ભારતના તે રાજ્ય, જ્યાં જવા માટે દેશના જ લોકોને લેવા પડે છે ‘વિઝા’, જાણો એના વિષે વિસ્તારથી

0

સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે ‘વિઝા’ ની જરૂર વિદેશમાં જવા માટે પડતી હોય છે, પરંતુ એવું નથી દેશમાં અમુક જગ્યાએ જવા માટે વિઝાની જરૂર પડે છે, આવો જાણીએ શું છે આ લેખમાં વિશેષ.

સામાન્ય રીતે લોકોને વિદેશ જવા માટે વિઝાની જરૂર પડે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં જ અમુક રાજ્યો એવા છે, જ્યાં જવા માટે દેશના જ લોકોને ‘વિઝા’ લેવા પડે છે. અહિયાં રાજ્ય સરકારની મંજુરી વગર તમે રાજ્યની સરહદમાં પ્રવેશ નથી કરી શકતા.

દેશના ઉત્તરપૂર્વમાં વસેલા ત્રણ સુંદર રાજ્ય મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેંડમાં આ નિયમ અમલમાં છે. આ રાજ્યોમાં ‘ઇનર લાઈન પરમીટ’ લીધા વગર કોઈ ભારતીય નાગરિક રાજ્યની સરહદમાં પ્રવેશ પણ નથી કરી શકતા. માત્ર સ્થાનિક રહેવાસીઓ જ રાજ્યમાં ક્યાય પણ કોઈપણ પ્રકારની રોકટોક વગર ફરવાની છૂટ છે.

ખાસ કરીને ઇનર લાઈન પરમીટ એક પ્રકારનો આંતરિક વિઝા છે. તે બસ તે પ્રકારે જ છે, જેમ કે ખાસ કરીને વિદેશી નાગરિક આપણે કોઈ બીજા દેશમાં જવા માટે વિઝા લઈએ છીએ. ઇનર લાઈન પરમીટ નોકરી અને પર્યટન બંને માટે લેવા પડે છે.

ભારતમાં જ ભારતીય નાગરિકો માટે બનેલા ઇનર લાઈન પરમીટના આ નિયમ બ્રિટીશ સરકારે બનાવ્યા હતા, જે હજુ પણ ચાલુ છે. આમ તો સમય સમયે તેમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. બંગાળ ઇસ્ટર્ન ફન્ટીયર વિનિયમ, ૧૮૭૩ હેઠળ આ નિયમ એક મર્યાદિત સમયગાળા માટે કોઈ સંરક્ષિત કે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવા માટે મંજુરી આપે છે.

અમુક નિષ્ણાંતોનું માનવું છે કે બ્રિટીશ સરકારે ઇનર લાઈન પરમીટના આ નિયમ પોતાના વ્યાપારિક હિતોના રક્ષણ માટે બનાવવામાં આવ્યા હતા. અને અમુક લોકો માને છે કે આ નિયમ સરહદના રાજ્યોની જનજાતિ અને તેમની સંસ્કૃતિ વગેરેના રક્ષણ માટે બનાવવામાં આવ્યા હતા, જેથી બહારના લોકો આ સ્થળો ઉપર આવીને તેની સંસ્કૃતિને પ્રભાવિત ન કરી શકે.

ઇનર લાઈન પરમીટ તે રાજ્યોની સરહદ ઉપર બનાવવામાં આવે છે, જ્યાં તમારે જવાનું હોય. તે ઉપરાંત દિલ્હી, કલકતા અને ગુવાહાટીમાં પણ તેની ઓફિસો આવેલી છે, જ્યાંથી તમે ઇનર લાઈન પરમીટ બનાવરાવી શકો છો દિલ્હીમાં મિઝોરમ હાઉસ, નાગાલેંડ હાઉસ અને અરુણાચલ પ્રદેશમાં તે ખાસ પરમીટ બનાવવામાં આવે છે.

ઇનર લાઈન પરમીટ બે પ્રકારની હોય છે. જો તમે આ રાજ્યોમાં માત્ર ફરવા માટે જઈ રહ્યા છો, તો એક સમયે તમને વધુમાં વધુ ૧૫ દિવસની જ ઇનર લાઈન પરમીટ મળશે અને જો તેનાથી વધુ તમે રાજ્યમાં રહેવા માગો છો, તો પરમીટને આવતા ૧૫ દિવસ માટે રીન્યુ કરાવી શકો છો. અને નોકરી કે રોજગારી માટે અલગ પરમીટ બનાવરાવવામાં આવે છે.

જો વિદેશી નાગરિક આ રાજ્યોમાં ફરવા માંગે છે, તો તેના માટે ઇનર લાઈન પરમીટની જરૂર નથી હોતી, પરંતુ તેના માટે ‘પ્રોટેકટેડ એરિયા પરમીટ’નો નિયમ છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.