બોલીવુડના આ પ્રખ્યાત સ્ટાર્સ કોઈ ઈવેન્ટ અથવા લગ્નમાં આવવા માટે લે છે આટલા પૈસા

0

બોલીવુડ સ્ટાર ન માત્ર ફિલ્મો દ્વારા પૈસા કમાય છે, પરંતુ પૈસા કમાવા માટે તેમની પાસે બીજા પણ રસ્તા હોય છે. તે ફિલ્મો અને જાહેરાત દ્વારા તો પૈસા કમાય છે, પરંતુ તે ઉપરાંત તે રીબીન કટિંગ અને ઈવેંટસ દ્વારા પણ તે કરોડો રૂપિયા કમાય છે. હાલના દિવસોમાં બોલીવુડ સ્ટારોની ફી મિનીટના હિસાબે નક્કી કરવામાં આવે છે. અને તે આલીશાન લગ્નો અને પ્રાઈવેટ પાર્ટીઓમાં પૈસા લઈને આગમન કરે છે.

ત્યાં સુધી ફી વધુ મળવા ઉપર તે સ્ટાર્સ પરફોર્મ પણ કરે છે. આ બોલીવુડ સ્ટારને લગ્નમાં જવા, ડાંસ કરવા, ફોટોગ્રાફ લેવા અને જોડીના પેરેન્ટ્સ સાથે ઉભા રહેવાની અલગ ફી મળે છે. આજે અમે તમને આ બોલીવુડ સ્ટાર્સની ફી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમે પણ આ બોલીવુડ સ્ટાર્સને તમારા લગ્ન કે પાર્ટીઓમાં બોલાવી શકો છો.

૧. કેટરીના કેફ :

કેટરીના કેફનું હાલના દિવસોમાં બજાર થોડું ઠંડું છે. પરંતુ તે ઈવેંટસ માટે ૩૦ લાખ, પાર્ટીઝ માટે ૬૦ લાખ અને લગ્નમાં જવા માટે ૧.૫ કરોડ રૂપિયા સુધીની ફી લે છે.

2. પ્રિયંકા ચોપડા :

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા ન માત્ર બોલીવુડમાં પરંતુ હોલીવુડમાં પણ ફેમસ થઇ ગઈ છે. આજકાલ તે બોલીવુડની ફિલ્મોમાં ઓછી જોવા મળે છે. પ્રિયંકા ઉદ્ઘાટન માટે ૨૫ લાખ અને કોઈ ઈવેંટસમાં આવવા માટે ૫૦ લાખ અને લગ્નમાં જવા માટે ૧ કરોડ રૂપિયા સુધી ફી લે છે.

૩. અક્ષય કુમાર :

અક્ષય કુમાર આમ તો રાતની પાર્ટીમાં જવાનું પસંદ નથી કરતા. પરંતુ જો દિવસમાં કોઈ કાર્યક્રમ હોય તો તે જરૂર જાય છે. અક્ષય ઉદ્ઘાટન જેવા ઈવેંટસ માટે ૧.૩૦ કરોડ, પાર્ટી માટે ૧.૫ કરોડ અને લગ્ન માટે ૨.૫ કરોડ સુધી ફી વસુલે છે. જો તમે તેમને તમારે ત્યાં બોલાવો છો તો તમારા પૈસા જરૂર વસુલ થશે. કેમ કે ડાંસ, કોમિક સ્ટફ અને એક્શનની અસર જરૂર કોઈ પાર્ટીમાં લગાવીને આવે છે.

૪. ઋત્વિક રોશન :

ઋત્વિક રોશન આ બાબતમાં વધુ મોંઘા છે. કેમ કે તે નાની મોટી પાર્ટીના પણ ૧.૫ કરોડ સુધીની ફી લે છે, અને બીજી તરફ તે કોઈ લગ્નમાં ડાંસ પર્ફોરમેંસ માટે ૨.૫ કરોડ રૂપિયા સુધી ચાર્જ લે છે.

૫. દીપિકા પાદુકોણ :

હંમેશા દીપિકા કોઈને કોઈ ઈવેંટસમાં જોવા મળે છે અને તે ઈવેંટસમાં હાજર રહેવા માટે ૨૦ લાખ રૂપિયા લે છે. તે લગ્નમાં જવા માટે તે ૧ કરોડ રૂપિયા લે છે.

૬. શાહરૂખ ખાન :

શાહરૂખ ખાનની કમાણી ઈવેંટસ અને લગ્ન દ્વારા ખાસી એવી થઇ જાય છે. કેમ કે તે ઉદ્ઘાટન માટે ૧.૫ કરોડ રૂપિયા, પાર્ટીઝ માટે 2 કરોડ અને લગ્નમાં ડાંસ પરર્ફોરમેંસ માટે ૩ કરોડ રૂપિયા સુધીની ફી લે છે.

૭. કરીના કપૂર ખાન :

કરીના કપૂર ખાન કોઈ ઉદ્ઘાટન માટે ૩૦ લાખ, પાર્ટીઝમાં જવાના ૬૦ લાખ અને લગ્નમાં જવા માટે ૧.૫ કરોડા રૂપિયા લે છે. તેવામાં જો તમે કરીનાને બોલાવવાનું વિચારી રહ્યા છો તો જરા તેની ફી વિષે જરૂર જાણી લેશો.

૮. સલમાન ખાન :

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટાર સલમાન ખાન છે. તેવામાં દરેક તેને પોતાને ત્યાં બોલાવવા માગશે. પરંતુ તે વધુ મોંઘા નથી. સલમાન કોઈ ઈવેંટસમાં જવા માટે ૧ કરોડ ચાર્જ લે છે. પાર્ટી માટે તેમની ફી ૧.૫ કરોડ લે છે અને તે લગ્નમાં જવા માટે 2 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.