તમે ઈચ્છો છો કે તમારી ઉપર ધન અને યશનો ધોધમાર વરસાદ થાય તો પોતાની રાશિ અનુસાર ઘરમાં લગાવો આ છોડ

જોવામાં આવે તો આ દુનિયામાં ઘણા બધા એવા લોકો છે, જે ઘરમાં કે ઘરની બહાર જાત-જાતના ઝાડ છોડ વગેરે લગાવે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે આસપાસ ઝાડ છોડના રહેવાથી ઘરનું વાતાવરણ તો શુદ્ધ રહે જ છે, સાથે જ થોડા વિશેષ પ્રકારના છોડથી હંમેશા સકારાત્મક ઉર્જાનો પણ પ્રસાર થતો રહે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેના વિષે જણાવવામાં આવ્યું છે, કે જો કોઈ પણ વ્યક્તિ પોતાની રાશી મુજબ ઘરમાં છોડ લગાવે તો નિશ્ચિત રીતે જ તેના ઘરમાં સુખ શાંતિ જળવાયેલી રહે છે. તેવામાં એ જાણી લેવું ઘણું જરૂરી છે કે કઈ રાશીના વ્યક્તિઓએ કયો છોડ લગાવવો જોઈએ, જેથી તેને પણ સમૃદ્ધી મળી શકે, અને તેના ઘરમાં ધનનું આગમન થાય. તો આવો જાણીએ કઈ રાશીના લોકોએ કયો છોડ લગાવવો જોઈએ જે તેના ઘર માટે સારા પરિણામ આપતા હોય.

રાશી મુજબ લગાવવા જોઈએ છોડ :

(૧.) જો તમારી રાશી મેષ કે પછી વૃશ્ચિક છે તો તમારે તમારા ઘરમાં લાલ રંગના ફૂલ વાળા છોડ લગાવવા જોઈએ. માનવામાં આવે છે કે એમ કરવાથી તમને ચોક્કસ રીતે ધન લાભ થાય છે. (૨.) જો તમે વૃષભ કે પછી તુલા રાશીના વ્યક્તિ છો, તો આ રાશીના વ્યક્તિએ પોતાના ઘરમાં સફેદ ફૂલ વાળા છોડ લગાવવા ઘણા જ લાભદાયક માનવામાં આવે છે.

(૩.) જે લોકોની કન્યા કે પછી મિથુન રાશી હોય છે તેમના માટે કહેવામાં આવે છે, કે તેમણે પોતાના ઘરમાં એવા છોડ લગાવવા જોઈએ જે માત્ર શણગાર માટે જ હોય અને ફૂલ કે ફળ ન આવતા હોય. (૪.) કર્ક રાશી વાળા લોકોએ પોતાના ઘરમાં તુલસીનો છોડ લગાવવો. માનવામાં આવે છે કે એમ કરવાથી આ રાશી વાળા વ્યક્તિઓને ઘણો લાભ થાય છે.

(૫.) સિંહ રાશી વાળા માટે એવું માનવામાં આવે છે, કે તેમણે પોતાના ઘરમાં લાલ રંગના ફૂલ વાળા છોડ જ લગાવવા જોઈએ, તેનાથી તમને ધન લાભ થશે. (૬.) જે લોકોની ધનુ કે પછી મીન રાશી હોય છે, તેમણે હંમેશા પોતાના ઘરમાં પીળા રંગના ફૂલ વાળા છોડ લગાવવા જોઈએ. એમ કરવાથી તેમને ઘણો લાભ થશે, અને સાથે સાથે ધન તમારા ઘરમાં આવવા લાગશે.

(૭.) જ્યોતિષ શાસ્ત્ર મુજબએ પણ દર્શાવવામાં આવે છે કે મકર અને કુંભ રાશી વાળા લોકોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ, કે તેમણે પોતાના ઘરમાં ફૂલ-ફળ વગરના છોડ લગાવવા જોઈએ. એમ કરવાથી જ તેને જોરદાર ધન લાભ થાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.