ચહેરા નાં તલ સુંદરતા વધરવા ની સાથે ઘણું બધું કહે છે જાણો તમારા ચહેરા પર નાં તલ શું કહે છે તમારા વિષે

0

આપણા શરીર ઉપર જન્મથી જ કાળા કાળા અને નાના નાના નિશાન હોય છે, તેને તલ કહેવામાં આવે છે. જ્યોતિષ મુજબ આ તલનો સ્વભાવ અને ભવિષ્ય ઉપર સીધી અસર થાય છે. અહિયાં જાણો ચહેરા ઉપર તલના આધારે વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય કેવું હોઈ શકે છે..

ચહેરાના 1 થી લઈને 25 ટપકા તલ હોવાનું રહસ્ય

(1) બન્ને ભ્રમર ની વચ્ચે તલ થાય તો વ્યક્તિ ખુબ બુદ્ધિશાળી હોય છે. આ લોકો પોતાની બુદ્ધિથી કાર્યો માં સફળતા અને પૈસા પ્રાપ્ત કરે છે.

(2) જો કોઈ વ્યક્તિના જમણા હાથ તરફ વાળી આંખના ખૂણા ઉપર તલ હોય તો તે ખુબ ભાવુક હોય છે. આવા લોકો બીજાથી ઈર્ષા કરનારા પણ હોઈ શકે છે.

(3) જે લોકોની જમણા આંખની પાપણ ઉપર તલ હોય છે તે બોદ્ધિક ક્ષમતા ની બાબતમા બીજા લોકો થી ઘણા આગળ હોય છે. તેને બુદ્ધી સબંધિત કાર્યો કરવામાં ખુબ મજા આવે છે.

(4) જે લોકોની જમણી આંખની નીચે તલ હોય છે તે ખુબ કામુક હોય છે. તે લોકો પ્રેમ ની બાબતમા બીજાથી વધુ ભાવુક હોય છે. સાથે જ તેને બીજાની મદદ કરવાનું પણ ગમે છે.

(5) જે લોકોની જમણી આંખની નીચે અને નાકની પાસે તલ હોય છે, તે સ્વભાવથી રહસ્યમયી સ્વભાવ વાળા હોય છે. તેને સમજવા ખુબ મુશ્કેલ હોય છે.

(6) જો કોઈ વ્યક્તિના નાકની શરૂઆત માં બરોબર વચ્ચે તલ હોય તો તેવા લોકો કલ્પનાશીલ હોય છે. તે લોકો કોઈપણ કાર્યને વ્યવસ્થિત રીતે કરવાનું ગમતું નથી.

(7) જે લોકોની ડાબી આંખની નીચે અને નાકની પાસે તલ હોય છે, તે બીજા લોકોથી ઈર્ષા રાખવા વાળા હોઈ શકે છે. એવા લોકો પોતાના માટે વધુ વિચારે છે.

(8) જો કોઈ વ્યક્તિની ડાબી આંખ ની બરોબર નીચે તલ હોય તો તે કામુક સ્વભાવના હોય છે. તેના જીવનસાથી ને આ સ્વભાવની અસર જોવા મળે છે.

(9) જે લોકોની ડાબી આંખના ખૂણા પાસે તલ હોય તે પોતાના પ્રેમી સાથે મારકૂટ અને ઝગડો કરનારા હોય છે. તે લોકો પોતાના પ્રેમીને મેળવવા માટે કોઈ ગુન્હો પણ કરી શકે છે.

(10) જો કોઈ વ્યક્તિની ડાબી આંખની પાપણ ઉપર તલ છે તો સમજી લેવું કે તે મગજથી ખુબ તેજ છે. આવા લોકો પોતાના સિદ્ધાંતો થી મુશ્કેલ કામોમાં સફળતા મેળવે છે.

(11) જો કોઈ વ્યક્તિના નાક ઉપર તલ છે તો તે વધુ મુસાફરી કરનારા હોય છે. આવા લોકોના પ્રેમ સબંધમાં થોડી તકલીફો પણ આવી શકે છે.

(12) જે લોકોની જમણા ગાલના હાડકા ઉપર તલ હોય છે, તે ભાવુક હોય છે. ભાવનાઓ જે લીધે તકલીફોમાં પણ મુકાઈ જાય છે.

(13) જમણા ગાલ ઉપર તલ હોય તો વ્યક્તિ વધુ કામુક હોય છે. થોડા થોડા સમયે પ્રેમી કે જીવનસાથી સાથે મતભેદ થતા રહે છે.

(14) જમણા હાથ તરફ થી નાક ની બરોબર નીચે તલ હોય તો વ્યક્તિ ઉચા વિચારો વાળો હોય છે. આવા લોકો રહસ્યમયી સ્વભાવ વાળા હોય છે. પોતાના વિચારો કોઈને જાણ થવા દેતા નથી. તેમનું ભાગ્ય ઉત્તમ હોય છે.

(15) જો નાકની વચ્ચે નીચે ની તરફ તલ હોય તો વ્યક્તિ સ્વતંત્રતા થી જીવવાનું પસંદ કરતા હોય છે. આવા લોકોને મુસાફરી ખુબ ગમે છે.

(16) જે લોકોના હોઠ ની ઉપર ડાબા હાથ તરફ તલ હોય તો તે પોતાના સંતાન સાથે ખુબ પ્રેમ કરવા વાળા હોય છે. તેમની ઉદારતા ને કારણે કુટુંબીજનોમાં સુખ અને સમૃદ્ધી નું વાતાવરણ રહે છે. તે વિશ્વાસપાત્ર પણ હોય છે.

(17) જો કોઈ વ્યક્તિના નાક ઉપર જમણા હાથ તરફ તલ હોય તો તે કલાત્મક રીતે કાર્ય કરનારા હોય છે. આવા લોકો ઘણી વખત પોતાના કામોથી બીજાને વિચારતા કરી દે છે. તેને ઘણા પ્રેમ સબંધો થઇ શકે છે, પણ લગ્ન પછી પોતાના જીવન સાથી પ્રત્યે સમર્પિત રહે છે.

(18) જમણા હાથ તરફથી અને હોઠ ની બરોબર ઉપર તલ હોય તો વ્યક્તિ પોતાના કાર્યને યોગ્ય રીતે કરે છે. તે લોકો બુદ્ધિશાળી હોય છે અને તેમની કલ્પનાશક્તિ પણ સારી હોય છે.

(19) જો કોઈ વ્યક્તિ ના જમણા હાથ તરફ અને હોઠ ના ખૂણા ઉપર તલ હોય તો વ્યક્તિ પ્રેમાળ સ્વભાવના હોય છે. જીવનસાથી માટે વફાદાર રહે છે. ક્યારે ક્યારે તેના સ્વભાવમાં ઈર્ષા પણ આવી જાય છે.

(20) જે લોકોના ડાબા હાથ તરફ અને ગાલના હાડકા ઉપર અને કાનની બરોબર બાજુમાં તલ હોય છે, તેને સમજવા ખુબ મુશ્કેલ છે. આવા લોકો સારા આયોજક હોય છે.

(21) જે લોકોના ડાબા હાથ તરફ અને ગાલના હાડકા ઉપર અને કાનથી થોડે આગળ તલ હોય છે, તેને બુદ્ધી ક્ષમતા ખુબ સારી હોય છે. તેને એક સરખું જીવન ગમતું નથી. થોડા થોડા સમયે જીવનમાં ફેરફાર ઈચ્છતા હોય છે.

(22) ડાબા હાથ તરફ અને હોઠ ની બરોબર ખૂણામાં તલ હોય તો વ્યક્તિ વધુ કામુક હોય છે. કામુક સ્વભાવને લીધે તેને જીવનમાં ઘણી વખત તકલીફોનો સામનો પણ કરવો પડે છે.

(23) જો કોઈ વ્યક્તિની દાઢી ઉપર ડાબા હાથ તરફ તલ હોય તો વ્યક્તિ ધર્મ બાબત માં રસ ધરાવનારા હોય છે. આવા લોકો ભોતિક સુખ સુવિધાઓ તરફ પણ રસ ધરાવનાર હોય છે.

(24) હોઠ ની બરોબર નીચે તલ હોય તો વ્યક્તિ અસુરક્ષા ના ભાવ સાથે જીવન પસાર કરે છે. તેને સફળતા મેળવવામાં પણ શંકા રહે છે. સ્વાસ્થ્ય ની બાબતમા પણ તેને સાવચેત રહેવું જોઈએ.

(25) જે લોકોની દાઢી ઉપર તલ હોય તો વ્યક્તિ પરંપરાવાદી હોય છે. આવા લોકો કુટુંબને સુખી રાખવાનો પ્રયાસ કરે છે. બીજા લોકોથી તેના સબંધ સારા રહે છે. આમ તો તે લોકો સ્વભાવ થી શાંત હોય છે, પણ ક્યારે ક્યારે તેને ગુસ્સો પણ આવી જાય છે.

જ્યોતિષ મુજબ તલ સબંધ માં આ વાત પણ ધ્યાનમાં રાખવા લાયક છે કે શરીરના બીજા ભાગો ઉપર તલ ની અસર થી આહિયા આપવામાં આવેલ ફલાદેશ બદલાઈ પણ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here