બમ્પર ઓફર : મારુતિ અલ્ટો થી અડધી કિંમતમાં કંપની વેચી રહી છે Dzire અને Wagon R

0

કાર લેવાનું વિચારી રહ્યા છો અને બજેટ આ વાતની પરવાનગી નથી આપી રહ્યું, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. મારુતિ સુઝુકીની વપરાયેલી કારો ખરીદ-વેચાણ પ્લેટફોર્મ પર સસ્તા ભાવે મળી રહી છે. અહીં અલ્ટો કરતા પણ અડધી કિંમતમાં Dzire અને Wagon R જેવી કારો મળી રહી છે.

આ તહેવારની સીઝનમાં જો તમારું બજેટ ટાઈટ છે અને તમે કાર લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીની વપરાયેલી એટલે કે સેકન્ડ હેન્ડ કારો માટે ખરીદ-વેચાણ પ્લેટફોર્મ ટ્રુ વેલ્યુ (True Value) પર ગ્રાહકોને લોભામણી ડીલ મળી રહી છે. અહીં કંપની મારુતિ સુઝુકી અલ્ટોથી અડધી કિંમત પર સ્વીફ્ટ ડિઝાયર અને વેગન આર જેવી કાર વેચી રહી છે.

મારુતિની વેગન આર (Wagon R) :

Wagon R મારુતિની સૌથી વધારે વેચાવા વાળી કાર છે. ટ્રુ વેલ્યુ પર Wagon R LXI જે 85 હજાર કિલોમીટર ચાલી હોય છે, તે 55 હજાર રૂપિયામાં મળી રહી છે. તે વર્ષ 2009 નું મોડલ છે. Wagon R ના સર્ટિફાઈડ વર્ઝનની કિંમત અહીં 2.85 લાખ રૂપિયા છે.

મારુતિ સ્વીફ્ટ (Swift) :

મારુતિની Swift કાર પણ ઘણી લોકપ્રિય કાર છે. ટ્રુ વેલ્યુ પર Swift ના ઘણા બધા વેરિયન્ટ ઉપલબ્ધ છે. એમાંથી અમુક ફક્ત ત્રણ ચાર વર્ષ જૂની કાર છે. તો અમુક 10 વર્ષ કરતા વધારે જૂની છે. અહીં 2011 ના મોડલની Swift Dzire VDI 1.70 લાખ રૂપિયાની મળી રહી છે. આ કાર 1.65 લાખ કિલોમીટર ચાલી છે. ટ્રુ વેલ્યુ પર Swift Dzire ના સર્ટિફાઈડ મોડલની કિંમત 5 લાખ રૂપિયા છે.

મારુતિ અલ્ટો (Alto) :

આ કારની વાત કરીએ તો આ 1.25 લાખ રૂપિયાની મળી રહી છે. જો કે, એનાથી ઓછી કિંમત પર પણ આ કાર અહીં ઉપલબ્ધ છે. પણ તે 10 વર્ષ કરતા વધારે જૂની છે. 1.25 લાખ રૂપિયામાં મળવા વાળી Alto LXI વર્ષ 2010 ની છે અને એક લાખ પાંચ હજાર કિલોમીટર ચાલી છે. આ પ્લેટફોર્મ પર Alto ની કિંમત 3.11 લાખ રૂપિયા સુધી છે.

તો એવામાં જો ઓછા બજેટને ધ્યાનમાં રાખીને તમે સેકન્ડ હેન્ડ કાર લેવાનું વિચારી રહ્યા છો, તો તમે ટ્રુ વેલ્યુ પર જઈને પોતાને ગમતી કાર પસંદ કરી એની ખરીદી કરી શકો છો. આ પ્લેટફોર્મ પર ઘણી બધી કારો ઉપલબ્ધ છે, તેમાંથી તમે પોતાની પસંદગીની કાર ખરીદી શકો છો.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.