સોમવારે કરી લો આ 5 ઉપાય, શિવજીની કૃપાથી ખુબ મળશે ધન, ઘણી સમસ્યાઓનું થશે નિવારણ

0

ભગવાન ભોલેનાથ તમામ દેવતાઓમાં સૌથી જલ્દી પ્રસન્ન થવાવાળા દેવતા માનવામાં આવે છે, જો કોઈ ભક્ત પોતાના સાચા મનથી એમની પૂજા અર્ચના કરે છે અને તેની ઉપર જળ અપર્ણ કરે છે, તો એટલામાં જ તે પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થઇ જાય છે અને તેમની તમામ ઇચ્છાઓ પૂરી કરે છે.

હાલના સમયમાં એવા ઘણા લોકો છે, જે ભોલેનાથને પ્રસન્ન કરવા માટે જાત જાતના ઉપાય કરતા રહે છે, જેથી ભોલેનાથના આશીર્વાદ તેમની ઉપર હંમેશા જળવાઈ રહે, અને એમને જીવનના તમામ દુઃખો માંથી છુટકારો પ્રાપ્ત થાય. ભોલેનાથ સ્વભાવના ઘણા જ ભોળા છે એટલા માટે ભક્ત તેમને પ્રેમથી ભોલેનાથ કહે છે.

સોમવારનો દિવસ ભોલેનાથને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના કરીને તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. શાસ્ત્રોમાં એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે, સોમવારના દિવસે જો થોડી વાતોનું ધ્યાન રાખવામાં આવે, તો તેનાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે અને વ્યક્તિના તમામ દુઃખોને દુર કરે છે.

જો તમે પણ ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો, અને તમારા જીવનની સમસ્યાઓ અને ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દુર કરવા માંગો છો, તો આજે અમે તમને થોડા સરળ ઉપાય જણાવવાના છીએ, જેને જો તમે સોમવારે કરશો તો તેનાથી તમને સારું ફળ મળશે.

સોમવારે કરો આ ઉપાય, શિવજીની મળશે કૃપા :

જેમ કે તમે લોકો જાણો છો કે, ભગવાન શિવજીનો દિવસ સોમવાર છે. સોમ એટલે ચંદ્રમાનો દિવસ હોય છે. જો તમે સોમવારના દિવસે ઉઠીને ભગવાન શિવજીના દર્શન કર્યા પછી શિવ ચાલીસા કે શિવાષ્ટકના પાઠ કરો છો, તો તેનાથી ભગવાન ભોલેનાથ તમારાથી તરત પ્રસન્ન થશે, અને તમારા જીવનમાં જે પણ તકલીફો ચાલી રહી છે, તેનું સમાધાન કરશે.

જો કોઈ વ્યક્તિના લગ્ન જીવનમાં તકલીફો ઉભી થઇ રહી છે, કે પછી લગ્નમાં કોઈ પ્રકારની અડચણો આવી રહી છે, તો તે સ્થિતિમાં તમે સોમવારના દિવસે સવારના સમયે ગૌરી શંકર રુદ્રાક્ષ કોઈ શિવ મંદિરમાં અર્પણ કરો.

જો તમે સોમવારના દિવસે વહેલી સવારે બીલીપત્ર ઉપર સફેદ ચંદનનો ચાંદલો કરીને પોતાની મનોકામના બોલીને શિવલિંગ ઉપર અર્પણ કરો છો, તો તેનાથી ભોલેનાથ તમારી તમામ ઇચ્છાઓ ઘણી જલ્દી પૂરી કરે છે.

જો તમે વેપારમાં પ્રગતી અને વધારો કરવા માંગો છો, તો તેના માટે તમે સોમવારના દિવસે વહેલી સવારે કોઈ પણ શિવ મંદીરમાં જઈને શિવલિંગ ઉપર દૂધ અર્પણ કરો. પરંતુ તમે દૂધ અર્પણ કરવા માટે જે વાસણ લેશો તે તાંબાનું હોવું જોઈએ, તે ઉપરાંત થોડું દૂધ લાવીને પોતાની પૂરી શ્રદ્ધા સાથે તમારા વેપારના સ્થળ ઉપર છાંટી દો, અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો. તેનાથી તમારા ધંધામાં જે પણ અડચણો ઉભી થઇ રહી છે તે દુર થશે, અને તમારો ધંધો પ્રગતી પ્રાપ્ત કરશે.

જો તમારે ધન પ્રાપ્તિની ઈચ્છા છે તો તે વખતે તમે સોમવારના દિવસે કોઈપણ શિવ મંદિરમાં જઈને ‘ઓમ નમો ધનદાય સ્વાહા’ મંત્રની ૧૧ માળા જાપ કરો, તમે આ મંત્રના જપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરી શકો છો. આ ઉપાય કરવાથી તમારા ધનમાં સતત વધારો થશે.

આ માહિતી હિન્દૂ બુલેટિનઅને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.