તમારા દિવસભરના થાકને પળભરમાં દૂર કરશે આ નટખટ જોક્સ.. સાચું ન લાગે તો ક્લિક કરીને વાંચી લેજો

0
6

2આજકાલના સમયમાં કોઈને હસાવવું સૌથી મુશ્કિલ કામ સમજવામાં આવે છે. કોઈનું દિલ દુ:ખાવું ખુબ સરળ હોય છે પણ તેને ખુશી આપવી ખુબ મુશ્કિલ છે. સોસીયલ મીડિયા પર ઘણા જોક્સ એવા પણ હોય છે જે આપણને હસવા પર મજબુર કરી નાખે છે. એવા હસાવવા વાળા ઘણા વિડિઓ સોસીયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે.

સોસીયલ મીડિયા હમણાના સમયમાં પોતાની પ્રતિભા દેખાડવાનું એક પ્લેટફોર્મ બની ગયું છે. અહીંયા લોકો પોતાના દ્વારા બનાવવામાં આવેલ ઘણી સારી વિડિઓ પોસ્ટ કરતા રહે છે. સોસીયલ મીડિયા પોતાનું ટેલેંટ બતાડવાનું સૌથી સસ્તો અને સારો રસ્તો છે. એ માંથી જ કેટલાક વિડિઓ એટલા જલ્દી વાયરલ થઈ જાય છે કે રાતો રાત વ્યક્તિ સ્ટાર બની જાય છે.

રેસિપીઝ વિડિઓઝ, મેકઅપ વિડિઓઝ, કવર સોન્ગ, ડાન્સ વિડિઓઝ જેવા ઘણા મહત્વપૂર્ણ ઉદાહરણ છે. આના સિવાય હસાવવા વાળા જોક્સ પણ લોકોને ખુબ ઇનટ્રેસ્ટ વાંચે છે. એવામાં જે લોકોને હસવાનું પસંદ છે તે ઘણા પ્રકારના જોક્સ સોસીયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. એવું કરવાથી તે બધાના નજરોમાં આવવા માંગે છે. આ જોક્સ એટલા સારા હોય છે કે વ્યક્તિ હસતા-હસતા લોટ-પોટ થઇ જાય છે.

જોક્સની અસર કોઈ દવાથી ઓછી નથી. જે લોકો પરેશાન કે પછી બીમાર હોય છે તે લોકોના માટે જોક્સ મેડિસિન જેવું કામ કરે છે. આ તેમના માટે એક સ્ટ્રેસ બર્સ્ટરની જેમ કામ કરે છે. કેટલાક લોકો તો જોક્સમાં તેમના સંબંધી અથવા મિત્રોને ટેગ પણ કરે છે. આજે અમે તમને એવા કટલાંક એવા જ જોક્સ વંચાવવા જઈ રહ્યા છે જે આજકાલ સોસીયલ મીડિયા પર ખુબ ટ્રેંડમાં છે. આ જોક્સને સોસીયલ મીડિયા પર લખો લાઈક અને શેયર મળ્યા છે અને કમેન્ટની વાત નહિ કરતા. અમે દાવો કરીએ છીએ કે આ જોક્સને વાંચીને તમે પણ તમારી હસીને રોકી શકશો નહિ. તો કોની રાહ જોવો છો વાંચતા જઓ અને હસતા જઓ.

ફોટો નો જોક્સનો જવાબ :

શિક્ષક : પોતાના પિતાનું નામ અંગ્રેજીમાં બોલો

વિદ્યાર્થી : બ્યુટીફૂલ રેડ અન્ડરવેયર

શિક્ષક : શું બોલ્યો? આનો અર્થ?

વિધાર્થી : સુંદર લાલ ચડ્ડા

મળી ગયો જવાબ તો બીજા જોક્સની પણ મજા લો.

1. જોક

છોકરીઓ પરીક્ષામાં 8-10 બોલપેન લઈને જાય છે અને જો એક પેન માંગી લીધી તો મોં એવું બગાડે છે જાણે એક કિડની માંગી લીધી હોય.

2. જોક

કુંવારાની પણ કોઈ જિંદગી છે. જે તરફ પડખું ફરીએ તકિયો જ મળશે. કોઈ જણાવશે કે આનાથી સારી જિંદગી કોઈ હશે? ગર્વ કરો તમારા લગ્ન થયા નથી.

3. જોક

આ અફવા કોને ફેલાવી કે ‘વેલેટાઇન્ડ ડે પર વ્રત રાખવા પર આગલા વર્ષે નવી પ્રેમિકા મળશે. જો આવું કરવા પર ગર્લફ્રેન્ડ મળતી તો પોપટલાલ હજુ કુંવારો નાં હોત.

4 જોક

ગાડી ઝડપી ચલાવવા વાળા થોડી ગાડી ધીરે ચલાવો. તમે તો નીકળી જાઓ છો પણ પાછળ લોકો તમારા માં-બહેનને ખુબ યાદ કરે છે.

શું તમે પણ ચાહો છો કે તમારી માં-બહેનને કોઈ યાદ કરે? અમને ભરોષો છે તમે આવું કરશો નહિ. એટલા માટે ગાડી ધીરે અને સાચવીને ચલાવો.

5. જોક

ગિર્લફ્રેન્ડ બનાવ્યા પછી ઘણી બધા છોકરાઓને ખબર પડે છે કે 200 રૂપિયાની પણ એક ચોકલેટ આવે છે.

શરૂઆતમાં તો ફક્ત 200 રૂપિયાની ચોકલેટ વિષે ખબર પડી છે ધીરે ધીરે જુઓ શું શું ખબર પડે છે.

6. જોક

શિક્ષક : પપ્પુ જણાવ હોસ્પિટલમાં જે + નું નિશાન હોય છે તેનો અર્થ શું થાય છે?”

પપ્પુ : જે ઉભી લીટી છે તે ડોકટર અને જે આડી લીટી છે તે દર્દી

આને વાંચીને તમે જરૂર હસ્યા હશો. પ્લસ સાઇનનો અર્થ આના કરતા સારી રીતે કોઈ જણાવી શકશે તમે કહો?

7. જોક

જંગલમાં મદારી બિન વગાળી રહ્યો હતો. ધ્યાનથી સાંભળજો જંગલમાં મદારી બિન વગાળી રહ્યો હતો. પણ સાપ તેના કરતા વધારે હોશિયાર તે પણ કાનમાં ઈયરફોન લગાવીને બેઠેલો હતો.

8. ફક્ત અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન જ પોતાના દીકરાને બાળપણમાં સાચી સલાહ આપી હતી કે હમણાં ભળી લે, પછી જીવન ભર “એશ” ની સાથે જ રહેવાનું છે. આજે જુઓ આજે અભિષેક, એશ્વરીયા સાથે રહે છે. આ છે સાચી શિખામણ

9 જોક

જયારે પહેલી વાર માણસે માછલીની જાળ નાખીને શિકાર કર્યો હશે તો માછલીએ માણસને શ્રાપ આપ્યો, હે માણસ તું પણ એક દિવસ આવાજ કોઈ ‘નેટ’ માં ફસાઇસશે અને બહાર નહિ નીકળી શકે. માછલીનો શ્રાપ સાચો થઇ ગયો છે આજે માણસ ઈન્ટરનેટની પાક્કી જાળમાં ફેસાઇ ગયો છે.

10. જોક

એક ખાસ સુચના:કાલે કદાચ પવન ન હોય તો મેસેજ કરી મગજની ઘાણી ન કરવી અમોને પણ એ જ આકાશ મળ્યું છે જે તમોને મળ્યું છે.

૧૧. જોક

માણસ એક વિચિત્ર પ્રાણી છે.

જે ભાવુક થઇ જાય તો પોતાની મા ને યાદ કરે છે.

અને ગુસ્સે થઇ જાય તો બીજા ની મા ને…..

૧૨. જોક

કાલે એક મિત્રના ઘેર ગયો. બિચારો માથું પકડી ને બેઠો હતો. મેં પૂછ્યું શુ થયું યાર? મને કહે બાપાએ બદલો લીધો.હું સ્કૂલ માં હતો ત્યારે એ ફીના પૈસા આપતા એમાં થી હું ફીલ્મ જોવા ભાગી જતો. આજે મેં એમને ચારધામ યાત્રા કરવા માટે પૈસા આપ્યા. તો એ બેંગકોક ભાગી ગયા.

૧૩. જોક

ટીન્કી : ચાલ ને શોપીંગ કરવા.

પીન્કી : ના યાર..હમણાં હમણાં કડકી ચાલે છે.

ટીન્કી : તારે 5 બોયફ્રેન્ડ છે. તોય કડકી.

પીન્કી: ના હવે તો 3 જ છે. બે ને તો ભાઇ બનાવી દીધા.

ટીન્કી : ઓહ..! કેમ ભાઈ.?

પીન્કી :ભવિષ્યનું વિચારવા નું કે નહીં. મામેરાનું સેટિંગ પણ કરવું પડે ને…લ્યો આને કોઈ દી મોઘવારી નડે…?

૧૪. જોક

લગ્ન એટલે શું ??

ગલકા અને તુરીયા વચ્ચેનું અંતર ન જાણતો છોકરો સાંજ ના સવા આઠે દુઘ ગરમ કરવા ઉભો રહી જાય..,બસ આ જ લગ્ન

૧૫. જોક

લગ્ન એટલે શું ????

My Life My Rules એવી પોસ્ટ મુકી ને હવા મારતો છોકરો..wife કે તેટલુ પાણી પીતો થઈ જાય ..બસ આ જ લગ્ન..??

૧૬. જોક

લગ્ન એટલે શું ???…

ભલે આખા ભારત મા ફોગ ચાલે

પણ ઘર મા તો પત્ની ઓ નું જ ચાલે છે.

૧૭. જોક

લગ્ન એટલે શું ???…

વાઘની જેમ જીવરાજની ચા પીતો છોકરો બકરી બનીને વાધ-બકરી પીવા લાગે બસ આ જ લગ્ન.

૧૮. જોક

પત્ની (શાકમાર્કેટમાં પતિ ને): સાંભળો છો… ૨ કિલો વટાણા લઉં?

પતિ: હા, લઈ લે… એમા મને શું પૂછે છે…

પત્ની: પૂછવું પડે ને… છોલવાના તમારે જ છે.

૧૯. જોક

આપનું આધારકાર્ડ માર્ચ 2018 સુધીમાં સાસરિયા માં લિંક કરાવો, નહિતર ત્યાંથી મળતી તમામ સુવિધાઓ બંધ થઈ જશે

૨૦.જોક

આ લેખમાં મારાથી કાઈ ભુલ થઇ ગઈ હોય તો એમ સમજીને માફ કરી દેજો કે….

તમે પણ કાઈ હરીશચંદ્રના દિકરા નથી.