દિલ્હીનો તે છેલ્લો હિંદુ સમ્રાટ જેની પ્રેમકહાનીએ ભારતનો ઇતિહાસ બદલી નાખ્યો તમે જાણો છો એના વિશે?

0

દિલ્હીના પાટનગર ઉપર બેસવા વાળા છેલ્લા હિંદુ શાસક અને ભારતના મહાન વીર યોદ્ધાઓમાં ગણવામાં આવતા પૃથ્વીરાજ ચૌહાણનું નામ કોણ નથી જાણતું. તે એક એવા વીર યોદ્ધા હતા જેણે બાળપણમાં જ સિંહનું જડબું ફાડી નાખ્યું હતું, અને તેમણે પોતાની બંને આંખો ગુમાવી દેવા છતાંપણ શબ્દભેદી બાણથી ભરી સભામાં મોહમ્મદ ગૌરીને મૃત્યુનો રસ્તો દેખાડી દીધો હતો.

એ વાત બધા જાણે છે કે, પૃથ્વીરાજ ચૌહાણ એક વીર યોદ્ધા હતા. પરંતુ એ ઘણા ઓછા લોકો જાણતા હશે કે, તે એક પ્રેમી પણ હતા. તે કન્નોજના મહારાજ જય ચંદ્રની પુત્રી સંયોગિતા સાથે પ્રેમ કરતા હતા. બંનેમાં પ્રેમ એટલો હતો કે, રાજકુમારીને મેળવવા માટે પૃથ્વીરાજ ચૌહાણ સ્વયંવર વચ્ચેથી તેમનું અપહરણ કરી લાવ્યા હતા. આજે આ લેખમાં અમે તમને સંયોગીતા અને પૃથ્વીરાજ ચૌહાણની પ્રેમ સ્ટોરીથી લઈને મોહમ્મદ ગૌરીના અંત સુધીની સ્ટોરી જણાવીશું.

દિલ્હીની સત્તા સંભાળતા જ થયો હતો સંયોગીતા સાથે પ્રેમ :

વાત તે દિવસોની છે જયારે પૃથ્વીરાજ ચૌહાણ પોતાના નાના અને દિલ્હીના સમ્રાટ મહારાજ અનંગપાલના મૃત્યુ પછી દિલ્હીની રાજગાદી ઉપર બેઠા. મહારાજા અનંગપાલને કોઈ પુત્ર ન હતા એટલા માટે તેમણે પોતાના જમાઈ અજમેરના મહારાજ અને પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વર સિંહ ચૌહાણને વિનંતી કરી કે, તે પૃથ્વીરાજને દિલ્હીના યુવરાજ જાહેર કરવાની મંજુરી જાહેર કરે.

મહારાજા સોમેશ્વર સિંહે સંમતી દર્શાવી અને પૃથ્વીરાજને દિલ્હીના યુવરાજ જાહેર કર્યા. ઘણા રાજકીય સંઘર્ષો પછી પૃથ્વીરાજ દિલ્હીના સમ્રાટ બન્યા. દિલ્હીની સત્તા સંભાળવાની સાથે જ પૃથ્વીરાજે કન્નોજના મહારાજા જયચંદની પુત્રી સંયોગિતા પસંદ પડી ગઈ.

તેમની સુંદરતાની પ્રશંસા સાંભળી તે રાજકુમારીને જોવા માટે આતુર થઇ ગયા હતા. તે સમયે કન્નોજ પર મહારાજ જયચંદનું રાજ હતું. તેની સુંદર રાજકુમારી હતી જેનું નામ સંયોગિતા હતું. જયચંદ પૃથ્વીરાજની પ્રગતીથી ઈર્ષા કરતા હતા. એક દિવસ કન્નોજમાં એક ચિત્રકાર પન્નારાય આવ્યા જેની પાસે દુનિયાના મહારથીઓના ચિત્ર હતા, અને તેમાંનું એક ચિત્ર હતું દિલ્હીના યુવા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું.

જયારે કન્નોજની છોકરીઓએ પૃથ્વીરાજનું ચિત્ર જોયું તો તે જોતી જ રહી ગઈ. બધી યુવતીઓ તેની સુંદરતાની પ્રશંસા કરતા થાકતી ન હતી. પૃથ્વીરાજની પ્રશંસાની એ વાતો સંયોગિતાના કાન સુધી પહોંચી અને તે પૃથ્વીરાજના તે ચિત્રને જોવા માટે આતુર થઇ ગઈ.

પૃથ્વીરાજના મનમાં રાજકુમારીની મૂર્તિ જોઈ પ્રેમ ઉભરાયો. સંયોગિતા પોતાની સહેલીઓ સાથે તે ચિત્રકાર પાસે પહોંચી અને ચિત્ર દેખાડવાનું જણાવ્યું. ચિત્ર જોઈ પહેલી નજરમાં જ સંયોગિતાએ પોતાનું સર્વસ્વ પૃથ્વીરાજને સોપી દીધું. પરંતુ બંનેનું મિલન એટલું સરળ ન હતું. મહારાજ જયચંદ સાથે મુલાકાત કરી અને રાજકુમારી સંયોગિતાનું એક ચિત્ર બનાવીને તેને દેખાડ્યું, જે જોઇને પૃથ્વીરાજના મનમાં પણ સંયોગિતા માટે પ્રેમ ઉભરાઈ પડ્યો.

તે દિવસોમાં મહારાજ જયચંદે સંયોગિતા માટે એક સ્વયંવરનું આયોજન કર્યું. તેમાં જુદા જુદા રાજ્યોના રાજકુમારો અને મહારાજાઓને આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ ઈર્ષા વશ પૃથ્વીરાજને આ સ્વયંવર માટે આમંત્રણ ન મોકલ્યું.

રાજકુમારીએ વરમાળા મૂર્તિને પહેરાવી અને તે વાસ્તવમાં પૃથ્વીરાજના ગળે પડી :

રાજકુમારીના પિતાએ ચૌહાણનું અપમાન કરવાના હેતુથી સ્વયંવરમાં તેમની એક મૂર્તિને દ્વારપાલની જગ્યાએ ઉભી કરી દીધી. રાજકુમારી સંયોગિતા જયારે વરમાળા માટે સભામાં આવી તો તેને પોતાની પસંદગીના વર (પૃથ્વીરાજ ચૌહાણ) ક્યાંય જોવા ન મળ્યા. તે સમયે તેની નજર દ્વારપાલની જગ્યાએ રાખવામાં આવેલી પૃથ્વીરાજની મૂર્તિ ઉપર પડી, અને તેમણે આગળ વધીને વરમાળા તે મૂર્તિના ગળામાં નાખી દીધી.

વાસ્તવમાં જે સમયે રાજકુમારીએ મૂર્તિમાં વરમાળા નાખવા માંગી બસ તે સમયે પૃથ્વીરાજ પોતે આવીને ત્યાં ઉભા રહી ગયા અને માળા તેમના ગળામાં પડી ગઈ. સંયોગિતા દ્વારા પૃથ્વીરાજના ગળામાં વરમાળા જોઈ તેના પિતા જયચંદ ગુસ્સે થઇ ગયા. તે તલવાર લઈને સંયોગિતાને મારવા માટે આગળ આવ્યા, પરંતુ તે પહેલા કે તે સંયોગિતા પાસે પહોંચે પૃથ્વીરાજ સંયોગિતાને પોતાની સાથે લઈને ત્યાંથી નીકળી ગયા.

પ્રેમના બદલામાં પૃથ્વીરાજને મળી ઘણી તકલીફો :

સ્વયંવરમાંથી રાજકુમારીને ઉપાડી લાવ્યા પછી પૃથ્વીરાજ દિલ્હી માટે રવાના થઇ ગયા. આગળ જયચંદે પૃથ્વીરાજ સાથે બદલો કેવાના હેતુથી મોહમ્મદ ગૌરી સાથે મિત્રતા કરી અને દિલ્હી ઉપર હુમલો કરી દીધો. પૃથ્વીરાજે મોહમ્મદ ગૌરીને ૧૬ વખત હરાવ્યો, પરંતુ પૃથ્વીરાજ ચૌહાણ માણસાઈ દેખાડીને મોહમ્મદ ગૌરીને દરેક વખતે જીવતો છોડી દીધો.

રાજા જયચંદે દગો કરીને મોહમ્મદ ગૌરીને સેનાની મદદ કરી અને તેને કારણે મોહમ્મદ ગૌરીની શક્તિ બમણી થઇ ગઈ, અને ૧૭મી વખતના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ ગૌરી દ્વારા હારવાથી પૃથ્વીરાજ ચૌહાણને મોહમ્મદ ગૌરીના સૈનિકો દ્વારા બંદી બનાવી લીધા. તેમની આંખો ગરમ સળિયાથી ફોડી નાખવામાં આવી. તેની સાથે અલગ અલગ પ્રકારના કષ્ટ પણ આપવામાં આવ્યા.

શબ્દભેદી બાણથી ગૌરીને મારી નાખ્યો :

છેલ્લે ગૌરીએ પૃથ્વીરાજને મારવાનો નિર્ણય લીધો ત્યારે મહાકવી ચંદરબરદાઈએ મોહમ્મદ ગૌરી સુધી પૃથ્વીરાજને આવડતી એક વિશેષ કળા વિષે જણાવ્યું. ચંદરબરદાઈ જો કે એક કવી અને ખાસ દોસ્ત હતા પૃથ્વીરાજ ચૌહાણના, તેમણે જણાવ્યું કે ચૌહાણે શબ્દ ભેદી બાણ છોડવાની કળામાં નિપુણતા પ્રાપ્ત કરી છે.

તે વાત સાંભળી મોહમ્મદ ગૌરીએ રોમાંચિત થઇને તે કળાનું પ્રદર્શન કરવાનો આદેશ કર્યો. પ્રદર્શન દરમિયાન ગૌરીના ‘શાબાસ આરંભ કરો’ શબ્દના ઉદ્ઘોષક સાથે જ ભરી સભામાં ચંદરબરદાઈએ એક દોહા દ્વારા પૃથ્વીરાજને મોહમ્મદ ગૌરીના બેસવાની જગ્યાનો સંકેત આપ્યો જે આ મુજબ છે.

‘चार बांस चौबीस गज, अंगुल अष्ट प्रमाण,

ता ऊपर सुल्तान है मत चुके चौहान।’

ત્યારે અચૂક શબ્દભેદી બાણથી પૃથ્વીરાજે ગૌરીને મારી નાખ્યો. સાથે જ દુશ્મનોના હાથે મરવાથી બચવા માટે ચંદરબરદાઈ અને પૃથ્વીરાજે એક બીજાનો વધ કરી દીધો. જયારે સંયોગિતાને તે વાતની જાણ થઇ તો તે એકદમ વીરાંગનાની જેમ સતી બની ગઈ. ઈતિહાસના સુવર્ણ અક્ષરોમાં આજે પણ આ પ્રેમકહાની અમર છે.

આ માહિતી લાઈવ ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.