આ વર્ષે ધનતેરસ રહેશે ખૂબ ખાસ. કરો આ ઉપાય, ઘરમાં લક્ષ્મીનો થશે નિવાસ, ભરેલા રહેશે ધનના ભંડાર

0

વર્ષ દરમિયાન ઘણા તહેવાર આવે છે અને બધા તહેવારોની પોતપોતાની માન્યતા હોય છે. એ જ તહેવારોમાંથી ધનતેરસનો તહેવાર ઘણો ખાસ માનવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર ઘણો ખાસ સંયોગ લઈને આવી રહ્યો છે. ધનતેરસના દિવસે લોકો સોનું, ચાંદી વગેરે ધાતુની ખરીદી કરે છે. એવું માનવામાં આવે છે કે, આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી રહેતી નથી.

જો ધનતેરસના દિવસે આવી કોઈ વસ્તુની ખરીદી કરવામાં આવે, તો આનાથી ભગવાન ધન્વંતરીની સાથે સાથે કુબેર દેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ આ સિવાય પણ ધનતેરસના દિવસે તમે કાંઈક વિશેષ અને અચૂક ઉપાય કરીને પોતાના જીવનમાં ધન સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર કરી શકો છો.

શાસ્ત્રો અનુસાર ધનતેરસના દિવસે અમુક ઉપાય કરવામાં આવે, તો તેનાથી ધનની દેવી માતા લક્ષ્મીજી હંમેશા માટે ઘરમાં નિવાસ કરે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર ૨૫ ઓક્ટોબર ૨૦૧૯ એટલે કે શુક્રવારના દિવસે છે, અને આ દિવસ ઘણો ખાસ છે. આજે અમે તમને અમુક એવા અચૂક ઉપાય કહીશું જેનાથી તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી સમસ્યા દૂર થશે.

ધનતેરસના દિવસે કરો આ ઉપાય :

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવી જોઈએ. જો તમે આ દિવસે તેમની પૂજા કરો છો તો તેનાથી તમારા ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

તમે ધનતેરસના દિવસે નવું ઝાડુ અને સુપડી ખરીદીને ઘરે લાવો અને તેની પૂજા કરો.

તમે ધનતેરસના દિવસે સુર્યાસ્ત પહેલા પોતાના ઘર અને દુકાન વગેરેમાં દીવો કરો. જો તમે આ દિવસે દીવો કરી રોશની કરો છો, તો તમારા જીવનમાં ચાલી રહેલી બધી પરેશાનીઓ દૂર થાય છે.

ધનતેરસના દિવસે લોકો ઘણી જગ્યાએ દીવો કરે છે, પણ જો તમે તમારા ઘરની નજીક કોઈ મંદિર, ગૌશાળા, નદી, ઘાટ, કુવા, તળાવ કે બગીચામાં દીવો કરશો, તો તમારા જીવનમાં ખુશીઓ આવશે અને ધનનો ક્યારેય અભાવ નહિ રહે.

જો તમે ધનતેરસના દિવસે પોતાના સામર્થ્ય અનુસાર તાંબુ, પિત્તળ, ચાંદી અને ઘરમાં ઉપયોગમાં આવનાર નવા વાસણની ખરીદી કરી શકો છો તો જરૂર કરો. આ દિવસે સોના ચાંદીના આભૂષણ ખરીદવા પણ શુભ માનવામાં આવે છે.

જો તમે ધનતેરસના દિવસે હળથી ખોદેલી માટીને દૂધમાં પલાળી તેમાં સેમરની ડાળી નાખી ત્રણ વાર પોતાના શરીર પર ફેરવો છો, તો તેનાથી જીવનમાં રહેલી ઘણી મુશ્કેલીઓ દૂર થાય છે.

જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધન સંબંધી મુશ્કેલીઓ દૂર થઈ જાય, તો આવી સ્થિતિમાં તમે ધનતેરસના દિવસે કાર્તિક સ્નાન કરી પ્રદોષ કાળમાં ગૌશાળામાં, કૂવામાં, મંદિર કે કોઈ ઘાટ વગેરે જગ્યાએ દીવો કરો. આ ઉપાયથી તમારા જીવનમાં પૈસાને લગતી કોઈ પણ મુશ્કેલી છે તો તે દૂર થઈ જશે.

ધનતેરસનો દિવસ ઘણો ખાસ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જો તમે આ દિવસે માતા લક્ષ્મી અને ગણેશની ચાંદીની પ્રતિમા પોતાના ઘરમાં લઈ આવો છો, તો તેનાથી વેપારમાં સતત સફળતા મળે છે. આ સિવાય ધનની પ્રાપ્તિ પણ થાય છે. ઉપર અમુક ઉપાય બતાવવામાં આવ્યા છે. આ ઉપાયને કરવાથી તમને તમારા જીવનમાં નક્કી લાભ પ્રાપ્ત થશે, આ માટે ધનતેરસના ખાસ સંયોગ પર આ ઉપાયને અજમાવીને જુવો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.