દીવો પ્રગટાવતા સમયે બોલી દો બસ આ એક મંત્ર, બની જશે ધન પ્રાપ્તિના યોગ.

0

હિંદુ ધર્મમાં દીવડો ઘણો શુભ માનવામાં આવે છે અને દરેક પૂજા કે હવન દરમિયાન દીવડો જરૂર પ્રગટાવવામાં આવે છે. ઘણા લોકો પોતાના ઘરમાં રોજ સવારે અને સાંજે દીવડો પ્રગટાવતા હોય છે. ઘરમાં દીવડો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્ત્જા જળવાઈ રહે છે અને ઘરનું વાતાવરણ હંમેશા સારું બનેલું રહે છે. જ્યોતિષ મુજબ પૂજા દરમિયાન દીવડો પ્રગટાવવાથી પૂજા સફળ રહે છે અને દીવડો જેટલો વધુ સમય સુધી સળગતો રહે છે એટલું જ શુભ માનવામાં આવે છે.

જાણો દીવડો પ્રગટાવવા સાથે જોડાયેલી થોડી મહત્વની વાતો :

આ દિશામાં પ્રગટાવો દીવડો :-

ઘરમાં દીવડો પ્રગટાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે દીવડાની વાટ હંમેશા પૂર્વ અને ઉત્તર દિશામાં જ હોય. જો તમે તુલસીના છોડ સામે પણ દીવડો પ્રગટાવો છો કે પછી કોઈ સ્થાન ઉપર તેને મુકો છો, તો તેની વાટ પૂર્વ અને ઉત્તર દિશા સિવાય બીજી કોઈ દશા તરફ ન હોય. એવું કહેવામાં આવે છે કે આ દિશામાં દીવડો પ્રગટાવવાથી ધન પ્રાપ્તિના યોગ ઉભા થાય છે.

માત્ર આ પ્રકારના દીવડાનો કરો ઉપયોગ

માટીમાંથી બનેલા દીવડાનો ઉપયોગ કરવો સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આમ તો જયારે તમે માટીમાંથી બનેલો દીવડો પ્રગટાવો તો એ વાત ધ્યાનમાં રાખો કે દીવડો તૂટેલો ન હોય અને ન તો ગંદો હોય. પૂજામાં દીવડાનો ઉપયોગ કરતા પહેલા તેને જરૂર પાણીથી સાફ કરી લો અને પછી તેનો ઉપયોગ પૂજામાં કરો.

એક વખત જ કરો ઉપયોગ

ઘણા લોકો એવા હોય છે. જે એક જ દીવડાનો વારંવાર ઉપયોગ કરે છે. જે ખોટું માનવામાં આવે છે. એક દીવડાનો ઉપયોગ માત્ર એક જ વખત કરવો જોઈએ અને ઉપયોગ કર્યા પછી દીવડાને પાણીમાં કે પછી કોઈ ઝાડ નીચે મૂકી દેવો જોઈએ.

ઘી અને તેલના દીવડા પ્રગટાવવા સાથે જોડાયેલા લાભ

ઘી નો દીવડો પ્રગટાવવાથી મનોકામના પૂરી થઇ જાય છે અને જીવનમાં શાંતિ આવે છે. અને તેલનો દીવડો પ્રગટાવવાથી દુઃખ અને તકલીફો તમારાથી દુર રહે છે. આમ તો તમે એ વાતનું ધ્યાન રાખો કે ક્યારે પણ તમે ઘી અને તેલને ભેળવીને દીવડો ન પ્રગટાવો.

કરો આ મંત્રના જાપ

દીવડો પ્રગટાવતી વખતે જો તમે નીચે જણાવવામાં આવેલા મંત્રનો જાપ કરો છો, તો ઘણા પ્રકારના લાભ મળે છે. ગ્રંથો મુજબ આ મંત્રના જાપ કરવાથી દુશ્મનો ઉપર વિજય મળે છે, ઘરમાં શાંતિ જળવાઈ રહે છે અને ધન સંપત્તિમાં પણ વૃદ્ધી થાય છે. સાથે જ તમારી દરેક મનોકામના પણ પૂરી થઇ જાય છે. એટલા માટે જયારે પણ દીવડો મંદિર કે હવન દરમિયાન પ્રગટાવો તો આ મંત્રના જાપ કરી લો.

મંત્ર

दीपज्योति: परब्रह्म: दीपज्योति: जनार्दन:।

दीपोहरतिमे पापं संध्यादीपं नामोस्तुते।।

शुभं करोतु कल्याणमारोग्यं सुखं सम्पदां।

शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति।।

વેપારમાં પ્રગતી માટે

જો તમે તમારા વેપારને સફળ બનાવવા માગો છો કે પછી પોતાની કારકિર્દીમાં પ્રગતી મેળવવા માગો છો, તો તમે રોજ ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીજી સામે ઘી નો દીવડો પ્રગટાવો. એમ કરવાથી તમને તમારા જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળી જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.