ડેબ્યુના સમયે કાળી હતી બોલિવૂડની આ 5 એક્ટ્રેસ, પાંચમા નંબર વાળી તો હતી ખુબ જ કાળી.

0

બોલીવુડમાં ઘણી બધી એવી મોડલ્સ છે જે સફળ થવા દરરોજ ઈન્ડસ્ટ્રીના ચક્કર કાપે છે પણ બધાને તક મળી જાય એ જરૂરી નથી હોતું. અહીંયાની ઝાકમઝોળ ભરેલી દુનિયામાં કોઈ અંદર અને કોઈ બહાર થઈ શકે છે. કોઈપણ પળે કોઈનું જીવન સુધરી અને કોઈનું બગડી શકે છે, અને મેકઅપ દ્વારા કોઈનો પણ ચહેરો બદલી શકાય છે. બોલીવુડમાં મેકઅપને કારણે ઘણી બધી હોરોઈનોના ચહેરા બદલવામાં આવે છે અને તે પડદા ઉપર ઘણી જ સુંદર લાગવા લાગે છે. ડેબ્યુના સમયે શ્યામ રંગની હતી બોલીવુડની આ ૫ હીરોઈનો અને પછી મેકઅપ અને બ્યુટી ટ્રીટમેન્ટથી સુંદર બની ગઈ છે. તેમનો મેકઅપ એટલો જોરદાર થવા લાગ્યો કે તેની સુંદરતાના દીવાના ઘણા થયા અને ઘણી અભિનેત્રીઓએ તો ફિલ્મોમાં સુદંર દેખાવા માટે કોસ્મેટીક સર્જરી સુધ્ધા કરાવી છે.

ડેબ્યુના સમયે શ્યામ રંગની હતી બોલીવુડની આ ૫ હીરોઈન :

૧. દીપિકા પાદુકોણ.

બોલીવુડની ડીમ્પલ ગર્લ દીપિકા પાદુકોણ આ નંબરોમાં નંબર વન અભિનેત્રી છે. અને તે ઈન્ડસ્ટ્રીની હાઈ પેઈડ અભિનેત્રી પણ છે. જેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. દીપિકા પાદુકોણના પ્રશંસકોની કોઈ અછત નથી પણ તે વાત ઘણા ઓછા લોકો જાણે છે કે તે પહેલા શ્યામ દેખાતી હતી. પણ ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે તેણે ખાવા-પીવા અને મેકઅપ ઉપર ધ્યાન આપ્યું.

૨. પ્રિયંકા ચોપડા.

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ બોલીવુડમાં ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યું, પછી હોલીવુડમાં કામ કરીને પોતાનું નામ ઉજવળ કરી રહી છે. જયારે તેણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી ત્યારે તેની સુંદરતા એટલી ન હતી જેટલી હવે એ સુંદર લાગે છે. પ્રિયંકા ચોપડા બોલીવુડની ટોપ હીરોઈનો માંથી એક છે જેમણે વર્ષ ૨૦૦૦ માં મિસ વર્ડનો એવોર્ડ જીત્યો અને તેમને ઘણી ફિલ્મો પણ મળી. પણ જયારે તે માત્ર મોડલ હતી ત્યારે તેનો રંગ શ્યામ હતો પણ કોસ્મેટીક સર્જરી કરાવ્યા પછી તેમની તરફ બધા આકર્ષિત થયા.

૩. કાજોલ.

જો તમે કાજોલના શરૂઆતના ફોટા જોયા હશે તો આ વાત ઉપર વિશ્વાસ કરશો કે તે પહેલા ઘણી શ્યામ રંગની હતી. તમને કદાચ ખબર હોય કે તે શરૂઆતના દિવસોમાં કેટલી શ્યામ દેખાતી હતી. આમ તો તેના શ્યામ રંગને પણ લોકોએ પસંદ કર્યો અને તેમણે પોતાના આ રંગ સાથે ફિલ્મોમાં એન્ટ્રી લીધી અને પછી તેમણે ઘણી સોંદર્ય પ્રસાધનોની જાહેરાતોમાં કામ પણ કર્યું.

૪. રાની મુખર્જી.

રાની મુખર્જીની ગણતરી પણ શ્યામ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે કેમ કે તેને પણ શ્યામ અભિનેત્રીનું લેબલ મળેલું છે. પહેલા તો તેને ફિલ્મોમાં કોઈ લેવા નહોતું માગતું પણ તેના પિતા પ્રોડ્યુસર હતા જેના કારણે તેને ફિલ્મો મળી. પણ પછી તેની સુંદરતા અને આવાજના બધા દીવાના થઈ ગયા.

૫. શિલ્પા શેટ્ટી.

શિલ્પા શેટ્ટી તો સૌથી વધુ શ્યામ હતી, જો તમે તેના જુના ફોટા જોઈ લો તો વિશ્વાસ નહી કરો. આજે તે પોતાના અંદાજથી સૌને દીવાના બનાવે છે, પણ એક સમય હતો જયારે તેને કોઈ જોતા પણ ન હતા. શિલ્પા શેટ્ટીના થોડા ફોટા સોશિયલ મીડિયા ઉપર સરળતાથી મળી જશે જે તેના શ્યામ રંગને દર્શાવે છે. જે જોઈને તમને વિશ્વાસ નહી થાય. ઘણા લોકો તે ફોટાને ફોટોશોપ ગણાવે છે.