ખુશખબર : 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને દિવાળીની ગિફ્ટ, જાણો સુ આપવાની છે સરકાર

0

સરકારી કર્મચારીઓને વર્ષમાં બે વખત મોંઘવારી વધારો આપવામાં આવે છે. આ વધારો મોંઘવારીને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. આ વર્ષનો જુલાઈથી ચડેલો મોંઘવારી વધારો સરકારે જાહેર કર્યો છે. આવો જાણીએ તેના વિષે વિસ્તારથી.

મોદી સરકારે સરકારી કર્મચારીઓ અને પેંશનર્સને દિવાળીની ભેંટ આપી છે. સરકારે બુધવારે મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી ૫૦ લાખ કર્મચારીઓને ફાયદો થશે. આ વધેલી મોંઘવારીના દર આ વર્ષ જુલાઈથી જ લાગુ થશે. સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબીનેટની બેઠક પછી જાહેરાત કરી છે કે, સરકારે ડીએને ૧૨ ટકાથી વધારીને ૧૭ ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠકમાં મંજુર થયો છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ૫૦ લાખ સરકારી કર્મચારીઓ સાથે જ ૬૫ લાખ પેંશનર્સને પણ ફાયદો થશે. જો કે, આ નિર્ણયથી સરકારી તિજોરી ઉપર ૧૬ હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે, જે વધતી રાજકીય ઘટ વચ્ચે સરકારની મુશ્કેલીમાં વધારો કરશે.

ડીએમાં પહેલી વખત થયો એક સાથે આટલો વધારો :

જાવડેકરના જણાવ્યા મુજબ ડીએમાં એક વખતમાં કરવામાં આવેલો આ સૌથી મોટો વધારો છે. તેમણે જણાવ્યું કે, પહેલી વખત એવું થયું છે કે, કેન્દ્ર સરકારે એક વખતમાં ડીએમાં પાંચ ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એ પણ જણાવ્યું કે, મોંઘવારી ભથ્થું આ પહેલા માત્ર ૨-૩ ટકા સુધી જ વધતું હતું, જે મોદી સરકાર દ્વારા હવે પાંચ ટકા વધારવાનો નિર્ણય થયો છે.

છેલ્લા એક વર્ષમાં બીજી વખત થયો વધારો :

મોંઘવારી ભથ્થામાં છેલ્લા એક વર્ષમાં બીજી વખત વધારો થયો છે. મોદી સરકારે પોતાના પહેલા સત્રમાં સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોના મોંઘવારી ભથ્થાને ૯ ટકાથી વધારીને ૧૨ ટકા કરી હતી. આ સમયે સરકારે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ૯૧૬૮.૧૨ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

આ છે કેબીનેટના બીજા નિર્ણય :

કેન્દ્રીય મંત્રી જાવડેકરે એક બીજી મહત્વની જાહેરાત વિષે જણાવતા કહ્યું કે, સરકારે આશા વર્કર્સનું માનદ વેતન ૧,૦૦૦ રૂપિયાથી વધારીને ૨,૦૦૦ રૂપિયા કરી દીધૂ છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, કેબીનેટે એક બીજો મહત્વનો નિર્ણય લીધો છે. તેની હેઠળ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ લાભ પ્રાપ્ત કરવા માટે હવે ૩૦ નવેમ્બર સુધી આધારની સીડિંગ કરાવવામાં આવી શકે છે.

સાતમાં પગાર પંચની હતી ભલામણ :

મોંઘવારી ભથ્થામાં આ વધારો સાતમાં પગાર પંચની ભલામણ ઉપર આધારિત છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ નિર્ણય દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ માટે ખુશાલી લાવશે. આ વર્ષ ૨૭ ઓક્ટોમ્બરના રોજ દિવાળીનો તહેવાર મનાવવામાં આવશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.