કન્યા જોતી રહી રાહ, પતિએ પ્રેમિકાને બોલાવીને કર્યું આવું કામ, પોલીસ સ્ટેશન પહોંચ્યો મામલો

0

આજના સમયમાં પતિ, પત્ની ઓર વો વિશેના ઘણા કિસ્સા સાંભળવા મળે છે, અને તેનો અંત પણ હંમેશા ખરાબ જ હોય છે. યુપીમાંથી ફતેહપુર જીલ્લાની એક એવી જ ઘટના સામે આવી છે, જે તમે પહેલા ક્યારેય નહિ સાંભળી હોય. અહિયાં એક યુવકે પોતાની સુહાગરાતના દિવસે જ પ્રેમિકાને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહિ એણે બહાનું બનાવીને એક જગ્યાએ લઇ બોલાવી અને ગળું કાપીને કુવામાં ધક્કો મારી દીધો. મૃત્યુ સામે લડીને પ્રેમિકા ચાર દિવસ પછી કુવામાંથી જીવતી નીકળી.

આ વિચિત્ર એવી ઘટના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક ગામની છે. દિલ હચમચાવી દેનારી આ ઘટનાથી આખા વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. ચાર દિવસ પછી કુવામાંથી જીવતી નીકળેલી મહિલાને જીલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ઘાયલ મહિલા પરણિત છે, પરંતુ તે બાંદ્રા જીલ્લામાં એક વર્ષથી પોતાના પિયરમાં રહેતી હતી. આરોપી લવકુશ કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. અને પ્રેમિકાનું સાસરિયુ બાજુના એક ગામમાં છે.

પ્રેમિકાએ જણાવ્યું કે લવકુશ સાથે તે પ્રેમ કરતી હતી. પહેલી જુલાઈએ લવકુશે બીજી જગ્યાએ લગ્ન કરી લીધા. તેની સાથે તેને કોઈ વાંધો ન હતો. તે પહેલી જુલાઈએ જ બકેવરમાં પોતાની એક બહેનપણીના ઘરે આવી હતી. ત્યાથી ફોન કરી ગુરુવારે લવકુશે એને બોલાવી. તેણે ફોન ઉપર કહ્યું કે, સુહાગરાત પહેલા તેની સાથે સમય પસાર કરવા માંગે છે.

લવકુશ પોતાના એક મિત્ર ચંદન સાથે બાઈક ઉપર આવ્યો. રાતના આઠ વાગ્યાની આસપાસ એક ગામમાં કુવાની પાસે તે બંને બેસીને વાતો કરી રહ્યા હતા. અચાનક લવકુશે એની સામે ચંદન સાથે સંબંધ બાંધવાની વાત રજૂ કરી. પણ પ્નારમિકાએ ના પાડતા એના ગળા ઉપર ધારવાળા હથીયારથી હુમલો કરીને એને કુવામાં ધક્કો મારી દીધો.

તે બેભાન થવાને કારણે કુવામાં પડી ગઈ હતી. ભાનમાં આવ્યા પછી બુમો પાડવાનો પ્રયત્ન કરતી રહી, પરંતુ છતાંપણ તે ઘણી વખત બેભાન થઈ ગઈ. રવિવારે અમુક લોકોએ કુવામાંથી અવાજ સાંભળીને પોલીસને જાણ કરી, અને તેને બહાર કાઢવામાં આવી. ઘાયલ મહિલાની જીલ્લાની હોસ્પિટલમાં સારવાર થઇ રહી છે. પોલીસ જે.પી.ઉપાધ્યાયે જણાવ્યું કે, ગુનેગારોની તપાસ કરવામાં આવી રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.