બ્રિટીશ જહાજના માલિકે લખ્યો પીએમને પત્ર કહ્યું ઈરાનના કબ્જા માંથી 23 ક્રૂ મેમ્બર્સને છોડાવવામાં મદદ કરો, જાણો વધુ વિગત.

0

ઈરાને ૧૯ જુલાઈના રોજ બ્રિટેનના તેલ જહાજ ‘સ્ટેના ઈમ્પેરો’ ના હાર્મુજ સ્ટ્રેટ માંથી જપ્ત કર્યા હતા. જહાજ ઉપર ૧૮ ભારતીય સહીત ૨૩ લોકો મુસાફરી કરી રહ્યા હતા, બધા શીપિંગ કંપનીના કર્મચારી હતા.

બ્રિટીશ શીપ ‘સ્ટેના ઈમ્પેરા’ના માલિકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે ઈરાન કબ્જા માંથી જહાજ અને તેના મુસાફરી કરી રહેલા ૨૩ ક્રૂ મેમ્બર્સ છોડાવવા માટે મદદની વિનંતી કરી છે. તેમણે મોદીને કહ્યું કે આ બાબતમાં રસ લઈને વહેલી તકે ક્રૂ ને છોડવાનું કહે. આ તેલ જહાજને ઈરાનના સૈનિકોએ ૧૯ જુલાઈના રોજ જપ્ત કરી લીધું હતું. ઈરાન દ્વારા કેદી બનાવેલા લોકોમાં ૧૮ ભારતીય છે. બીજા પાંચ લોકો રૂસ, ફીલીપિંસ અને લાતવીયાના છે.

શીપીંગ કંપની સ્ટેના બલ્કના સીઈઓ અને અધ્યક્ષ એરિક હાનેલેએ મદદ માટે નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે, હર્મુજ સ્ટ્રેટથી થઈને જઈ રહેલા એક જહાજને ઈરાની સૈનિકોએ જપ્ત કરી લીધું હતું. હાલમાં તેમના ક્રૂ મેમ્બર્સ કોઈ કારણ વગર બંદર અબ્બાસમાં કેદી છે. તેનાથી તેમના કુટુંબ વાળા ઘણા દુઃખી છે. જહાજમાં મુસાફરી કરી રહેલા બધા કર્મચારી બહાદુર છે.

ઈરાન અમને સાથ નથી આપી રહ્યું : જહાજ માલિક

હાનેલે કહ્યું છે કે અમારી કંપની અને ક્રૂ નિયમોનું પાલન કરી રહ્યા છે. કોઈ આંતરરાષ્ટ્રીય નિયમ તોડ્યા નથી. ઘણી વખત ઈરાન માંથી જહાજ સુધી પહોચવાની મંજુરી માગી, પરંતુ તે અમારી વાત માન્ય રાખી નથી રહ્યા. તેમણે જણાવ્યું કે જહાજ કોઈ પણ ભૂ-રાજનીતિક બાબતમાં જોડાયેલું ન હતું અને ન તો એવો કોઈ ઉદેશ્ય હતો. હાનેલે ભારતીય રાજદૂતના અધિકારીઓના ક્રૂ ને મળવા ઉપર મોદીનો આભાર માન્યો.

પહેલા બ્રિટને ઈરાનના જહાજને જપ્ત કર્યું હતું.

થોડા દિવસો પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે તેહરાનમાં ભારતીય રાજ્દુર દ્વારા જહાજમાં મુસાફરી કરી રહેલા તમામ કર્મચારીઓને છોડી દેવાની જાહેરાત કરવા માટે ઈરાની અધિકારીઓનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું. જિબ્રાલ્ટર સ્ટ્રેટમાં બ્રિટેને તેના એક તેલ ટેન્કર ‘ગેસ ૧’ ને જપ્ત કરી લીધું હતું. ત્યાર પછી ઈરાને સ્ટેના ઈમ્પરો જહાજને ૧૯ જુલાઈના રોજ કબજામાં લઇ લીધું હતું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.