દિવાળી પર ધન પ્રાપ્તિ માટે જરૂર કરો લક્ષ્મી માં ની સાથે ગણેશજી અને સરસ્વતીની પૂજા

0

આસો માસની અમાસના રોજ દિવાળીનો તહેવાર આવે છે, અને આ વર્ષે આ તહેવાર 27 ઓક્ટોબરના રોજ આવી રહ્યો છે. દિવાળી હિંદુઓનો સૌથી મોટો તહેવાર છે. અને આ તહેવારને દીવડાનો તહેવાર પણ કહેવામાં આવે છે. દિવાળીના દિવસે લોકો દ્વારા પોતાના ઘરને દીવાથી રોશન કરવામાં આવે છે. એના સિવાય આ દિવસે સાંજના સમયે માં લક્ષ્મી, સરસ્વતી અને ગણપતિ ભગવાનની પૂજા પણ કરવામાં આવે છે. જો કે ઘણા ઓછા લોકોને એના વિષે ખબર હોય છે કે, આ દિવસે આપણે લક્ષ્મી માં ની સાથે સરસ્વતી અને ગણપતિની પૂજા શા માટે કરીએ છીએ?

પંડિતોના જણાવ્યા અનુસાર, દિવાળીના દિવસે આ ત્રણેય ભગવાનની એક સાથે પૂજા કરવાથી ધન, બુદ્ધિ અને જ્ઞાન વધી જાય છે અને એક સુખદ જીવન મળે છે. હકીકતમાં આપણા શાસ્ત્રોમાં માં લક્ષ્મીને ધનની દેવી જણાવવામાં આવી છે. જયારે માં સરસ્વતીને જ્ઞાનની દેવી અને ગણપતિને બુદ્ધિના દેવતા કહેવામાં આવ્યા છે. માં લક્ષ્મીના ફોટામાં એમની સાથે માં સરસ્વતી અને ગણપતિ પણ હોય છે.

દિવાળીના દિવસે માં લક્ષ્મીની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. પણ ધન પ્રાપ્તિ માટે જ્ઞાન અને બુદ્ધિની જરૂર પડે છે. એટલા માટે આ દિવસે માં લક્ષ્મીની સાથે સાથે માં સરસ્વતી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે. કારણ કે જ્ઞાન અને બુદ્ધિ વગર કોઈ પણ માણસ ધન નથી કમાઈ શકતા. અને આ દિવસે આપણે ગણપતિ અને માં સરસ્વતીની પૂજા કરી એમની પાસે બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિની કામના કરીએ છીએ. જેથી આપણે જીવનમાં ધન કમાઈ શકીએ.

આ રીતે કરો પૂજા :

તમે દિવાળીના દિવસે સવારે પોતાના ઘરની સારી રીતે સફાઈ કરી લો. સફાઈ કર્યા પછી ઘરને ફૂલોથી સારી રીતે સજાવી લો.

જે જગ્યાએ તમે પૂજા કરવાના છો, ત્યાં તમે રંગો અથવા ફૂલોથી રંગોળી બનાવી લો.

સાંજના સમયે તમે માં લક્ષ્મી, સરસ્વતી અને ગણપતિની મૂર્તિ એક સાથે બાજઠ પર મુકો અને આ બાજઠની આસપાસ દીવા પ્રગટાવો.

પૂજાની શરૂઆત કરતા તમે આ ત્રણેય ભાગવાનોને સૌથી પહેલા ફળ અને મીઠાઈ અર્પણ કરો, અને સરસવના તેલનો એક દીવો પ્રગટાવો. ત્યારબાદ તમે ગણપતિનું નામ લઈને આ પૂજાની શરૂઆત કરી દો.

પૂજા કરતા સમયે તમે આરતી ગાવ અને આરતી પૂરી થયા પછી તમે માં લક્ષ્મી, ગણપતિ અને માં સરસ્વતીને ચઢાવેલા ફૂલ પોતાની તિજોરીમાં મુકી દો. અને ભગવાનને ધરાવેલી મીઠાઈને પ્રસાદના રૂપમાં ખાઈ લો. ત્યારબાદ તમે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર બે દીવા પ્રગટાવો અને થઈ શકે તો ઘરના દરેક દરવાજાની બહાર પણ બે દીવા પ્રગટાવીને મુકી દો.

એવું કહેવામાં આવે છે કે, દિવાળીના દિવસે ઘરમાં જેટલો પ્રકાશ હોય છે, જીવન પણ સદા એટલું જ રોશન રહે છે. એટલા માટે તમે જેટલા વધારે થઈ શકે એટલા દીવડા પ્રગટાવો.

તમે એ વાતનું ધ્યાન રાખો કે આ દિવસે ફક્ત તેલના જ દીવા પ્રગટાવવા શુભ હોય છે. એટલા માટે તમે ભૂલથી પણ ધી નો દીવો ન પ્રગટાવતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.