રાજ્ય સરકારે હવે વિદ્યાર્થીઓને આપી આ મોટી દિવાળી ગિફ્ટ, જાણો શું કરી જાહેરાત?

0

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, સરકાર દ્વારા થોડા થોડા સમયે નવી નવી જાહેરાતો કરવામાં આવતી હોય છે, તેમજ ઘણી વાર નવી યોજનો પણ બહાર પાડવામાં આવતી હોય છે, જેમાં દેશની જનતાને ફાયદો થાય એવી યોજના બહાર પાડવામાં આવે છે. આ વર્ષે પણ ઘણી જાહેરાતો થઈ છે. અને હમણાં થોડા દિવસ પહેલા જ સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર માટે ખુશીના સમાચાર આપતી જાહેરાત કરી હતી.

જાણકારી માટે જણાવી દઈએ કે, સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કર્યો છે. અને સરકારે આશા વર્કર્સનું માનદ વેતન ૧,૦૦૦ રૂપિયાથી વધારીને ૨,૦૦૦ રૂપિયા કરી દીધૂ છે. અને ગુજરાત સરકારની વાત કરીએ તો, તેમણે હાલમાં જ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને એક મોટી ભેટ આપી છે.

સુત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, રાજ્ય સરકારે ગુજરાતના 5 જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરી છે. જી હા, ટૂંક સમયમાં મેડીકલ લાઈનના વિદ્યાર્થીઓને 5 નવી કોલેજ મળી જશે. અને આ 5 જિલ્લાઓમાંથી 3 જિલ્લાઓની હાલ પસદંગી કરવામાં આવી છે. અને આ વાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતે જણાવી છે.

એ ત્રણ જિલ્લા જેની પસંદગી થઈ ગઈ છે, તેમાં રાજપીપળા, નવસારી અને પોરબંદરનો સમાવેશ થાય છે. અહીં નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. અને એક કોલેજ દીઠ અંદાજે 325 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે. આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ આ બાબતે વધુ વાત કરતા જણાવ્યું છે કે, આ ખર્ચમાં 60 ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે અને બાકીના 40 ટકા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. એટલે કે કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓને અંદાજે 195 કરોડની મદદ કરશે.

એટલે સરકાર દેશના વિદ્યાર્થીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં 5 મેડિકલ કોલેજ બનાવશે. અને આની સાથે સાથે આખા દેશના 75 જિલ્લાઓમાં મેડિકલ કોલેજ બનાવવાની યોજના સરકારે બનાવી છે. આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એ પણ જણાવ્યું કે, જ્યાં મેડિકલ કોલેજ નથી ત્યાં મેડિકલ કોલેજ બનાવવામાં આવશે.

મિત્રો, આ કોલેજ બન્યા પછી વિદ્યાર્થીઓએ વધારે દૂર નહીં જવું પડે, તેમને પોતાના જિલ્લાની નજીકમાં જ ભણતરની સગવડ મળી રહેશે. અને સરકારની આ યોજના અંતર્ગત રાજપીપળા, નવસારી અને પોરબંદરમાં મેડિકલ કોલેજ બનાવવાનું કામ ખુબ જ ઝડપથી શરૂ કરવામાં આવશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.