વિદેશી પણ એકવાર ખાઈ ને થઇ જાય છે આ વાનગી નાં દીવાના જાણો ધુધરા બનાવવાની રીત

0

આજે આપણે બનાવીશું ધુધરા. ધુધરાને ધરે બનાવવા છે પણ ખુબ સરળ તો પણ ઘણીવાર તેને બનાવતી વખતે ઘણાને કોઈને કોઈ પ્રોબ્લેમ થતી હોય છે. તો એવું ના થાય એના માટે પણ અમે તમને રેસિપીની વચ્ચે જણાવતા રહીશું. અને ધુધરા બનાવવા માટે જેની ડિજાઇન હોય છે જેને ગુજરાતીમાં કાંગરી કહીયે છીએ, એ કેવી રીતે જાળવવી તે પણ અમે તમને આજે જણાવવાના છીએ. મોલ્ડથી (બીબું) ધુધરા કેવી રીતે બનાવવા કેમ કે ઘણીવાર મોલ્ડથી બનાવેલા ધુધરા પણ ફ્રાઈ કરતી વખતે ખુલી જતા હોય છે. તો એવું ના થાય એના માટે પણ શું ધ્યાન રાખવું એ પણ અમે તમને રેસિપીના વચ્ચે જણાવતા રહીશું. તો ચાલો ઘરે ધુધરા સરળ અને પરફેક્ટ કેવી રીતે બનાવવા તે જાણી લો. (મોલ્ડ એટલે બીબા ઘૂઘરા બનાવવા નાં પ્લાસ્ટિક નાં બીબા બજાર માં મળતા હોય છે )

સામગ્રી

1/4 કપ ઘી

3/4 કપ સોજી

1/2 કપ કોપરાની છીણ

1/2 કપ સાકર પાઉડર

2 મોટી ચમચી કિસમિસ

2 મોટી ચમચી બદામ

2 મોટી ચમચી સૂકી દ્રાક્ષ

1 નાની ચમચી ઈલાયચી અને જાયફળનું પાઉડર

2 કપ મૈંદા

2 મોટી ચમચી ઘી

1/2 કપ પાણી

રીત

સૌથી પહેલા એક વાસણમાં 1/4 કપ ઘી ગરમ કરવા મૂકી દેવાનું છે. ઘી ગરમ થાય એટલે એમાં સુજી એડ કરવાની છે. હવે સોજીને આપણે સ્લો ટુ મીડીયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી સેકવાનું છે. અને એને સતત હલાવતા રહેવાનું છે. સ્ટફિંગનો પૂરો ટેસ્ટ તમે કેવી રીતે સેકો છો તેના ઉપર આધાર રાખે છે. વચ્ચે એને હલાવતા રહેવાનું છે જેથી તે સરસ રીતે સેકાય જાય, જયારે સોજી શેકાવવા આવે ત્યારે ગેસને ધીમે કરી દેવાનું છે. હવે એમાં કોપરાનું છીણ એડ કરી દેવાનું છે. ત્યારબાદ એને મિક્ષ કરી લેવાનું છે.

આ પહેલાથી ડ્રાય હોય એટલે એને સેકવાની જરૂર ના પડે પણ કદાચ થોડું ગણું મોઈસ્ચર હોય તે જતું રહે. એટલે જયારે સુજી ગરમ હોય ત્યારેજ એને એડ કરી દેવાનું હોય છે. સોજી અને કોપરાનું છીણ સરસ રીતે મિક્ષ થઇ જાય એટલે ગેસ બંધ કરો દેવાનું છે. ગેસ બંધ કરી થોડું હલાવીને એમાં જ ઈલાઇચી અને જાયફળનું પાઉડર એડ કરી લેવાનું છે. અને એને પણ સરસ રીતે મિક્ષ કરી લેવાનું છે. મિક્ષ થઇ ગયા પછી સ્ટફિંગ ને એકદમ ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે.

હવે આમાં સૂકી દ્રાક્ષ અને સાકર નો  પાઉડર એડ કરવાનું છે, અને તેને હલાવી નાખવાનું છે અને સાકરનું પ્રમાણ તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. હવે આમાં અર્ધકચર વાટેલી બદામ એડ કરવાનું છે. તે બધાને સરસ રીતે મિક્ષ કરી લેવાનું છે. સ્ટફિંગ હવે તૈયાર છે.

હવે લોટ બાંધવા, હવે એક વાસણમાં મેદો ચાળી લેવાનો છે. હવે એમાં 2 મોટી ચમચી ઘી એડ કરવાનું છે. હવે એને હાથ વડે થોડું હલાવી નાખો, ઘી સારી રીતે મિક્ષ થઇ ગયા બાદ એમાં થોડું થોડું પાણી એડ કરી જે આપણે ઘઉંની પૂરીનો લોટ બાંધ્યો છે એવી રીતે લોટ બાંધી લેવાનો છે. લોટ બધાઈ ગયા બાદ હાથમાં ઘી લઈને એને 2 થી 3 મિનિટ મસળી લેવાનું છે. 2 થી 3 મિનિટ મસળી ગયા બાદ લોટને 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને રાખવાનું છે. 10 મિનિટ બાદ લોટને એક વાર મસળી લેવાનું છે. હવે એમાંથી એક લુવો બનાવી અને તેની પુરી વાળી લેવાનું છે.

મીડીયમ જાડાઈ ની પુરી વળવાની છે. પુરી વણાઈ ગયા બાદ એની વચ્ચે જે આપણે સ્ટફિંગ તૈયાર કરેલ છે તેમાં 2 નાની ચમચી એડ કરવાનું છે. ક્યાંય પુરીનાં કિનારી પાસે સ્ટફિંગ ના રહેવું જોઈએં જો રહી જાય તો એને વચ્ચે લાવી દેવાનું છે. જો કિનારી પર સ્ટફિંગ રહી જાય તો તે પ્રોપર ચીપકે નહિ અને ફ્રાઈ કરર્તી વખતે તે ખુલી જાય છે. હવે પુરીની બધી કિનારી ઉપર થોડુ સાદું પાણી લગાવી દેવાનું છે. હવે પૂરીને એક બાજુથી ઉંચકીને બીજી બીજી બાજુ ચીપકાવતા રહેવાનું છે, સરસ રીતે એને ચિપકાવી દેવાનું છે.

પહેલા હાથથી ઘૂઘરો કેવી રીતે બનાવવો એમાં સૌથી પહેલા એક બાજુ ની જે કિનારી હોય છે એને અંદર ની બાજુ દબાવવનું છે જેવું તમે દબાવશો એટલે તે મેદો હોવાના કારણે જે દબાવેલો બેગ ઉપર આવે એને પણ અંદર ની સાઈડ દબાતા જવાનું છે. આ રીત ખુબજ સરળ છે શરૂઆતમાં એક કે બે ધુધરામાં પ્રોબ્લેમ થાય પણ એટલું અઘરું નથી સરળ રીતે તમને આવડી જશે આમાં જે છેલ્લે જે લોટ વધે એને પાછળની સાઈડ દબાવી દેવાનું છે. આ રીતે તમે હાથથી ધુધરા બનાવી શકો છો.

બીજી રીતે તમે એજ રીતે પુરી વળી લેવાની છે આ ઘૂઘરો આપણે મૂળમાં બનાવવા છીએ એટલે પૂરીને મોલ્ડની ઉપર મૂકી દેવાનું છે. અને મોલ્ડને હાથ વડે અર્ધો ખોલ્યો હોય એ રીતે પકડી લેવાનું છે, હવે એમાં સ્ટફિંગ ભરી દેવાનું છે. અને સ્ટફિંગને થોડું દબાવવાનું છે જેથી કિનારી ઉપર ચોંટે પણ નહિ, અને ઘૂઘરો બનાવતી વખતે એ બહાર ન આવે, ક્યાંય પણ કિનારી પર સ્ટફિંગ ના હોવું જોઈએ જો હોય તો હાથમાં થોડું પાણી લગાવીને તેને નીકળી લેવું, સ્ટફિંગ ને સરસ રીતે અંદર દબાવી દેવાનું છે. હવે મોલ્ડ ને ટાઈટ બંધ કરી દેવાનું છે અને વધારાનો જે લોટ હોય એને નીકળી લેવાનું છે. ત્યારબાદ મોલ્ડ ને ખોલીને ધુધરા નીકળી લેવાના છે. આ રીતે તમે મોળમાં પણ સરસ રીતે ધુધરા બનાવી શકો છો. તમે હાથથી કે મોલ્ડ થી જે રીતે બનાવવાનું સરળ પડે તે રીતે બનાવી લેવા અને ધુધરાને ઢાંકીને રાખવા ધુધરા સુકાઈ ના જવા જોઈએ.

હવે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને તેમાં લોટનો નાનો ટુકડો અંદર નાખો અને તે ધીરેથી ઉપર આવે તેવું તેલ ગરમ જોઈએ. તેલ ગરમ થાય એટલે એમાં ધુધરા એડ કરી લેવાના છે. હવે ધુધરાને સ્લો ટુ મીડીયમ ગેસ ઉપર લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાઈ કરવાના છે. વચ્ચે વચ્ચે એને ફેરવતા રહેવાનું છે. તે લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે તેને નીકળી લેવાનું છે અને તેજ રીતે બધા ધુધરા ફ્રાઈ કરી લેવાના છે. હવે આપણા ધુધરા સર્વિંગ માટે તૈયાર છે. જયારે આ એકદમ ઠંડા થઇ જાય એટલે એને ડબ્બામાં ભરી 10 થી 15 દિવસ સ્ટોર કરી શકો છો. આમાં માવાનો ઉપયોગ નથી કરવાના કારણે તે બહાર રહશે, અને લોટ બાંધવા અને તેને ફ્રાઈ કરવામાં વધારે ધ્યાન આપશો તો ધુધરા વધારે સરસ બને છે.

વીડિઓ :