છોકરીએ કરોડો રૂપિયા ખર્ચ કરી ખરીદ્યું નવું ઘર, પરંતુ ઘરમાં પ્રવેશતાજ ઉડી ગયા હોશ

0

છોકરીએ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ખરીદ્યું નવું ઘર, પણ ઘરમાં પ્રવેશતા જ ઉડી ગયા હોંશ!!

બાબત કાંઈક એવી છે જે સાંભળીને તમારા હોંશ ઉડી જશે. અમ તો એક મહિલાએ થોડા દિવસો પહેલા જ કરોડો રૂપિયા ખર્ચ કરીને ઘર ખરીદ્યું પણ તેની સાથે જે થયું તે જાણીને તમે પણ ક્યાંક ઘર કે કાંઈક ખરીદતા પહેલા હજાર વખત વિચારશો.

આપણા બધાનું સપનું હોય છે કે તે પોતાના ઘરમાં રહીએ અને તેના માટે ઘણી મહેનત પણ કરીએ છીએ. પણ શું થાય જયારે તમે તમારી તમામ મિલકત લગાવીને ઘર ખરીદો અને તમારી સાથે કાંઈક આવું થઇ જાય જેને કારણે જ તમને સપનાનું ઘર તમારા માટે ખંડેર લાગવા લાગે.

શું છે પૂરી બાબત?

બાબત અમેરિકા છે, જ્યાં ની રહેનાર હેંજ વ્હીટલી નામની એક મહિલાએ ગયા વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં મીન્સોટા માં પોતાની તમામ મૂડી લગાવીને એક નવું ઘર ખરીદ્યું, પણ તેને કદાચ એ ખબર નહિ હોય કે તેની સાથે કાંઈક ભયાનક થવા જઈ રહ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે હેંજ વ્હીટલી એ આ ઘર લગભગ દોઢ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. પોતાની તમામ મિલકત લગાવવા છતાં પણ હેનજી વ્હીટલી નું સપનું અધૂરું રહી ગયું.

ખાસ કરીને હેંજ વ્હીટલી એ જે ઘર ખરીદ્યું હતું તેમાં સાંપ વસવાટ કરતા હતા. હેંજ વ્હીટલી ને આ વાતની ખબર ત્યારે પડી જયારે તેની પથારી નીચે થી સાંપ નીકળ્યો. આમ તો શરુ માં તો હેંજ વ્હીટલી ને આ નવાઈ ન લાગી કેમ કે સાંપ તો કોઈપણ ઘરમાં નીકળી શકે છે. પણ જયારે છ મહિના ની અંદર ઘરમાં એક પછી એક કરીને ૧૦૦ સાંપ થી વધી સાંપ નીકળ્યા તો હેંજ વ્હીટલી ને સમજાયું કે તેનાથી કેટલી મોટી ભૂલ થઇ છે.

હેંજ વ્હીટલી એ કર્યો છેતરપીંડી નો કેસ

હેંજ વ્હીટલી એ ત્યાર પછી મીડિયા સાથે વાતચીત માં આ વાતનો ખુલાસો કરેલ કે આ ઘર ખરીદવામાં તેણે પોતાના તમામ પૈસા લગાવી દીધા છે. હવે તેની પાસે ક્યાંક બીજે ઘર લેવા માટે પૈસા નથી વધ્યા. આમ તો આ તકલીફનો સામનો કરવા માટે હેંજ વ્હીટલી એ સાંપ કાઢવા વાળા એનીમલ કંટ્રોલ નિષ્ણાંત ને બોલાવેલ. એનીઓમ્લ કંટ્રોલ નિષ્ણાંત ના પ્રયત્નો થી ૧૦૦ થી વધુ સાંપો કાઢવામાં આવ્યા, પણ આ તકલીફ દુર થઇ નથી.

ઘણી મહેનત પછી પણ જયારે એનીમલ કંટ્રોલ નિષ્ણાંત ને સફળતા ન મળી તો તપાસ કરવામાં આવેલ, જેથી સામે આવેલ કે બંગલાની પાસે જ એક દલદલ છે જેમાં સેંકડો સાંપ ભરેલા પડેલ છે. આ વાત સામે આવ્યા પછી વ્હીટલી એ આ બંગલાના માલિક ઉપર છેતરપીંડી નો કેસ કરી દીધો છે. કેમ કે ઘર વેચતી વખતે તેણે આ બંગલા માં સાંપ રહેલા છે તેના વિષે જણાવવામાં આવેલ ન હતું.