ક્રિકેટર ક્રિસ ગેલની ગર્લફ્રેન્ડની લાંબી યાદીમાં બોલીવુડની આ હિરોઇનનું નામ પણ સામેલ છે, જાણો એમની અજાણી વાતો

0

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. આજે અમે તમારા માટે ક્રિકેટ જગતના એક તુફાની બેટ્સમેન સાથે જોડાયેલા સમાચાર લઈને આવ્યા છીએ. અને એ બેટ્સમેન છે વેસ્ટઇન્ડીઝના પાવરફુલ ખેલાડી અને જેને યુનિવર્સલ બોસ કહેવાય છે એવા ક્રિસ ગેલ. એમનું નામ સાંભળતા જ ઘણા બોલરોને ટેંશન આવી જાય છે કે, આજે આ મને ધોઈ ના નાખે તો સારું. તમે બધાએ એમની જોરદાર બેટિંગ તો જોઈ જ છે. એટલે એના વિષે વધારે જણાવવાની જરૂર નથી.

અને આજે અમે તમને એમના સ્ટેડિયમની બહારના જીવન વિષે થોડી વાતો જણાવવાના છીએ. ક્રિસ ગેલની વાત કરવામાં આવે તો તે પોતાના મનનો માલિક છે. અને એમની સ્ટાઇલ બીજાથી અલગ જ છે. તે ગ્રાઉન્ડ પર પણ પોતાની મસ્તીમાં જ હોય છે. તે પોતાની સ્પોર્ટ્સ લાઈફની સાથે સાથે પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહે છે. ઘણી વાર તે ન કરવાનું પણ કરી બેસે છે. જેમ કે ઓસ્ટ્રેલિયાની એક મેચ દરમિયાન, મહિલા પ્રસ્તુતકર્તા સાથેના ખરાબ વર્તન માટે એમની ટીકા પણ થઈ હતી.

એમના અંગત જીવનની વાત કરીએ તો એમની પત્ની સિવાય એમની ઘણી ગર્લફ્રેન્ડ છે. અને એમની ગર્લફ્રેન્ડની યાદી ઘણી લાંબી છે. અને જણાવી દઈએ કે એમની ગર્લફ્રેન્ડની યાદીમાં ભારતીય મહિલા પણ શામેલ છે. ભારતીય અભિનેત્રી અને મોડલ શર્લિન ચોપડા સાથેના ગેલના રોમાંસના સમાચાર પણ ચર્ચામાં રહ્યા છે. વર્ષ 2010માં રમાયેલી આઈપીએલ દરમિયાન તેઓ ચર્ચામાં રહ્યા હતા.

એકવાર શર્લિન અને ક્રિસ ગેલ કલકત્તામાં એક લેટનાઈટ પાર્ટીમાં ડાન્સ કરતા જોવા મળ્યાં હતાં. અને આ બંનેનો ડાન્સનો વિડીયો યુ-ટ્યુબ પર ઘણો વાયરલ થયો હતો. જોકે પાછળથી શર્લીને પોતાના ગેલ સાથેના અફેરને નકારી દીધું હતું. અને શર્લિને એવું જણાવ્યું હતું કે, ગેલે તેને ડેટિંગ માટે ઓફર કરી હતી.

ક્રિસ ગેલની ગર્લફ્રેન્ડ નતાશાનું નામ પણ શામેલ છે. નતાશા વિષે એવું માનવામાં આવે છે કે, તે ગેલની પહેલી ગર્લફ્રેન્ડ હતી. વર્ષ 2005 માં યોજાયેલા આઇસીસીના એક એવોર્ડ સમારોહમાં તે પ્રથમ વખત ગેલ સાથે જોવા મળી હતી. પરંતુ થોડા સમય પછી બંને અલગ થઈ ગયા. ત્યારબાદ, નેન્સી નામની મહિલાનો સંબંધ પણ ગેલ સાથે રહ્યો. અને તે ખુબ લાંબો સમય ચાલ્યો હતો.

નેન્સીએ ગેલ સાથે લગ્ન પણ કર્યા હતા, પણ થોડા સમય પછી બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થઇ જતા તેમણે છૂટાછેડા લઈ લીધા હતા. એવું કહેવામાં આવે છે કે, ગેલના નેન્સી સાથેના સંબંધ દરમ્યાન ગેલ અને નતાશા ફરી એકબીજાની નજીક આવી ગયા હતા. અને નેન્સીનાં છૂટાછેડા નતાશાને લીધે જ થયા હતાં.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.