એક સમયે ધર્મેન્દ્રને પોતાની બાલ્કનીમાં સુવડાવ્યો હતો આ મહિલાએ, આજે એમના સંબંધ લોહીથી પણ ખાસ છે

0

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, વાત ફિલ્મી હીરો હિરોઈનની હોય કે સામાન્ય માણસોની, ઘણી વખત લોકોના જીવનમાં અમુક સંબંધો એવા બની જાય છે જે લોહીના સંબંધો કરતા પણ વધારે મહત્વ ધરાવે છે. અને એ સંબંધો જીવનભર એક ખાસ સંબંધ બનીને રહી જાય છે. આજે અમે તમને બોલીવુડના સુપર સ્ટાર ધર્મેન્દ્રના એક એવા જ સંબંધ વિષે જણાવીશું.

એ તો જાણતા જ હશો કે ધર્મેન્દ્ર ઘણા ઇમોશનલ માણસ છે. એન તે ઘણી વખત પોતાની જૂની વાતોને યાદ કરીને તે ભાવૂક થઇ જાય છે. એમના ફેન્સને ખબર જ હશે કે, તે સોશિયલ મીડિયા પર પોતાના દિલની ભાવનાઓ શબ્દો તરીકે લોકોને જણાવે છે. અને હાલમાં જ રક્ષાબંધનના તહેવારના એક દિવસ અગાઉ એમણે પોતાના દિલની વાત લોકો સાથે શેયર કરી હતી. જણાવી દઈએ કે ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરી હતી જેમાં તે પોતાની એક એવી બહેનને યાદ કરીને ભાવુક થઇ ગયા હતા, જેમણે સંઘર્ષના દિવસોમાં તેનો સાથ આપ્યો હતો.

જાણકારી માટે જણાવી દઈએ કે ધર્મેન્દ્રના એ બહેન તેમના જ ગામના હતા, અને ધર્મેન્દ્ર જયારે બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા એ દિવસોમાં તે મુંબઇના માટુંગા રોડ વિસ્તારમાં રેલવે ક્વાર્ટરમાં રહેતા હતા. ધર્મેન્દ્ર જ્યારે હીરો બનવાનું સપનું લઈને મુંબઇ આવ્યા હતા, ત્યારે એમની પાસે પોતાનું ઘર ન હતું એટલે તે તેમની એ બહેનના ઘરમાં જ રહેતા હતા.

તે ધર્મેન્દ્રને પોતાના ભાઇની જેમ માનતા હતા અને દર વર્ષે રક્ષાબંધન પર રાખડી પણ બાંધતા હતા. જો કે હવે તે દુનિયામાં રહ્યા નથી. પણ ધર્મેન્દ્રને એમની ખુબ યાદ આવે છે. એમને પોતાની આ બહેનનો ફોટો શેયર કરીને તેમને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, મારા ગામની આ દેવીએ મારા સંઘર્ષના દિવસોમાં મને પોતાના રેલવે ક્વાટરની બાલ્કનીમાં રહેવા માટે જગ્યા આપી હતી. રક્ષાબંધનના દિવસે એમની ઘણી યાદ આવે છે.

આપણા બધામાંથી પણ ઘણા લોકોના જીવનમાં એવા વ્યક્તિ રહ્યા હશે, કે જેમની સાથેનો સંબંધ લોહીના સંબંધ કરતા પણ મજબુત હશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.