બ્રિટીશ સંસદમાં ત્રણ દિવસીય ગીતા મહોત્સવ શરુ, સુષ્મા સ્વરાજ તેમાં હાજર રહેવા માંગતા હતા, જાણો વધુ વિગત.

0

ગીતા એક પવિત્ર ગ્રંથ છે, તેમાં જીવન જીવવા અંગે સપૂર્ણ સાર આપવામાં આવ્યો છે, અને તે સારું જીવન જીવવા અંગેનો સંદેશ આપે છે.

આ મહોત્સવમાં રૂસ, ઇઝરાયલ, બાંગ્લાદેશ, બહરીન, ઇટલી, કેનેડા, મોરીસેસ, સાઈપ્રસ અને નેપાળના રાજદૂત જોડાયા હતા.

સાંસદ પોલ સ્ટુઅર્ટ સ્કોલીએ જણાવ્યું – જીવન જીવવાનો સદેશ આપે છે ગીતા

લંડન. બ્રિટીશ સંસદમાં શુક્રવારે ત્રણ દિવસની ઈંટરનેશનલ શ્રીભગવત ગીતા મહોત્સવની શરુઆત થઇ. અહિયાં ૯ દેશોના રાજદૂતની હાજરીમાં ગીતાના શ્લોક ગુંજશે. જીવનમાં ગીતાનું મહત્વ સમજાવવામાં આવ્યું. તે મોરિશસ પછી બીજો ઈંટરનેશનલ ગીતા મહોત્સવ છે. ઉદ્ઘાટન પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર કંજર્વેટીવ પાર્ટીના વાઈસ ચેરમેન અને એમપી પોલ સ્ટુઅર્ટ સ્કોલી હાજર રહ્યા. સમારંભમાં ઘણા બ્રિટીશ સાંસદો ઉપરાંત લંડનની ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ હાજરી આપી.

મહોત્સવની લંડનમાં વ્યવસ્થાઓ કરવામાં સૌથી વધુ યોગદાન તત્કાલીન વિદેશ મંત્રી સ્વ. સુષ્મા સ્વરાજનું હતું. કેડીબી માનદ સચિવ મદનમોહન છાબડાના જણાવ્યા મુજબ એપ્રિલમાં આ મહોત્સવને લઈને સુષ્મા સ્વરાજને મળ્યા હતા. તેમણે લંડનમાં વ્યવસ્થા કરી હતી. ભારતીય હાઈકમીશનને સાથે જોડ્યા. સુષ્મા સ્વરાજ પોતે આ મહોત્સવમાં ભાગ લેવા માંગતા હતા.

ગીતા આપણેને જીવતા શીખડાવે છે. :-

યુકેમાં સત્તાધારી કંજર્વેટીવ પાર્ટીના વાઈસ ચેરમેન અને હાઉસ ઓફ કોમન્સના સાંસદ પોલ સ્ટુઅર્ટ સ્કોલી અને એપીપીજી ચેરમેન અને બ્રિટીશ સાંસદ વીરેન્દ્ર શર્માએ જણાવ્યું કે આ ઐતિહાસિક પળ છે. પવિત્ર ગીતાના સંદેશો સમજવાની તક મળી. આજે જેવી રીતે આ પ્રકારનું વાતાવરણ ઉભું થયું છે, તેમાંથી છુટકારો મેળવવા અને આનંદ સાથે જીવન જીવવાનો સંદેશ ગીતા માંથી મળે છે. તે ઉપરાંત તેનાથી પ્રેરણા પણ મળે છે.

સુરક્ષાને કારણે દીપ પ્રાગટ્ય નહિ : આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનો શુભારંભ શંખનાદથી થયું. સુરક્ષાના કારણોને લઈને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું નહિ. શંખનાદ વચ્ચે ગીતા ઉપર પુષ્પાંજલિ અર્પણ કર્યું. ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદ મહારાજે ગીતા શ્લોકોની વ્યાખ્યા આપી. આ કાર્યક્રમમાં રૂસ, ઇઝરાયલ, બાંગ્લાદેશ, બેહરીન, ઇટલી, કેનેડા, મોરિશસ, સાઈપ્રસ અને નેપાળના રાજદૂત હાજર રહ્યા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.