42 રૂપિયાનું આ ફોર્મ ભરતા દર મહિને 5 હજાર રૂપિયા આપશે સરકાર, બેન્ક એકાઉન્ટમાં આવશે રૂપિયા

આજે અને તમને મોદી સરકારની એ યોજના વિષે જણાવીશું, જે મધ્યમ વર્ગના લોકો માટે સૌથી સારી છે. ખાસ કરીને પ્રાઈવેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો માટે આ એક ઘણી જ ખાસ યોજના છે. અટલ પેન્શન યોજનામાં ન માત્ર તમે ઓછી રકમ જમા કરાવીને દર મહીને વધુ પેન્શનના હક્કદાર બની શકો છો, પરંતુ આકસ્મિક મૃત્યુ વખતે તમારા પરિવારને પણ તેનો ફાયદો પૂરો પાડી શકાય છે. અમે અમારા આ સમાચારના માધ્યમથી તમને તેની સાથે જોડાયેલી દરેક નાની મોટી બાબતો જણાવીશું.

આ યોજના ૯ મે ૨૦૧૫ ના રોજ બહાર પાડવામાં આવી હતી. તમે બેન્કમાંથી ફોર્મ મેળવીને કે પછી વેબસાઈટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરીને આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો. શું છે યોજનાનો હેતુ : ઘરડા લોકોને સહારો આપવાના હેતુથી આ એક વિશેષ યોજના છે. આ પેન્શન ફંડને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ અથોરેટી ચલાવે છે. તમે વૃદ્ધાવસ્થા દરમિયાન પોતાના સહારા માટે આ યોજનાથી રક્ષણ મેળવી શકે છે.

શું છે આ યોજનાના ફાયદા : આ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરવા વાળા ૧૮ થી ૪૦ ની ઉંમરના લોકો માટે છે. આ સુવિધા તે લોકો માટે છે જે આવકવેરો નથી ભરતા અને જેમના ઇપીએફ અને ઇપીએસ એકાઉન્ટ ખાતા નથી.

તેના હેઠળ તમે ૬૦ વર્ષની ઉંમરમાં પેન્શનના હક્કદાર બનશો. આ યોજનામાં ૫૦૦૦ રૂપિયા સુધીનું પેન્શન મળશે. જો તમે અટલ પેન્શન યોજના હેઠળ ૪૨ રૂપિયા માસિક રકમ જમા કરાવો છો, તો તમને ૬૦ વર્ષની ઉંમર પછી ૧૦૦૦ રૂપિયા માસિક પેન્શન મળશે. તે ૨૧૦ રૂપિયા દર મહીને જમા કરાવવા વાળા ૬૦ વર્ષના થાય એટલે ૫૦૦૦ રૂપિયાનું પેન્શન મળશે.

મળતી રકમ બેંક એકાઉન્ટ માંથી ઓટોમેટીક જમા થઇ જશે. ૩૧ માર્ચ ૨૦૧૬ સુધી જે પણ લોકો આ યોજનાના ભાગીદાર બની ગયા છે, તેમને પહેલા પાંચ વરસના જમા થતી રકમના ૫૦ ટકાનું યોગદાન સરકાર આપશે.

૬૦ વર્ષ પછી જો એકાઉન્ટ ધારકનું મૃત્યુ થઇ જાય છે, તો પેન્શનની રકમ તેના જીવનસાથીને આપી દેવામાં આવશે. અને જો કોઈ સ્થિતિમાં પત્નીનું મૃત્યુ થઇ જાય તો વારસદારને એક સાથે રકમ મળશે. જો કે ૧૦૦૦ રૂપિયા પેન્શન માટે ૧ થી ૭ લાખ અને ૫૦૦૦ રૂપિયા પેન્શન માટે ૫ થી ૮ લાખ રૂપિયા હશે.

જાણો કેટલા પેશન માટે તમારે આપવા પડશે કેટલા રૂપિયા : આ યોજના હેઠળ તમે તમારી ઉંમર અને ઈચ્છુક પેન્શનની ગણતરીએ પ્રીમીયમ ચૂકવી શકો છો. માની લો કે તમારી ઉંમર ૧૮ વર્ષ છે અને તમે ૬૦ વર્ષની ઉંમર પછી ૧૦૦૦ રૂપિયાનું માસિક પેન્શન ઈચ્છો છો, તો તમારા માટે માત્ર ૪૨ રૂપિયા માસિક આપવાના રહેશે. તે તમારે ૨૦૦૦ માસિક પેન્શન માટે ૮૪ અને ૩૦૦૦ રૂપિયા માસિક પેન્શન માટે ૧૨૬ રૂપિયા આપવા પડશે. તમારી ઉંમરના હિસાબે જાણો તમારે કેટલી રકમ આપવાની રહેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.