જાણી લો આ ઈંડા વિના ની ઓવન વિના કુકરમાં કેક બનાવવાની રીત

0

કુકરમાં કેક. કેકને બનાવવા માટે ઓવનની જરૂર પડે છે પરતું જો તમારી પાસે ઓવન ના હોય તો તમે તેને કુકરમાં પણ બનાવી શકો છો. અને કુકરમાં કેક એટલી જ સારી બને છે જેટલી ઓવનમાં બને છે તો ચાલો તો કૂકરમાં કેક બનાવવાનું શરુ કરીયે.

સૌથી નીચે તમે તે વિડિઓ માં પણ જોઈ શકો છો.

સામગ્રી

1 કપ મેંદો

1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક

1/4 કપ સાકર નો પાઉડર

1 મોટો ચમચી કાજુ (નાના ટુકડા)

1 મોટો ચમચી કિશમિશ

1/4 નાની ચમચી બેકિંગ સોડા

1/2 નાની ચમચી બેકિંગ પાઉડર

1/4 કપ ધી

1/2 કપ દૂધ

એક કપ મીઠું

રીત

સૌપ્રથમ મેંદામાં બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખી દેવો, અને તેને 2 થી 3 વાર ગાળી લેવાનું જેથી આ ત્રણેય સારી રીતે મિક્ષ થઇ જાય. ત્યાર બાદ એક બાઉલમાં સાકર અને ધી એડ કરી નાખશુ. અને તેને સારી રીતે મિક્ષ કરી નાખો, જ્યાં સુધી સાકર પુરી ઓગણી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. ધી ની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે બંને મિક્ષ થઇ જાય ત્યારે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ને પણ મિક્ષ કરી નાખવાનું છે. સારી રીતે મિક્ષ થયા બાદ તેમાં અર્ધું દૂધ નાખી દેવું અને તેને મિક્ષ કરી નાખવું

ત્યારબાદ કૂકરને ગરમ કરવા મૂકી દો. મીઠા ને કૂકરની અંદર નાખી દેવાનું જેથી તે ગરમ થઇ જસે અને જયારે કેક બનાવવા વાસણ મુકીશું ત્યારે તે વાસણ ડાયરેક્ટ કૂકરના નીચે નહિ લાગવું જોઈએ. મીઠા ને કૂકરમાં ફેલાવી દેવું, તેને 2-3 મિનિટ સુધી ગરમ થવા દેશું.

કેક જે વાસણમાં બનાવવાનું છે તેને ગ્રીસ કરી નાખવાનું છે ગ્રીસ કરવા માટે થોડું ધી લઈને વાસણની ચારેય બાજુ લગાવી નાખશુ. 1 ચમચી મેંદો નાખવાનો છે અને તેને વાસણની ચારેય બાજુ ફેલાવી દો હમણાં આપણું વાસણ ગ્રીસ થઇ ગયું છે. આપણે જે ધી, સાકર વગેરે થી જે બનાવેલું તેમાં મૈંદા નાખી દેવાનું છે અને તેને એક તરફ થી જ મિક્ષ કરી નાખવાનું છે. જો કેક નું મિશ્રણ વધારે જાડો લાગે તો તેમાં થોડુંક દૂધ પણ એડ કરી મિક્ષ કરી લેવાનું છે. બધી વસ્તુને સારી રીતે મિક્ષ કરતા રહેવાનું છે. ત્યારબાદ તેમાં કાજુ, કિસમિસ નાખી ને તેને મિક્ષ કરી નાખશુ.

જે વાસણ કેક માટે તૈયાર કરેલ છે તેમાં તે મિશ્રણ નાખી દેવું. અને તેની ઉપર 4-5 કાજુના ટુકડા ઉપર મૂકી દેવાનું. કુકર ગરમ થઇ ગયા બાદ તેમાં તે વાસણ મુક્શું, ત્યારબાદ તેની ઉપર ઢાંકણું લગાવી દેવું પરંતુ ઢાકણાંની સીટી નહિ લગાવવી, અને તેને ધીમે ગેસ ઉપર ગરમ થવા દેશું, અને તેને ગરમ થતા 40-50 મિનિટ રાખી મુકવાનું છે. 50 મિનિટની વચ્ચે 35 મિનિટ બાદ એક વાર ચેક કરી લેવું કે ઉપર થી સારું બ્રાઉન છે તો આપણે તેને નીકળી લેવું નહિ તો પાછું ગરમ કરવા મૂકી દેશું.

ત્યારબાદ જ્યારે કેક બની જ્યાં તે ચેક કરવા માટે તેમાં ચાકુ નાખી ને જોવું કે ચાકુની અંદર ચિપકવું નહિ જોઈએ, ત્યારબાદ કેક ને કાઢી લેવું, કેક થોડું ઠંડુ થઇ જાય ત્યારે તેને વાસણ માંથી બહાર નીકાળી લેઈશું. વાસણ માંથી નીકળવા માટે પહેલા ચાકુને કેક ની ચારે બાજુથી ફેરવી દો. અને થાળીની ઉપર ઊંધો નાખી દો એટલે તે કેક નીકળી ગયા બાદ તેને સીધો કરી દો.

આ રીતે તમારો કૂકરથી બનાવેલો કેક તૈયાર છે અને તે બજારમાં મળતા કેક જેવા સ્વાદ લાગે છે. તો તૈયાર છે તમારો કેક.

વીડિઓ :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here