દુનિયાનું પહેલું સોલર ગામ : ખાવાનું બનાવવાથી લઈને લાઈટ અને પંખા ચાલે છે સૌર ઉર્જા પર

0

દેશ અને દુનિયામાં વધતા પદુષણ વચ્ચે ઘણા પ્રકારના સકારાત્મક કાર્ય કરવામાં આવી રહ્યા છે. વૃક્ષારોપણ સાથે જ પદુષણ ઓછું કરવા માટે કુદરતી ઉર્જાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશમાં એક ગામ એવું છે. જ્યાં કોઈપણ ઘરમાં ચૂલ્હા ઉપર ખાવાનું નથી બનતું. ગામના લોકો હવે લાકડા માટે જંગલમાં નથી જતા, અહિયાં દરેક ઘરમાં ઈંડક્શન ઉપર ખાવાનું બને છે. જેના માટે લોકો વીજળીનો ઉપયોગ નથી કરતા.

મધ્યપ્રદેશના બેતુલ જીલ્લામાં આવેલા બાચા ગામથી આપણે બધા લોકોએ ઉપદેશ લેવાની જરૂર છે. દાવા મુજબ આ ગામ દુનિયાનું પહેલું સોલર ગામ છે. દુનિયાનું પહેલું સોલર ગામ હોવાનો દાવો પણ દેશની મોટી મોટી સંસ્થાઓ કરી રહી છે. આ ગામમાં ન તો લાકડાના ચુલા સળગે છે અને ન તો કોઈ એલપીજી ગેસનો ઉપયોગ કરે છે. સૌના ઘરમાં ઈંડક્શન છે, જેની ઉપર લોકો ખાવાનું બનાવે છે. સૌર ઉર્જાથી જ પોતાના ગામને પ્રકાશિત રાખે છે.

બેતુલ જીલ્લાના ઘોડાડોંગરી બ્લોકમાં આવેલા બાચા ગામની ઓળખાણ આખા વિસ્તારમાં એક સાથે થવાનું કારણ છે, અહિયાં બલ્બ સળગે છે, ટીવી ચાલે છે પરંતુ તે બધું વીજળીથી નહિ સૌર ઉર્જાથી જ થાય છે.

આઈઆઈટી મુંબઈ, ઓએનજીસી અને વિદ્યા ભારતીય શિક્ષણ સંસ્થાએ આ ગામનું નસીબ બદલી નાખ્યું છે. આઈઆઈટી મુંબઈએ આ ગામની પસંદગી બે વર્ષ પહેલા કરી હતી. ત્યાર પછી જ આ ગામને સોલર વિલેજ બનાવવાનું કામ શરુ થયું. ડીસેમ્બર ૨૦૧૮માં તમામ ઘરોમાં સૌર ઉર્જા પ્લેટ, બેટરી અને ચૂલ્હા લગાવવાનું કામ પૂરું થઇ ગયું.

એક ઘરમાં સોલર યુનિટ અને ચૂલ્હા લગાવવામાં ૮૦ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે જો વધુ ઓર્ડર આવે તો ખર્ચ ઓછું થઇ શકે છે. આ ચૂલ્હાથી પાંચ સભ્યોના કુટુંબમાં એક દિવસમાં ત્રણ વખત ખાવાનું બનાવી શકાય છે.

બાચા ગામમાં તમામ ચૂલ્હા મફત લગાવવામાં આવ્યા છે. સૌર ઉર્જાથી ચાલતા ચૂલ્હાની સોલાર પ્લેટથી ૮૦૦ વોલ્ટ વીજળી બને છે. તેમાં લગાવેલી બેટરીમાં ત્રણ યુનિટ વીજળી સ્ટોર રહે છે.

બાચા ગામના લોકોએ ન્યુઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે હવે અમારે જંગલમાં લાકડા લેવા નથી જવું પડતું. ન તો આગ ઓલવવા માટે સમય પસાર કરવો પડે છે. વાસણ અને દીવાલ હવે કાળી થતી નથી. ભોજન પણ સમયસર પકાવવામાં આવે છે. તેનાથી સમયની પણ બચત થાય છે.

આદિવાસી કુટુંબ વાળા આ ગામમાં ૭૪ ઘર છે અને તમામ ઘરોમાં સોલર યુનિટ છે. સૌર ઉર્જાના ઉપયોગથી ન માત્ર લોકોને જંગલ માંથી લાકડા લેવા જવું પડે છે, પરંતુ જંગલ માંથી ઝાડ કપાવાના પણ ઓછા થઇ ગયા છે. તેની સાથે જ ગામ પદુષણ મુક્ત થઇ ગયું અને ધુમાડાને કારણે થતી બીમારીઓ માંથી પણ છુટકારો મળી શકશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી બીપોઝેટીવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.