આ છે દેશના સૌથી ખતરનાક કમાન્ડો, આવી રીતે થાય છે તેમની ટ્રેનિંગ

0

રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એનએસજીને આ દેશમાં સુરક્ષા માટે સૌથી વધુ વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. તેને તમે બ્લેક કમાન્ડોના નામથી પણ ઓળખો છો, જે આંખના ઝબકારામાં દુશ્મનની કમર તોડી નાખે છે. તે કારણ છે કે વર્ષ ૨૦૦૮માં મુંબઈ ઉપર થયેલા અત્યાર સુધીના સૌથી મોટા આતંકી હુમલો હોય કે પછી પઠાનકોટ એયરફોર્સ સ્ટેશન ઉપરનો હુમલો હોય, આ એનએસજીના વીર જવાનોએ આતંકીઓને મારી પાડ્યા હતા.

ભલે દેશની સુરક્ષા કરવી હોય કે પછી નેતાઓનું રક્ષણ કરવાનું હોય, એનએસજીના આ જવાન હથીયારોથી જ નહિ પરંતુ હથીયાર વગર પણ માર્શલ આર્ટ દ્વારા દુશ્મનને ધૂળ ચાટતા અને વીવીઆઈપીઓની સુરક્ષાનું બરોબર ધ્યાન રાખે છે.

આજથી ૩૫ વર્ષ પહેલા ૧૫ ઓક્ટોબરના દિવસે આ દેશની સર્વોચ્ચ સુરક્ષા માટે એનએસજીની સ્થાપના કરવામાં આવી હતી. પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીની હત્યા પછી કેન્દ્ર સરકારે દેશ અને ખાસ કરીને કશ્મીરમાંથી આતંકીઓને સાફ કરવા માટે આ સંસ્થા નિયુક્ત કરી હતી. આ અંગે આજે અમે તમને જણાવીશું કે, કેમ એનએસજી આપણા દેશમાં સૌથી વિશ્વાસપાત્ર સુરક્ષા એજન્સી બની ગઈ છે?

એનએસજી કમાન્ડોની પસંદગી ભારતની જુદી જુદો ફોર્સ દ્વારા વિશિષ્ઠ જવાનોને વીણી વીણીને કરવામાં આવે છે. એનએસજીમાં ૫૩ ટકા કમાન્ડો સેનામાંથી આવે છે, જયારે ૪૭ ટકા કમાન્ડો પેરામીલીટરી ફોર્સેસ – સીઆરપીએફ, આઈટીબીપી, આરએએફ અને બીએસએફમાંથી આવે છે. આ કમાન્ડોનો વધુમાં વધુ કાર્યનો સમયગાળો પાંચ વર્ષ સુધી હોય છે. તેમનું સુત્ર ‘સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા’ છે જેનો અર્થ છે, ક્યાય પણ કેવી પણ પરિસ્થિતિમાં સર્વોત્તમ સુરક્ષા પૂરી પાડવી.

દેશના સૌથી બાહોશ સિપાહી કહેવાતા બ્લેક કેંટ કમાન્ડો (એનએસજી કમાન્ડો) ખરેખર કેવી રીતે બનાય છે? તે પ્રશ્ન દરેકના મગજમાં હંમેશા રહે છે. કેમ કે જ્યારે પણ દેશના એલીટ એનએસજી કમાન્ડો આતંક વિરુદ્ધ ઓપરેશન ચલાવે છે, તો તે સમયે સૌનો વિશ્વાસ તેની ઉપર હોય છે અને લોકો એવું વિચારે છે કે, છેવટે કઈ ભઠ્ઠીમાંથી પાકીને નીકળે છે આ કમાન્ડો?

તેઓ કોઈ પણ ઓપરેશન દરમિયાન પોતાના કામથી પાછા નથી પડતા. તેના માટે એનએસજી કમાન્ડોનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ થાય છે. કમાન્ડોની તાલીમ ઘણી જ આકરી હોય છે, જેનો સૌથી મોટો હેતુ એ હોય છે કે, વધુમાં વધુ યોગ્ય લોકોની પસંદગી થઇ શકે. બસ આવી રીતે પસંદગી થાય છે. તે પોતપોતાની ફોર્સીસના સર્વશ્રેષ્ઠ સૈનિક હોય છે. ત્યાર પછી પણ તેની પસંદગી ઘણા તબક્કામાંથી પસાર થઈને કરવામાં આવે છે.

સૌથી છેલ્લે આ કમાન્ડો માનેસર એનએસજીની ટ્રેનીંગ સેન્ટર જાય છે. તે દેશના સૌથી કિંમતી અને હોંશિયાર સૈનિક હોય છે, પરંતુ જરૂરી નથી કે તાલીમ સેન્ટર પહોચ્યા પછી પણ કોઈ સૈનિક છેવટે કમાન્ડો બની જ જાય. ૯૦ દિવસની આકરી તાલીમ પહેલા પણ એક અઠવાડિયાની એવી તાલીમ હોય છે, જેમાં ૧૫-૨૦ ટકા સૈનિક છેલ્લી દોડ સુધી પહોચવામાં રહી જાય છે. પરંતુ ત્યાર પછી જે સૈનિક વધે છે અને જો તેમણે ૯૦ દિવસની તાલીમ સફળતાપૂર્વક પૂરી કરી લીધી તો પછી તે દેશના સૌથી શક્તિશાળી કમાન્ડો બની જાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.