એક્સિડન્ટ ઘટાડવા માટે ટાયરમાં નાઈટ્રોજન ગેસ ભરાવવો થઇ શકે છે ફરિજયાત, જાણો કેમ અને કોણ કરશે.

0

આજના ઝડપી યુગમાં વાહનોની ઘણી સંખ્યા વધી ગઈ છે, તેનાં કારણે આજના સમયમાં રોડ અકસ્માતોનું પ્રમાણ પણ ઘણું જ વધી ગયું છે.

રોડ પરિવહન અને રાજ્યમંત્રીનીતિન ગડકરીએ આજે રાજ્યસભામાં કહ્યું કે અક્સમાત અટકાવવા માટે ઘણા પગલા ભરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે નવા રાજ્યમાર્ગ સિમેન્ટ અને કોંક્રેટ માંથી બનાવવામાં આવી રહ્યા છે. જેને કારણે ટાયર જલ્દી ગરમ થઇને ફાટી જાય છે. તેને પહોચી વળવા માટે ટાયરોમાં નાઈટ્રોજન ગેસ ભરવા ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેનાથી અકસ્માતમાં ઘટાડો થશે.

શું છે ફાયદા :-

નાઈટ્રોજન ગેસ ટાયરને ગરમીમાં ઠંડા રાખે છે નાઈટ્રોજન ગેસ રબરને કારણે જ ટાયરમાં ઓછું બળ પડે છે. જેને કારણે ટાયરમાં દબાણ જળવાઈ રહે છે. એટલા માટે ફોર્મુલા વન રેસિંગ કારોના ટાયરમાં નાઈટ્રોજન ગેસ જ ભરવામાં આવે છે. સામાન્ય હવા ફ્રી માં કે પછી વધુમાં વધુ ૫ થી ૧૦ રૂપિયામાં ભરાઈ જાય છે, જયારે નાઈટ્રોજન ગેસ માટે ૧૫૦ થી ૨૦૦ રૂપિયા ખર્ચ કરવાનો હોય છે.

દર વર્ષે રોડ અકસ્માતથી ૧.૫૦ લાખ મૃત્યુ :-

ગડકરીએ કહ્યું કે દેશમાં દરવર્ષે રોડ અકસ્માતમાં લગભગ દોઢ લાખ લોકોના મૃત્યુ થઇ જાય છે. સરકાર તેમના પ્રત્યે ગંભીર છે અને તેને અટકાવવા માટે નવા કાયદા લાવવા માંગે છે. પરંતુ સંબંધિત ઉપાય એક વર્ષથી કાર્યાલયમાં પડેલો છે. તેમણે સભ્યોને વહેલી તકે પસાર કરવાની વિનંતી કરી. તેમણે કહ્યું કે અકસ્માતોના ઘણા કારણ છે, જેમાં અભણ ડ્રાયવર, ખરાબ રોડ અને દેખરેખનો અભાવ પણ રહેલો છે.

સરકાર ખોલશે ૮૫૦ ડ્રાઈવિંગ સેન્ટર :-

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વાહન ડ્રાઈવરોને તાલિબબદ્ધ કરવા માટે દેશ આખામાં લગભગ ૮૫૦ ડ્રાઈવિંગ ટ્રેનીંગ સેન્ટર ખોલવામાં આવી રહ્યા છે. વાહનોમાં એવી ટેકનીક ઉભી કરવામાં આવી રહી છે, જે ડ્રાઈવર દારુ પીવા કે વધુ સામાન કે મુસાફરો ભરવા વગેરેની માહિતી સ્થાનિક પોલીસને આપવામાં આવશે. વાહનોની ગતિને કાબુમાં રાખવાના ઉપાય કરવામાં આવી રહ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.