ધનુ રાશિમાં ગુરુ, શનિ અને કેતુની ટોળકીથી થશે ભાગ્યોદય, અટકેલા કામ પુરા થશે

0

૨૯૭ વર્ષો પછી ઉભા થશે વિશેષ યોગ : દેશહિતમાં થશે ઘણા નિર્ણય, 3 મહિના સુધી ગુરુ, શનિ અને કેતુની જોડી ધનુ રાશિમાં રહેશે. દેવ ગુરુ બૃહસ્પતી 4 નવેમ્બરના રોજ સાંજે ૭.૧૮ વાગ્યે પોતાની મૂળ ત્રિકોણ રાશિ ધનુમાં પ્રવેશ કરશે. દેવ ગુરુ બૃહસ્પતીને મહત્વનો ગ્રહ માનવામાં આવે છે. ડીસેમ્બર ૧૭૨૨ પછી છેક ૨૯૭ વર્ષો પછી ગુરુ, શનિ અને કેતુનું જોડાણ થવા જઈ રહ્યું છે. એટલા માટે જ્યોતિષ શાસ્ત્રમાં આ ઘટનાને મહત્વની ગણવામાં આવી રહી છે.

જ્યોતીષાચાર્ય અમિત જૈને જણાવ્યું કે, બૃહસ્પતી(ગુરુ) ના ધનુ રાશિમાં પ્રવેશ વખતે એક બીજો મહત્વનો ગ્રહ શનિ પણ ધનુ રાશિમાં રહેશે. આ સ્થિતિ ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ સુધી ત્યાં સુધી બની રહેશે, જ્યાં સુધી શનિ પોતાની સ્વ રાશિ મકરમાં પ્રવેશ નથી કરતા. આવી રીતે લગભગ ૩ મહિના સુધી ગુરુ અને શનિનું જોડાણ ધનુ રાશિમાં રહેશે.

આ ફેરફાર જોવા મળશે :

અમિત જૈને જણાવ્યું કે, ગુરુના કાળ ખંડમાં વક્રીય અને માર્ગીય ગતિના સમયે વેપાર, ધંધા, સોનું, તાંબુ અને સરસીયું અને સોયાબીનમાં તેજી મંદીનું વાતાવરણ રહેશે. દેશહિતમાં જુના ધાર્મિક વિવાદ ઉકેલાશે. ભારતીય અર્થવ્યવસ્થા માટે મોટી સિદ્ધી મળી શકે છે. મંગળ ભૂમિ પુત્ર છે, એટલા માટે આ સંચારને કારણે રીયલ એસ્ટેટનો ધંધામાં પ્રગતી થઇ શકે છે. કેન્દ્રમાં સત્તાધારી પક્ષની કાર્યપદ્ધતિમાં મહત્વના ફેરફાર જોવા મળશે.

રાશિઓ ઉપર આ અસર :

મેષ : ભાગ્યોદય થશે.

વૃષભ : રોગ, પીડા ધન ખર્ચ.

મિથુન : નોકરી વેપારમાં લાભ.

કર્ક : અચાનક ધન લાભ, પ્રમોશન.

સિંહ : નવી જવાબદારી મળશે.

કન્યા : મન ધર્મ તરફ વધુ આગળ રહેશે.

તુલા : પ્રતિષ્ઠા અને આજીવિકામાં વૃદ્ધી.

ધનુ : અટકેલા કામ પુરા થશે.

મકર : પરિવારમાં શુભ કાર્ય થશે.

કુંભ : ભૌતિક સંસાધનોમાં વૃદ્ધી થશે.

મીન : આત્મવિશ્વાસમાં વધારો થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.