બોલીવુડમાં સૌથી હોટ સ્ટાર કિડ છે ભાગ્યશ્રીની દીકરી અવંતિકા, BF સાથે ફસાઈ ચુકી છે વિવાદોમાં

0

‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મથી દર્શકોના દિલમાં સ્થાન બનાવનારી ભાગ્યશ્રી ૯૦ના દશકમાં ઘણી ફેમસ હતી. ભાગ્યશ્રી ફિલ્મોમાં ભલે ઓછી જોવા મળી હોય પરંતુ તેમ છતાંપણ તેને ખ્યાતી ઘણી મળી છે. પરંતુ આજે અમે તમને ભાગ્યશ્રી નહિ પરંતુ તેની દીકરી અવંતિકા દાસાની વિષે જણાવવા જઈ રહ્યા છીએ. ભાગ્યશ્રીએ વર્ષ ૧૯૯૦માં તેલુગુ ફિલ્મના અભિનેતા હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા હતા.

આ લગ્નથી તેણે બે બાળકો થયા જેમાં દીકરો અભિમન્યુ અને દીકરી અવંતિકા રહેલા છે. અવંતિકા પોતાની માતા ભાગ્યશ્રી જેવી જ ઘણી સુંદર છે. સુત્રોના જણાવ્યા મુજબ આવનારા સમયમાં તે વહેલી તકે જ ફિલ્મોમાં પ્રવેશ કરી શકે છે. તેવામાં આજે અમે તમને ભાગ્યશ્રીની એ લાડકી દીકરી વિષે રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

થોડી આવી છે ભાગ્યશ્રીની દીકરી અવંતિકા :

અવંતિકાનો જન્મ જાન્યુઆરી ૧૯૯૫માં થયો હતો. હાલના સમયમાં તે ૨૪ વર્ષની છે. અવંતિકાની ઉંચાઈ 5 ફૂટ 6 ઇંચ છે અને વજન 50 કિલો છે. અવંતિકા પોતાની માતાની જેમ ઘણી ફીટ રહે છે. અવંતિકાનું ફિગર ૨૮-૪૦-૩૦ છે. અવંતિકા એક સિંધી પરિવારની છે. તેણે ડાંસ કરવું અને હરવા ફરવાનો ખુબ શોખ છે.

શિક્ષણની વાત કરીએ તો તે લંડનની Cass Business School માંથી માર્કેટિંગ અને બિઝનેસની ડીગ્રી લઇ ચુકી છે. તે લંડનની સૌથી ટોપ બિઝનેસ સ્કુલ ગણવામાં આવે છે. અવંતિકાની ફેવરીટ ડીશ કપકેક છે, જયારે તેનો પસંદગીનો રંગ પીળો અને સફેદ છે. તેણે ફ્રાંસ અને પેરીસમાં વેકેશન ગાળવાનું ગમે છે. સુત્રોના જણાવ્યા મુજબ તે અન્નુ મલિકના દીકરા અરમાન મલિકને ડેટ કરી રહી છે.

નાનપણમાં દેખાતી હતી માં ની કાર્બન કોપી :

નાનપણના દિવસોમાં ભાગ્યશ્રી અને અવંતિકા બંને એક જેવી જ દેખાતી હતી. જેમ કે તમે ફોટામાં જોઈ શકો છો. અવંતિકા અને ભાગ્યશ્રીનો સંબંધ મિત્ર જેવો છે. તે બંનેને સાથે હરવા ફરવાનું ઘણું ગમે છે.

અવંતિકા પોતાની માં ના સોશિયલ મડિયા એકાઉન્ટ ઉપર ઘણી વખત જોવા મળતી રહે છે. ઘણા લોકો તેને અત્યારથી જ બોલીવુડની સૌથી હોટ સ્ટાર કીડ કહેવા લાગ્યા છે. અવંતિકાના મોટા ભાઈ એટલે ભાગ્યશ્રીના દીકરાએ ‘મર્દ કો દર્દ નહિ હોતા’ થી બોલીવુડમાં એન્ટ્રી કરી લીધી છે. હવે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, દીકરી અવંતિકા પણ આવનારા સમયમાં ફિલ્મોમાં જોવા મળી શકે છે. લુક અને ફિગરની વાત કરીએ તો અવંતિકા ફિલ્મોમાં આવવા માટે પરફેક્ટ છે.

આ ફોટાથી ફસાઈ હતી વિવાદોમાં :

વર્ષ ૨૦૧૬માં અવંતિકાના એક ફોટાથી ઘણો વિવાદ ઉભો થયો હતો. ખાસ કરીને આ ફોટામાં તે અન્નુ મલિકના દીકરા અરમાન મલિકને ભેંટતા જોવા મળી હતી. ચર્ચા પછી અવંતિકાએ એ વાત પણ સ્વીકારી હતી કે, તે અરમાન મલિકને ડેટ કરી રહી છે. આમ તો પાછળથી તેની માં ભાગ્યશ્રીએ આવીને વાત ઠંડી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હજુ તે યુવાન છોકરી છે અને બસ તેના મિત્રો સાથે એન્જોય કરી રહી છે. પરંતુ અવંતિકાના પિતા આ ફોટા વાયરલ થયા પછી ઘણા જ નારાજ થઇ ગયા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.