દરેક ને ભાવતા ખુબ જ સરળ અને ટેસ્ટી બટાટા વડા ઘરે બનાવવાની રીત જાણી લો વિડીયો સાથે

0

આજે આપણે બનાવીશું બટાટાવડા. બટાટાવડા બનાવવા ખુબજ સરળ છે અને એનું અંદરનું સ્ટફિંગ એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફૂલ હોય અને તેનું આઉટર લેયર એકદમ સરસ અને ક્રીશ્પી બન્યું હોય તો તેને ખાવામાં ખુબ મજા પડે છે. ચાલો બહાર જેવા એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફૂલ બટાટાવડા ઘરે કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ.

બટાટાવડા બનાવવાની સામગ્રી

25 ગ્રામ કોથમીર

8 થી 10 લીલા મરચા

1 નાનો ટુકડો આદુ

250 ગ્રામ બેસન

મીઠું સ્વાદ અનુસાર

1/4 નાની ચમચી ખાવાના સોડા

બટાટાવાડાના સ્ટફિંગ બનાવવાની સામગ્રી

500 ગ્રામ બટાકા (બાફીને સાફ કરી લેવા)

મીઠું સ્વાદ અનુસાર

2.5 મોટી ચમચી બૂરું સાકર

1 નાની ચમચી ધાણા જીરું

1/4 નાની ચમચી ગરમ મસાલો

1 મોટી ચમચી તેલ

થોડા દાડમના દાણા

કોથમીર

2 થી 3 નાની ચમચી લીંબુનો રસ

રીત

બટાટાવડા બનાવવાની રીત

સૌથી પહેલા બટાટાવાડાના સ્ટફિંગ માટે એક લીલી પેસ્ટ તૈયાર કરવાની છે. કોથમીર અને મરચાને સાફ કરી નાખો, તેને પાણી વગરજ ગ્રાઈન્ડ કરી લેવાના છે. (જો તમે લસણ ખાતા હોવ તો અત્યારે લીલું લસણ પણ ખુબજ સરસ હોય છે જો લીલું લસણ ના હોય તો જે આપણે આ બધી વસ્તુ લીધી છે તેમાં 5 થી 6 સૂકું લસણ લઇ શકો છો.)

હવે આપણે આનું ખીરું તૈયાર કરી લેઈશું. સૌપ્રથમ બેસનને ગાળી લેવાનું છે અને તેને એક બાઉલમાં લઇ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા રહેવાનું છે અને તેનું ખીરું બનાવવાનું છે. પાણીને થોડું થોડું એડ કરતા રહેવું જેથી ખીરું પાતળું ના થઇ જાય,આનું ખીરું ઘટ્ટ રાખવાનું છે. બધું સરસ રીતે મિક્ષ કરી લો અને ક્યાંય પણ કોરો લોટ ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. લગભગ 300 ml જેટલું પાણી ઉપયોગ માં લેવાય છે. તેમાં થોડું મીઠું અને ખાવાના સોડા એડ કરી દો. અને ફરીથી તેને મિક્ષ કરી નાખવાનો છે. મિક્ષ થઇ ગયા બાદ તેને ઢાંકીને 10 મિનિટ રહેવા દેવાનું છે.

બટાટાવાડાના સ્ટફિંગ બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટા વાસણમાં બટાકાને નાખી તેને મેષ કરી લેવાના છે તેમાં પહેલા મીઠું એડ કરીશું. ત્યારબાદ તેમાં સાકર એડ કરવાની છે અને તેમાં વધારો-ઘટાળો કરી શકો છો. તેમાં ધાણાજીરું, ગરમ મસાલો એડ કરી લો અને આ બધી વસ્તુ ને મિક્ષ કરતા પહેલા તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે ત્યારબાદ તે બધી વસ્તુને એક વાર મિક્ષ કરી લો. અને બીજી બાજુ તેલ ગરમ થાય તો તેમાં થોડી રાઈ એડ કરી લેવાની છે અને રાઈ થઇ ગયા બાદ ગેસ બંધ કરી તેલ માં થોડી હળદળ અને હિંગ એડ કરી દેવાનું છે. જે લીલી પેસ્ટ બનાવેલ તે પેસ્ટ આમાં એડ કરી દેવાની છે. હવે બંધ ગેસ ઉપર તેને હલાવવાનું છે. સારી રીતે મિક્ષ થયા બાદ બટાકાના મિશ્રણમાં તેને એડ કરી દેવાનું છે. ત્યાર બાદ તેમાં થોડા દાડમ ના દાણા, સમારેલી કોથમીર અને લીંબુનો રસ એડ કરી નાખવાનો છે. હવે આ બધાને મિક્ષ કરી નાખવાનો છે. તમે દાડમના દાણાને પણ ઓછા વળતા કે નહિ પણ લેવા હોય તે પણ કરી શકો છો.

ત્યારબાદ હાથને ધોઈને હાથમાં તેલ લગાવીને તેના ગોળા બનાવી લેવાના છે. મીડીયમ સાઈઝના ગોળા બનાવવાંના છે. બધા ગોળા બની ગયા બાદ જે ખીરું બનાવેલું છે તેને એક વાર હલાવી નાખવાનું છે અને તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને તેલ ગરમ થઇ ગયા બાદ જે ખીરું છે તેમાં તે ગોળા નાખીને તેને બધી બહુ ખીરું લાગવી દેવાનું છે અને આ પ્રક્રિયા હાથથી કરવા માંગો છો તો હાથની નહિ તો ચમચી દ્વારા પણ કરી શકો છો. ત્યારબાદ વડાને તેલમાં નાખી દેવાના છે અને ગેસ ને ધીમું કરી લેવાનું છે. એક સાઈડ તળાય ત્યારે તેને ફેવાનું છે અને તેને બધી બાજુથી સારું તળવાનું છે તે ગોલ્ડન બ્રાઉન તળાય ત્યારે તેને નીકળી લેવાનું છે. હવે તૈયાર છે બટાટાવડા.

બટાટાવડા હમેશા ગરમ ખુબજ ટેસ્ટી લગતા હોય છે. અને તેમે બનાવી જોવો તે બનાવવું પણ ખુબ સરળ છે. અને તેની સાથે તળેલા માર્ચ અને કોઈ ચટણી સાથે ખાઈ શકો છો. અને બટાટાવડા ને કેચપ અને દહીં સાથે પણ ખાઈ શકીયે છીએ.

જુઓ વીડિઓ :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here