શિવ પુરાણમાં જણાવવામાં આવ્યો છે ધનલાભ પ્રાપ્તિનો સરળ ઉપાય, આ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ થશે દૂર

0

એવું જણાવવામાં આવે છે કે, જો વ્યક્તિ ઉપર ભગવાનના આશીર્વાદ હોય તો વ્યક્તિ પોતાનું જીવન હસી ખુશી પસાર કરે છે, અને એને પોતાના જીવનમાં કયારેય પણ કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી. જેવું કે તમે બધા જાણો છો કે, આ સૃષ્ટિની સંરચના ભગવાન શિવજીની ઈચ્છા માત્રથી જ થઇ છે, એટલે જે વ્યક્તિ ભગવાન શિવજીની ભક્તિ કરે છે, એમને આ સંસારની બધી સુખ સુવિધાઓની પ્રાપ્તિ થઇ શકે છે.

ભગવાન શિવજી પોતાના ભક્તોથી ઘણા જલ્દી પ્રસન્ન થઇ જાય છે, અને તે એમની બધી મનોકામનાઓ અવશ્ય પુરી કરે છે. શિવ પુરાણ અનુસાર જે વ્યક્તિ નિયમિત રૂપથી શિવલિંગની પૂજા અર્ચના કરે છે, એમના જીવનના બધા દુઃખ દૂર થાય છે, અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાં માટે વ્યક્તિને શક્તિ મળે છે.

આજકાલના સમયમાં મોટાભાગના બધા લોકો ધન સાથે જોડાયેલી પરેશાનીઓથી ગ્રસ્ત છે, દરેક વ્યક્તિ વધુમાં વધુ ધન કમાવવા માંગે છે, જેના માટે તે મહેનત પણ કરે છે, પરંતુ એમને પોતાની મહેનત અનુસાર ફળની પ્રાપ્તિ નથી થઇ શકતી, અને એમના જીવનમાં પૈસાની કમી રહે છે.

પરંતુ શિવ પુરાણમાં અમુક એવા ચમત્કારી ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને કોઈ વ્યક્તિ કરે છે તો એના જીવનમાંથી ધન સાથે જોડાયેલી સમસ્યા દૂર થઇ શકે છે. શિવ પુરાણ એક એવું શાસ્ત્ર છે, જેમાં શિવજી અને સૃષ્ટિના નિર્માણ સાથે જોડાયેલા ઘણા બધા રહસ્ય જણાવવામાં આવ્યા છે.

શિવ પુરાણમાં ઘન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે જે ઉપાય જણાવવામાં આવ્યા છે, તે ઘણા સરળ છે, અને એનો લાભ તમને અવશ્ય પ્રાપ્ત થશે. તો છેવટે શિવપુરાણમાં એ કયા ઉપાય છે, જેનાથી તમે પોતાની ધનની કમી દૂર કરી શકો છો? આજે અમે તમને એ વિષયમાં જાણકારી આપવાના છીએ.

શિવ પુરાણ અનુસાર ધન પ્રાપ્તિ માટે શિવલિંગ પાસે રોજ દીવો પ્રગટાવો :

શિવ પુરાણમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો વ્યક્તિ પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિની પ્રાપ્તિ કરવા માંગે છે, તો એના માટે રોજ નિયમિત રૂપથી રાતના સમયે શિવલિંગ સમક્ષ દીવો પ્રગટાવો જોઈએ. જો આપણે જુના સમયની વાત કરીએ તો જુના સમયમાં એવી ઘણી બધી પરંપરાઓ પ્રચલિત હતી, જેનું પાલન કરવાથી વ્યક્તિને બધા સુખ મળી શકે છે, અને તે પોતાના જીવનની પરેશાનીઓથી છુટકારો પ્રાપ્ત કરી શકે છે.

જો તમે શુભ ફળની પ્રાપ્તિ કરવા માંગો છો, તો શિવ પુરાણમાં જણાવવામાં આવેલ આ ઉપાયને અવશય કરો, અને રોજ રાતના સમયે શિવલિંગની સામે દીવો પ્રગટાવો.

આ વિષયમાં એક કથા પણ જણાવવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે, પ્રાચીન કાળમાં ગુણનિધિ નામનો એક નિર્ધન વ્યક્તિ હતો, એકવાર તે ભોજનની શોધમાં આમ તેમ ભટકી રહ્યો હતો, ભોજનની શોધ કરતા કરતા ઘણી રાત થઈ ગઈ હતી, ત્યારે તે એક શિવ મંદિરમાં જઈ પહોંચ્યો. ગુણનિધિએ એવું વિચાર્યું કે રાત ઘણી થઇ ગઈ છે, એટલા માટે આ જ મંદિરમાં વિશ્રામ કરવો ઉચિત રહેશે.

પણ રાતનો સમય હતો અને અંધારું પણ ઘણું થઈ ગયું હતું. એવામાં એણે અંધારું દૂર કરવા માટે શિવ મંદિરમાં પોતાનું ઉપરનું વસ્ત્ર સળગાવ્યું. ત્યારે રાતના સમયે ભગવાન શિવજી સામે પ્રકાશ થયો હતો એના ફળ સ્વરૂપ ગુણનિધિએ આગલા જન્મમાં કુબેર દેવનું પદ મળ્યું હતું.

આ કથા અનુસાર એ વાતની ખબર પડે છે કે, વ્યક્તિએ રોજ શિવ મંદિરમાં રાતના સમયે દીવો અવશ્ય પ્રગટાવો જોઈએ. એનાથી એને ધન-સંપત્તિ અને એશ્વર્યા પ્રાપ્ત થશે. જો તમે નિયમિત રૂપથી રાતના સમયે શિવલિંગની સમક્ષ દીવો પ્રગટાવો છો, અને દીવો પ્રગટાવતા સમયે ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરો છો, તો એનાથી તમારા જીવનમાંથી ધનની કમી દૂર થઇ શકે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.