ભારતમાં જ છે આ 6 જગ્યા, પરંતુ વિઝા વિના અહીં ફરી નથી શકાતું, જાણો તે માટે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત સાથેની વિગત.

0

આમ તો ભારતીય સંવિધાન મુજબ બધા ભારતીય નાગરિક દેશના કોઈ પણ રાજ્યમાં નિવાસ કરવા, રોજગારી માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. પરંતુ આ ભારતમાં અમુક રાજ્ય એવા પણ છે, જ્યાં તમે ત્યાની રાજ્ય સરકારની મંજુરી વગર પ્રવેશ પણ નથી કરી શકતા. એટલે કે તમારે ભારતના જ અમુક સ્થળો ઉપર જવા માટે મંજુરી લેવી પડશે.

આ મંજુરી લેવા માટે તમારે એક પ્રકારનો વિઝા ‘ઇનર લાઈન પરમીટ’ લેવાની રહેશે. બસ એવી જ જેવી રીતે વિદેશી નાગરિક આપણે કોઈ દેશમાં જવા માટે લે છે. આવો જાણીએ આ રાજ્યો વિષે અને સમજીએ કેમ ભારતમાં જ ભારતીયો ઉપર લાગુ કરવામાં આવ્યો આવો વિચિત્ર નિયમ.

શું હોય છે ઇનર લાઈન પરમીટ?

ઇનર લાઈન પરમીટ ઈંસ્ટર્ન ફ્રન્ટીયર વિનિમય ૧૮૭૩ હેઠળ જાહેર કરવામાં આવેલા એક ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે. ભારતમાં ભારતીય નાગરિકો માટે બનેલા ઇનર લાઈન પરમીટના આ નિયમને બ્રિટીશ સરકારે બનાવ્યો હતો. પાછળથી દેશની સ્વતંત્રતા પછી સમય સમયે ફેરફાર કરી તેને ચાલુ રાખવામાં આવ્યો. તે ખાસ કરીને બે પ્રકારના હોય છે.

પહેલો – પર્યટનની દ્રષ્ટિએ બનાવવામાં આવેલો એક ટૂંકા વાળનો આઈએલપી

બોજો – નોકરી, રોજગાર માટે બીજા રાજ્યોના નાગરિકો માટે બનાવવામાં આવેલો આઈએલપી

ભારતમાં જ છે આ ૬ સ્થળો, પરંતુ ‘વિઝા’ વગર અહિયાં ફરી નથી શકતા.

૨૭ સપ્ટેમ્બરના રોજ દુનિયામાં વર્લ્ડ ટુરીઝમ ડે મનાવવામાં આવે છે. તે તો સૌ જાણે જ છે કે ‘વિઝા’ વગર વિદેશ ફરવા નથી જઈ શકતા. પણ શું તમને ખબર છે? કે આપણા દેશમાં ઘણા સ્થળો ઉપર જવા માટે ઇનર લાઈન પરમીટ લેવી પડે છે. આવો જાણીએ આ સ્થળો વિષે.

અરુણાચલ પ્રદેશ

પહાડોની ભૂમિ અરુણાચલ પ્રદેશ ભારતનું ઉત્તર-પૂર્વી રાજ્ય છે, તે પશ્ચિમમાં ભૂટાન, પૂર્વમાં મ્યાંમાર અને ઉત્તરમાં ચીન સાથે પોતાની આતરરાષ્ટ્રીય સરહદો ધરાવે છે. દેશના બીજા રાજ્યો માંથી અહિયાં આવવા વાળા માટે ઇનર લાઈન પરમીટની જરૂરીયાત રહે છે. આ પરમીટ અહીયાના રેજીડેંટ કમિશ્નર પાસેથી લેવાની રહે છે. કલકત્તા, નવી દિલ્હી, શિલોંગ અને ગુવાહાટી પાસેથી લેવામાં આવી શકે છે. તમે ઓનલાઈન પરમીટ પણ લઇ શકો છો.

જરૂરી ડોક્યુમેન્ટ

પેન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ કે ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટો

મિઝોરમ પોતાના સોહામણા દ્રશ્યો અને સુંદર વાતાવરણ માટે ઓળખવામાં આવે છે. અહિયાં ઘણા પ્રકારની જાતિઓ રહે છે. આ રાજ્ય બાંગ્લાદેશ અને મ્યાંમાર સાથે પોતાની આંતરરાષ્ટ્રીય સરહદો ધરાવે છે. મિઝોરમમાં પ્રવેશ માટે ઇનર લાઈન પરમીટની જરૂર રહે છે. આ પરમીટ મિઝોરમ સરકારના સંપર્ક અધિકારી આપે છે. તેને કલકત્તા, સીલચર, શિલોંગ, ગુવાહાટી અને નવી દિલ્હી માંથી મેળવી શકાય છે. ફ્લાઈટથી આવવા વાળા ટુરિસ્ટે લેંગયુઈ એયરપોર્ટ અને આઈજોલ પહોચીને સુરક્ષા અધિકારી પાસેથી લેવાની રહે છે.

જરૂરી ડોક્યુમેન્ટ

ચાર પાસપોર્ટ સાઈઝના ફોટા અને એક ફોટો આઈડી

નાગાલેંડ

અહિયાંની સુંદરતામાં લોકો એકરૂપ થઇ જાય છે. અહિયાં લોકો પોત પોતાના ૧૬ રીત રીવાજો, ભાષા અને પહેરવેશ સાથે રહે છે. નાગાલેંડ ઈસ્ટમાં મ્યાંમાર સાથે આતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. સ્થાનિક પર્યટકોને નાગાલેંડ ફરવા માટે ઇનર પરમીટની જરૂર રહે છે. તે દીમાપુર, કોહિમા, મોકોકચુંગ , નવી દિલ્હી, કલકત્તા અને શિલોંગના નાયબ કમિશ્નર પાસેથી મેળવી શકાય છે. તમે ઓનલાઈન પરમીટ પણ લઇ શકો છો.

જરૂરી ડોક્યુમેન્ટ

પેન કાર્ડ- આધાર કાર્ડ – ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટો

લદ્દાખ

ફરવાની ગણતરીએ લદ્દાખ ક્ષેત્ર સંવેદનશીલ માનવામાં આવે છે કેમ કે તેની સરહદો પાકિસ્તાન અને ચીન બંને સાથે જોડાય છે. લદ્દાખની તમામ સરહદોમાં નાગરિકોને જવાની મંજુરી નથી. પ્રતિબંધિત સ્થાનો જેવા કે દાહ, હનુ વિલેજ, પેન્ગોંગ ત્સો, મેન, મર્ક, ત્સો મોરીરી, ન્યોમાં, લોમા બેંડ, ખારગુંદ લા, નુબા વેલી, ટર્ટુક, તયાકશી, ડીગર લા, તંગ્યારમાં જવા માટે તમારે ઇનર લાઈન પરમીટ લેવી પડશે.

આ પરમીટ લેહ શહેરના ડીસી કાર્યાલય માંથી લેવામાં આવી શકે છે. તે સવારે ૯ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા વચ્ચે લઇ શકાય છે પરંતુ અરજી ફોર્મ બપોરે ૩ વાગ્યા પહેલા જમા કરાવી દો.

જરૂરી ડોક્યુમેન્ટ

રાષ્ટ્રીયતાનો આધારના તમામ ફોટોની નકલ સેલ્ફ અટેસ્ટેડ, ફોટો આઈડી પરમીટની મંજુરી માટે લેહ-લદ્દાખ જીલ્લાના ડીસીનું લખેલું અરજી પત્ર

સિક્કિમ

સિક્કિમની આંતરરાષ્ટ્રીય સરહદ ત્રણ દેશો સાથે જોડાય છે. ઉત્તર અને પૂર્વમાં ચીન, ઈસ્ટમાં ભૂટાન અને પશ્ચિમમાં નેપાલ સાથે સરહદો જોડાય છે. સિક્કિમમાં અમુક સ્થળો ઉપર પ્રવેશ પ્રતિબંધિત છે અને એક ભારતીય નાગરિકને લાચુંગ, ત્સોમગો, ઝીલ, નાથુલ્લા, દોજોગ્રી અને ગોઇચલા ટ્રેક, યુંથાથાંગ, યુમસંગડોંગ, થાંગુ, ચોપતા ઘટી, ગુરુડોંગમાર ઝીલ જેવા સંરક્ષિત ક્ષેત્રોમાં ફરવા જવા માટે ઇનર લાઈન પરમીટ લેવી પડે છે.

નાથુલા અને ગુરુડોંગમાર ઝીલ માટે પરમીટ પર્યટન અને નાગરિક ઉડ્યન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. તેને બાગડોગરા એયરપોર્ટ અને રંગપો ચેક પોસ્ટ માંથી લઇ શકાય છે. ટ્રાવેલ એજન્ટ અને ટુર ઓપરેટર પણ આ પરમીટની વ્યવસ્થા કરે છે.

જરૂરી ડોક્યુમેન્ટ

ફોટો આઈડી પ્રૂફ જેવા કે પાસપોર્ટ, ચૂંટણી આઈડી કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સ

લક્ષદ્વીપ

લક્ષદ્વીપને પહેલા લક્કાદિવસના નામથી ઓળખવામાં આવતું હતું. તે નાના નાના દ્વીપોનો એક સમૂહ છે, જે સુંદર ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે, ખાસ કરીને આ સ્થળ તે લોકો માટે ઘણું સારું લાગે છે, જે પ્રકૃતિને પસંદ કરે છે અને જેને શાંતિ અને એકાંત પસંદ છે. લક્ષ્યદ્વીપ જવા વાળા બધા પ્રવાસીઓને પ્રવેશ માટે પરમીટની જરૂર પડે છે. તેને ફ્રીમાં ઓનલાઈન પણ લેવામાં આવી શકાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.