ઘણી મોંઘી છે આ બોલીવુડ અભિનેત્રીઓની સગાઈની વીંટી, દીપિકાની વીંટીની કિંમત જાણીને ઉડી જશે હોંશ

0

હાલના દિવસોમાં લગ્નની સીઝન શરુ થઇ ગઈ છે, તેવામાં દરેક જગ્યાએ લગ્નની શરણાઈઓ ગુંજતી સંભળાઈ રહી છે. જયારે પણ કોઈના લગ્ન થાય છે તો તેના પહેલા સગાઈ જરૂર થાય છે. આ સગાઈની વિધિમાં વરરાજા અને વહુ એક બીજાને વીંટી પહેરાવે છે. આ વીંટી તેમના પ્રેમ અને સંબંધની નિશાની હોય છે.

જો આપણે કોઈ સામાન્ય માણસની સગાઈની વાત કરીએ, તો આ વીંટીની કિંમત થોડા હજારથી શરુ થઈને વધુમાં વધુ એક બે લાખ વચ્ચેની હોય છે. બોલીવુડ સેલીબ્રીટીની વાત થોડી અલગ હોય છે. તેમની પાસે ખર્ચ કરવાના ઢગલાબંધ પૈસા હોય છે. તેવામાં તે પોતાના પાર્ટનરને મોંઘામાં મોંઘી વીંટી પણ પહેરાવી શકે છે.

તે વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને બોલીવુડની આ ચાર અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેમની સગાઈની વીંટીની કિંમત આપણી ગણતરીથી પણ ઘણી વધુ મોંઘી હોય છે.

સોનમ કપૂર – ૯૦ લાખની વીંટી :

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરએ આ વર્ષમાં મે મહિનામાં દિલ્હીના મોટા બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. તે દિવસોમાં આ લગ્ન સોસીયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થયા. સોનમના લગ્નની ખાસિયત એ હતી કે તેણે એક મોટી સેલીબ્રીટી હોવા છતાંપણ આ લગ્નમાં વધુ શો ઓફ ન કર્યો, પરંતુ સાદગી પૂર્વક જ લગ્ન કર્યા. આમ તો સોનમની સગાઈની વીંટીની કિંમત જરૂર આંખો પહોળી કરી દેનારી છે. સોનમ કપૂરની વીંટીની કિંમત ૯૦ લાખ રૂપિયા છે.

અનુષ્કા શર્મા – ૧ કરોડની વીંટી :

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન ડિસેમ્બર ૨૦૧૭ માં ઇટલીમાં થયા હતા. આ બન્નેના લગ્નએ સોસીયલ મીડિયા ઉપર આગ લગાવી દીધી હતી. ત્યાં સુધી કે તેમના લગ્ન થઇ ગયા પછી આજ સુધી લોકો તેની સાથે જોડાયેલી વાતો જાણવા માંગે છે. વિરાટ અનુષ્કાના લગ્ન સૌથી મોંઘા લગ્ન માંથી એક ગણવામાં આવે છે. વિરાટની સગાઈ વખતે અનુષ્કાએ પુરા ૧ કરોડ રૂપિયાની વીંટી પહેરાવી હતી.

પ્રિયંકા ચોપડા – ૨.૧ કરોડની વીંટી :

પ્રિયંકા ચોપડા અને નીક જોંસના લગ્નની ચર્ચા પણ હાલના દિવસોમાં જોર શોરથી ચાલી રહી છે. એ બન્ને વહેલી તકે ડીસેમ્બરમાં લગ્ન કરવાના છે. પ્રિયંકા અને નીકએ થોડા દિવસો પહેલા મુંબઈમાં સગાઈ કરી હતી. આ સમયે પ્રિયંકાથી ૧૦ વર્ષ નાના નીકએ તેને પુરા ૨.૧ કરોડ રૂપિયાની વીંટી પહેરાવી હતી. તે બન્ને વહેલી તકે જ રાજસ્થાનના જોધપુરમાં લગ્ન કરવાના છે.

દીપિકા પાદુકોણ – ૨.૭ કરોડની વીંટી :

હાલમાં જ લગ્ન બંધનમાં બંધાયેલ લવ કપલ દીપવીર એટલે કે દીપિકા અને રણવીરના લગ્ન આ દિવસોમાં સોસીયલ મીડિયા ઉપર ઘણા હેડલાઈન ઉપર રહેલા છે. આ દિવસોમાં ૧૪ અને ૧૫ નવેમ્બરના રોજ ઇટલીના કેમો લેકમાં લગ્ન ગોઠવ્યા હતા.

આ લગ્ન ભવ્ય પદ્ધતિથી થયા છે જેમાં કરોડો રૂપિયા ખર્ચ થયા છે. તેવામાં સ્પષ્ટ વાત છે કે દીપિકાના હાથમાં પહેરાવેલી વીંટી પણ ઘણી મોંઘી હશે. દીપિકાની સગાઈની વીંટી તમામ બોલીવુડ અભિનેત્રીઓથી મોંઘી છે. રણવીર એ દીપિકાને પુરા ૨.૭ કરોડની વીંટી પહેરાવી છે.