આ હિરોઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું ઇન્ડસ્ટ્રીના અડધા કરતા વધારે પુરુષો મારી પાછળ….

0

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો ફિલ્મી દુનિયા આમ તો ઘણી જાહોજલાલી વાળી લાગે છે, એમની લાઈફસ્ટાઈલ જોઇને એવું લાગે છે કે આમને તો બસ જલસા છે. પણ હકીકતમાં એમણે પણ ઘણી જાતની મુશ્કેલીઓ સહન કરવી પડે છે.

એમને પણ ફિલ્મો મેળવવા, બનાવવા કોઈને ગીત મેળવવા કે રીલીઝ કરવામાં અડચણો આવતી હોય છે. પોતાનાથી કોઈ બીજા કલાકાર આગળ નીકળી જાય એની બળતરા પણ કલાકારોના હાવભાવમાં અને વર્તનમાં સ્પષ્ટ જોવા મળી જાય છે.

આજે અમે તમને એક એવો જ કિસ્સો જણાવવાં જઈ રહ્યા છીએ, જેમાં એક અભિનેત્રીએ આ બાબતે મોટો ખુલાસો કર્યો છે. અમે વાત કરી રહ્યા છીએ સિનેમા, ટીવી શો માં લોકપ્રિયતા મેળવ્યા પછી હવે સિંગર બની ચૂકેલ અભિનેત્રી અક્ષરા સિંહની. જણાવી દઈએ કે એમણે એવો આરોપ લગાવ્યો કે, તેની સફળતા લોકો જોઈ નથી શકતા.

એમણે આગળ કહ્યું કે, મને બદનામ કરીને આ ઇન્ડસ્ટ્રીમાંથી બહાર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, આ વાત પોતે અક્ષરાએ દરભંગામાં પોતાના એક સ્ટેજ શો દરમિયાન કહી હતી.

અક્ષરા સિંહે સ્ટેજ શો મારફતે લોકોને જણાવ્યું કે, ભોજપુરી સિનેમાનાં અડધાથી વધારે પુરુષો તો એવા છે, જે મને ઈન્ડસ્ટ્રીથી બહાર કરવા માટે મારી પાછળ પડી ગયાં છે. તે લોકો મને ઈન્ડસ્ટ્રીમાંથી આઉટ કરવા માટે લાગેલા છે. પણ ભગવાનનાં આશીર્વાદ અને મારા ફેન્સનો પ્રેમ એટલો છે કે, હું હિંમત સાથે આગળ વધતી રહીશ. જેણે મને જેટલી બદનામ કરવી હોય એ કરી લે.

મિત્રો, આમ જોવા જઈએ તો એ અડધાથી વધારે પુરુષો જે અક્ષરાને ઇન્ડસ્ટ્રીમાંથી બહાર કાઢવા માંગે છે, એ કોણ છે? એ ચર્ચાનો વિષય છે. પણ મળેલી જાણકારી અનુસાર, હાલમાં જ એક ચર્ચિત યુ-ટ્યુબ ચેનલમાંથી અક્ષરાનું એક સેડ સોંગ રિલીઝ થવાનું હતું. અને એ ગીત અભિનેતા પવન સિંહે દબાણ કરીને રિલીઝ નહોતું કરવા દીધું.

પણ હવે એ ગીત એક પંજાબી યુ-ટ્યુબ ચેનલ પરથી રિલીઝ થશે જેને લીધે અક્ષરા ઘણી ખુશ છે. આ રીતે પોતાનો ગુસ્સો જાહેરમાં વ્યક્ત કરીને અક્ષરાએ પોતાના શત્રુઓને એ જણાવી દીધું કે, તે એમનાથી ગભરાઈને ઇન્ડસ્ટ્રી છોડશે નહિ.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.