આ 5 પ્રખ્યાત હીરોના દીકરા છે હેન્ડસમ અને સ્ટાઈલિશ, છતાં પણ નથી કરી શક્યા બોલીવુડમાં એન્ટ્રી

0

એક્ટર બનવાની ઈચ્છા લઈને માયાનગરી મુંબઈમાં દરરોજ હજારો લોકો આવે છે. અહિયાં આવેલા મોટાભાગના યુવાનોના સપના બોલીવુડમાં કામ કરવાના હોય છે. ટીવી ઇન્ડસ્ટ્રી અને મોડલિંગમાં પણ ઘણા એવા લોકો છે, જે બોલીવુડમાં કામ કરવા માંગે છે. પરંતુ ઘણા ઓછા લોકો જ નસીબદાર હોય છે, જેને બોલીવુડમાં કામ કરવાની તક મળે છે.

બોલીવુડમાં પણ ઘણા એવા કલાકારો રહેલા છે જે પોતાની મહેનતના બળ ઉપર સુપર સ્ટાર બને છે. આ અભિનેતાઓએ બોલીવુડ ઉપર ખુબ રાજ કર્યું અને નામના મેળવી છે, પણ તેમના દીકરા બોલીવુડમાં આવ્યા જ નથી. આમ તો તેમના દીકરા દેખાવમાં છે તો ઘણા જ હેન્ડસમ, પરંતુ છતાંપણ એમણે બોલીવુડમાં પગલું નથી મૂક્યું. કોણ છે તે કલાકાર જેના દીકરા બોલીવુડમાં નથી આવ્યા? આવો જાણીએ.

ગોવિંદા :

ગોવિંદા ૯૦ ના દશકના સૌથી પ્રસિદ્ધ અભિનેતા ગણવામાં આવે છે. ૧૬૫ ફિલ્મોથી પણ વધુ ફિલ્મોમાં કામ કરીને તેમણે પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે. ગોવિંદા બોલીવુડના સૌથી હેન્ડસમ કલાકારમાંથી એક છે. કોમેડી હોય, રોમાંસ હોય કે ડ્રામા હોય તે દરેકમાં નંબર વન છે. અને ગોવિંદાના દીકરાનું નામ યશવર્ધન આહુજા છે. તે દેખાવમાં કોઈ હીરોથી ઓછા નથી પરંતુ છતાંપણ હજુ સુધી તેની એન્ટ્રી બોલીવુડમાં થઇ શકી નથી.

ડેની ડેન્જોંગપા :

ડેની ડેન્જોંગપા પોતાના સમયના પ્રસિદ્ધ વિલનમાંથી એક હતા. અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અગ્નિપથ’ માં તેમના દ્વારા ભજવવામાં આવેલું ‘કાંચા ચીના’ નું પાત્ર આજે પણ લોકો યાદ કરે છે. ડેની ડેન્જોંગપાની ગણતરી હંમેશાથી જ એક સ્ટાઇલીસ્ટ અને હેન્ડસમ અભિનેતાઓમાં થતી આવી છે. ડેની ડેન્જોંગપાના દીકરાનું નામ રીન્જીંગ ડેન્જોંગપા છે. રીન્જીંગ પણ દેખાવમાં એકદમ પોતાના પપ્પા જેવા હેન્ડસમ છે, પરંતુ હજુ સુધી તે બોલીવુડથી દુર છે.

આમીર ખાન :

આમીર ખાન બોલીવુડના એકમાત્ર એવા કલાકાર છે જે મિસ્ટર પરફેકશનિસ્ટના નામથી ઓળખાય છે. આમીર ખાનની ફિલ્મ સુપરહિટની ગેરંટી છે. તે વર્ષમાં એક જ ફિલ્મ કરે છે, અને તે ફિલ્મ સુપરહિટ થઈને કરોડોની કમાણી કરી જાય છે. આમીરના દીકરાનું નામ જુનૈદ ખાન છે. જુનૈદ પોતાની પહેલી દીકરી રીના દત્તાનો દીકરો છે. જુનૈદ પણ પોતાના પિતાની જેમ સ્ટાઇલીસ્ટ અને હેન્ડસમ છે પરંતુ હજુ સુધી બોલીવુડથી દુર છે.

સૈફ અલી ખાન :

પટોડી કુટુંબમાંથી આવતા સૈફ અલી ખાન બોલીવુડમાં છોટે નવાબના નામથી ફેમસ છે. સૈફ અલી ખાનનું નસીબ આ દિવસોમાં બોલીવુડમાં કાંઈ વિશેષ નથી ચાલી રહ્યું. સૈફ ઘણા વર્ષોથી એક હીટ ફિલ્મની શોધમાં છે. છેલ્લી વખત તે ફિલ્મ ‘બાજાર’ માં જોવા મળ્યા હતા. સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બોલીવુડમાં તો પોતાનો જાદુ ફેલાવી રહી છે, પરંતુ તેના દીકરા ઈબ્રાહીમનું બોલીવુડમાં ડેબ્યુનો દુર દુર સુધી કોઈ પ્લાન નથી.

શત્રુઘ્ન સિન્હા :

શત્રુઘ્ન સિન્હા પોતાના જમાનાના પ્રસિદ્ધ કલાકારોમાંથી એક છે. તેના જોરદાર અવાજ અને પર્સનાલીટીને આજે પણ લોકો યાદ કરે છે. શત્રુઘ્ન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હા તો બોલીવુડની જાણીતી હિરોઈન છે, પરંતુ તેમના બંને દીકરા લવ અને કુશને બોલીવુડ સાથે કોઈ કનેક્શન નથી. આમ તો લવ સિન્હા એક ફિલ્મમાં જોવા જરૂર મળ્યા હતા, પરંતુ તે ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ સાબિત થઇ હતી. અને કુશે અત્યાર સુધી ડેબ્યુ નથી કર્યું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.