બોલીવુડના લેજેન્ડરી કોમેડી એક્ટરની પત્ની છે ઘણી સુંદર, રહી ચુકી છે પ્રખ્યાત એક્ટ્રેસ.

0

બોલીવુડમાં ઘણા કલાકારો એવા છે. જેના વિષે હવે લોકો વાત નથી કરતા પરંતુ એક સમય હતો, જયારે તેમણે ઇન્ડસ્ટ્રીમાં એવી એવી સફળ ફિલ્મો કરી હતી કે તેમના અભિનયથી દર્શક હસી હસીને લોથપોથ થઇ ગયા હતા. કાંઈક એવી જ વાત રહેલી છે હાસ્ય અભિનેતા અસરાનીની જે હવે ઇન્ડસ્ટ્રીથી દુર છે પરંતુ એક સમય હતો જયારે તે દર બીજી ફિલ્મોમાં જોવા મળતા હતા.

અસરાનીના કુટુંબ વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે પરંતુ સાચું છે કે બોલીવુડમાં અસરાનીએ એક અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. બોલીવુડના મહાન હાસ્ય અભિનેતાની પત્ની છે ઘણી સુંદર, તેની પત્નીને એક વખત તમારે જોવી જોઈએ.

બોલીવુડના મહાન હાસ્ય અભિનેતાની પત્ની છે ઘણી સુંદર :-

બોલીવુડમાં અસરાનીએ એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને તેને ફિલ્મોમાં તેના સારા અભિનયને કારણે જ સૌ ઓળખે છે પરંતુ આજે અમે તમને લોકોને અસરાનીની પત્ની વિષે જણાવવા જઈ રહ્યા છીએ. અસરાનીએ વર્ષ ૧૯૭૩માં તે સમયની જાણીતી હિરોઈન મંજુ બંસલ સાથે લગ્ન કર્યા હતા અને એક દીકરો નવીન અસરાની પણ છે. જાન્યુઆરી, ૧૯૪૧ના રોજ જયપુરમાં જન્મેલા અસરાનીનું પૂરું નામ ગોવર્ધન અસરાની છે અને તેમણે પોતે જ તેનું નામ અસરાની કર્યું હતું. જેથી લોકોને તેનું નામ લેવામાં કોઈ તકલીફ ન પડે.

અસરાનીએ પોતાના અલગ પ્રકારના અભિનયને કારણે સૌના દિલોમાં સ્થાન બનાવ્યું તે સૌના ફેવરીટ બની ગયા. અસરાની પોતાના સમયમાં એટલા હેંડસમ હતા કે તે સમયની છોકરીઓ તેમની દીવાની રહેતી હતી. અસરાની આ સ્થાન પોતાની મહેનતથી પ્રાપ્ત કર્યું છે અને એ તેની સ્ટાઈલ હતી કે અમિતાભ બચ્ચન પણ હંમેશા તેની પ્રસંશા કરતા જોવા મળ્યા છે.

અસરાનીએ વર્ષ ૧૯૬૭માં પોતાના કેરિયરની શરુઆત ફિલ્મ ‘હરે કાંચકી ચુડિયા’ થી કરી હતી. દર્શકોને તેમનો અભિનય પસંદ આવ્યો અને પછી અસરાનીએ ઘણી સફળ ફિલ્મો કરી પરંતુ સાઈડ કલાકાર તરીકે. પરંતુ તેમ છતાંપણ તેને ખુબ પસંદ કરવામાં આવતા હતા.

અસરાનીએ બોલીવુડમાં ‘શોલે’, ‘નમક હરામ;, ‘આજ કી તાજા ખબર’, ‘બાવર્ચી’, ‘તકદીરવાલા’, ‘ચુપકે ચુપકે’, ‘ધમાલ’, ‘અભિમાન’, ‘ભૂલ ભુલૈયા’, બાલિકા બધું’, દુલ્હે રાજા’, ‘બોલ બચ્ચન’, ‘માલામાલ વીકલી’, ‘ અજનબી’, ‘તમસ્યા’, અને ‘રાજકુમાર’, ‘ગરમ મસાલા’, ‘અગર તુમ ન હોતે’, ‘ફકીરા’, ‘ભાગમ ભાગ’, ‘દે ધનાધન’ જેવી ફિલ્મોમાં સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઉપરાંત તેઓ ઘણી સુંદર ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.