ભારતીયો માટે ખુશખબર, હવે દુબઈના તમામ એયરપોર્ટ ઉપર રૂપિયામાં કરી શકાશે લેવડ દેવડ

0

સામાન્ય રીતે આપણે બજારમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જઈએ છીએ. તો આપણે રૂપિયા ચુકવતા હોઈએ છીએ, અને આપણે જોઈતી વસ્તુની ખરીદી કરતા હોઈએ છીએ. એ વાત તો બધા જાણતા જ હોય છે, પરંતુ જો આપણે બહારના કોઈપણ દેશોમાં જતા હોઈએ છીએ, ત્યારે ત્યાં આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય છે. તો આ રૂપિયાથી ખરીદી થઇ શકતી નથી.

તેના માટે આપણે આ રૂપિયાને ત્યાના દેશના ચલણમાં પરિવર્તિત કરવા પડે છે, ત્યાર પછી જ આપણે ખરીદી કરી શકીએ છીએ. પરંતુ હવે દુબઈમાં એયરપોર્ટ ઉપર આ અંગે છૂટછાટ આપવામાં આવી છે, તેના માટે દુબઈ સરકારે હલમાં જ આ અંગે ફેરફાર કરી રૂપિયાથી ખરીદી થઇ શકે તેવી વ્યવસ્થા કરી છે.

દુબઈ જવા વાળા ભારતીયો માટે સારા સમાચાર છે. હવે દુબઈના તમામ એયરપોર્ટ ઉપર ભારતીય ચલણમાં લેવડ દેવડ કરી શકાશે. સંયુક્ત અરબ અમીરાતના એક સમાચાર પત્રના જણાવ્યા મુજબ, ભારતીય ચલણ દુબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના તમામ ટર્મિનલ અને અલ મખ્તુમ હવાઈ મથક ઉપર માન્ય છે. હવાઈ મથક ઉપર આવેલી ડ્યુટીની દુકાનના કર્મચારીએ સમાચાર પત્રને જણાવ્યું, હા અમે ભારતીય રૂપિયા લેવાનું શરુ કરી દીધું છે.

પર્યટકોને થશે ફાયદો :-

ભરતીય ચલણની લેવડ દેવડ માટે સ્વીકાર કરવો ભારતથી આવવા વાળા પર્યટકો માટે સારા સમાચાર છે કેમ કે તેમને રૂપિયાને બીજા ચલણમાં પરિવર્તિત કરાવવાને લઈને મોટી રકમ ચૂકવવી પડતી હતી.

ગયા વર્ષે દુબઈ હવાઈ મથકથી લગભગ ૧.૨૨ કરોડ ભારતીય યાત્રીઓ પસાર થયા હતા

‘ગલ્ફ ન્યુઝ’ ના જણાવ્યા મુજબ ગયા વર્ષે દુબઈ હવાઈ મથકથી લગભગ ૯ કરોડ યાત્રીઓ પસાર થયા હતા, તેમાં ૧.૨૨ કરોડ ભારતીય હતા. ભારતીય યાત્રીઓને આ પહેલા સુધી દુબઈ હવાઈ મથક ઉપર ડ્યુટી ફ્રી દુકાનોમાંથી ખરીદી માટે વસ્તુની કિંમત ડોલર, દિરહમ કે યુરોમાં ચૂકવવી પડતી હતી. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે રૂપિયા દુબઈમાં ડ્યુટી ફ્રી દુકાનો ઉપર સ્વીકાર કરવામાં આવતી ૧૬મુ ચલણ છે. ડીસેમ્બર ૧૯૮૩માં બીજા ચલણ સ્વીકારવા માટેની શરુઆત થઇ હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.