ફિલ્મોમાં બીગ બિ સાથે બાળપણનું પાત્ર જે છોકરા એ કર્યું હતું તે ફિલ્મ લાઈન છોડીને બની ગયો ખરેખર હીરો

0

બોલીવુડ ના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન ની ઇન્ડસ્ટ્રી માં જે છાપ અને પ્રભાવ છે તેનો શ્રેય તેમના ઉત્તમ અભિનય ક્ષમતા, દમદાર અવાજ અને જોરદાર વ્યક્તિત્વ ઉપરાંત તેમની ફિલ્મની વાર્તાઓને પણ જાય છે, જેમને તેમના સામાન્ય માણસના હીરો બનાવેલ. અમિતાભ બચ્ચને પોતાની મોટાભાગની ફિલ્મોમાં સામાન્ય માણસના સંઘર્ષ, તેમની મુશ્કેલી અને જીવનને જીવેલ છે. એવી ફિલ્મોની વાર્તાઓની શરૂઆત તેના પાત્રને બાળપણના સંઘર્ષો સાથે રહેતા હતા.

તેવામાં તેમના બાળપણનાં પાત્રમાં પણ ઘણું જોરદાર અને અસરકારક રહેતા હતા અને તે જ કારણ છે એવી ઘણી ફિલ્મોમાં બીગ બી ના બાળપણનું પાત્ર ભજવનાર બાળક કલાકાર માસ્ટર રવી જેમને તમે ‘કુલી’ અને ‘અમર અકબર એન્થની’ જેવી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન ની ભૂમિકામાં જોયા હતા. આમ તો આજે પણ લોકોના દિલમાં તેમની છાપ જુનિયર અમિતાભ બચ્ચન તરીકે બની રહી છે, પણ તે ખરેખર જીવનમાં જુનીયર અમિતાભ બચ્ચનના પાત્ર અને ફિલ્મ લાઈન છોડીને ઘણો આગળ નીકળી ગયો છે.

જી હા જે બાળક પોતાના ૮૦,૯૦ ના દશકામાં ફિલ્મોમાં અમિતાભ બચ્ચન ના બાળપણના પાત્ર તરીકે જોયેલ છે, તે આજે બીગ બિ ની બરોબર તો નથી, પણ પોતાની સારી એવી છાપ ધરાવે છે. આમ તો હવે ફિલ્મી દુનિયાથી તેમનો કોઈ સંબંધ નથી, પણ તેનાથી અલગ તેમણે પોતાની મહેનતના બળ ઉપર પોતાની પ્રતિભા બનાવી છે અને આજે તે કરોડો નો માલિક છે.

સૌથી સફળ બાળ કલાકાર

૧૯૭૬ માં ફિલ્મ ‘ફકીરા’ થી ડેબ્યુ કરનાર રવી એ ૧૯૭૭ માં આવેલ ફિલ્મ ‘અમર અકબર એન્થની’ ‘દેશપ્રેમી’ ‘શક્તિ’ ‘કુલી’ સહીત લગભગ ડઝન ફિલ્મોમાં અમિતાભ બચ્ચન નું પાત્ર ભજવેલ છે. અને તે ઉપરાંત રવીએ અત્યાર સુધી જુદી જુદી ભાષાઓમાં લગભગ ૩૦૦ થી વધુ ફિલ્મો કરેલ છે.

આવી રીતે બોલીવુડમાં કદાચ જ કોઈ એવો બાળ કલાકાર હોય, જેણે માસ્ટર રવી જેટલી ફિલ્મોમાં કામ અને નામ મળેલ હોય. રવી એક સમયે સૌથી વધુ કમાણી કરનાર બાળ કલાકાર હતા અને લોકો તેને બાળ કલાકાર નહી પણ બાળ હીરો કહીને બોલાવતા હતા. પણ આટલી ખ્યાતી મેળવવા છતાપણ રવીએ બોલીવુડ માં પોતાની કેરિયર ન બનાવી.

આજે છે ૩૦૦ કરોડનો માલિક

મોટા થઈને રવીએ પોતાનું નામ અને કામ બન્ને બદલી દીધા, આમ તો પછીથી રવીએ પોતાનું નામ માસ્ટર રવીમાંથી બદલીને રવી વલેચા રાખી દીધું અને ફિલ્મ લાઈન છોડીને રવીએ નેશનલ ઇન્સ્ટીટ્યુટ અમદાવાદમાં થી એમબીએ નો અભ્યાસ કર્યો અને પછી અહિથી ડીગ્રી મેળવ્યા પછી તેમણે હોસ્પીટેલીટી ઇન્ડસ્ટ્રી માં પોતાનો બિઝનેશ શરુ કરેલ.

આજે તેમની કંપનીનો કારોબાર કરોડોનો છે અને તે ટોપ પ્રાઇવેટ વિભાગની બેંકોને પોતાની હોસ્પીટેલીટી ની સેવાઓ આપી રહ્યા છે, આજે ભારતના પોપુલર કારોબારી તરીકે ઓળખવામાં આવે છે. પોતાના કારોબાર સાથ જ તે યુવાનો ને હોસ્પીટેલીટી પર્સનાલીટી ડેવલપમેન્ટ અને બીજું સ્કીલ્સ ની ટ્રેનીંગ પણ આપે છે. આવી રીતે આજે રવી ફિલ્મી દુનિયાથી અલગ એક સફળ જીવન જીવી રહ્યો છે.