર જે આખી ફિલ્મમાં દર્શકોનું ધ્યાન પોતાની તરફ બનાવી રાખે છે. અને આજે અમે તમને એવાજ પાત્રો વિષે જણાવીશું.

જરાક આ સપોર્ટિંગ પાત્રો પર ધ્યાન આપજો.

૧) ગણેશ (રન) :

‘રન’ ફિલ્મમાં વિજય રાજે ગણેશની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેમણે એટલો દમદાર અભિનય કર્યો કે, અભિષેક બચ્ચનથી વધારે લાઇમ લાઈટ તે લઈ ગયા.

૨) ચાંદ નવાબ (બજરંગી ભાઈજાન) :

બજરંગી ભાઈજાનમાં સલમાન ખાન ચાંદ નવાબની મદદથી જ મુન્નીને તેના માં બાપ સુધી પહોંચાડે છે. ફિલ્મમાં નવાઝુદ્દીને ચાંદ નવાબનું પાત્ર ભજવ્યું હતું, અને તેમની એ ભૂમિકા નાની પણ યાદગાર હતી.

૩) ડૉક્ટર ચડ્ડા (વિકી ડોનર) :

આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ વિકી ડોનરમાં અન્નુ કપૂર ડોક્ટર ચડ્ડાના સપોર્ટિંગ પણ દમદાર પાત્રમાં નજરે પડ્યા હતા. આ પાત્ર લોકોને ખુબ ગમ્યું હતું.

૪) વિદ્યાધર પાઠક (મસાન) :

મસાન ફિલ્મમાં સંજય મિશ્રાએ રિચા ચડ્ડાના પિતાની ભૂમિકામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

૫) લજ્જા શંકર પાંડે (સંઘર્ષ) :

‘આશુતોષ રાણા’ ને કોઈ પણ પાત્ર આપવામાં આવે તો તે તેમાં જીવ પૂરી દે છે. અને સંઘર્ષમાં તેમણે જે સપોર્ટિંગ રોલ ભજવ્યો છે તે ખરેખર પ્રશંસા પાત્ર હતો.

૬) માત્રે (સત્યા) :

મનોજ બાજપેયી જયારે જયારે પડદા પર આવે છે, ત્યારે ત્યારે તે ખરેખર વાહવાઈ લૂંટી લઈ જાય છે. સત્યા ફિલ્મમાં તેમણે માત્રેનો સહાયક રોલ ભજવ્યો હતો અને આપણા બધાના દિલ જીતી લીધા હતા.

૭) બાબુરાવ (ફિર હેરા ફેરી) :

પરેશ રાવલે હેરા ફેરી અને ફિર હેરા ફેરીમાં બાબુરાવની એવી ભૂમિકા ભજવી છે કે, લોકો આજ સુધી આ પાત્રને ભૂલી શક્યા નથી.

૮) કમલી (સંજુ) :

વિકી કૌશલ ફિલ્મ સંજુમાં રણબીર કપૂર સાથે સહાયક ભૂમિકામાં હતા. અને સહાયક ભૂમિકા ભજવીને પણ તેમણે લીડ રોલ જેટલી જ પ્રશંસા પ્રાપ્ત કરી.

૯) પ્રીતમ વિદ્રોહી (બરેલી કી બર્ફી) :

‘બરેલી કી બર્ફી’ માં દરેક પાત્ર અલગ હતા. અને ખાસ કરીને પ્રીતમ વિદ્રોહીના રોલમાં રાજકુમાર રાવે કંઈક અલગ કમાલ કરી ગયા.

૧૦) રુદ્ર ભૈયા (સ્ત્રી) :

આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠીએ એક લાઈબ્રેરીયનની ભૂમિકા ભજવી હતી. આની સાથે જ તેમણે બોલેલ ડાયલોગ ‘સબકા આધાર લિંક હૈ ઉસકે પાસ’ પણ ઘણો હિટ રહ્યો હતો.

આ સહાયક પાત્રો વિશે પોતાના અભિપ્રાય કમેન્ટ કરી જરૂર જણાવો.