કૈલાશનાથ મંદિરની ગણના વિશ્વની કઈ અજાયબીમાં? જાણો તેની અજાયબ ગાથા છતા પણ નથી અજાયબી

0

૨૦૦ વર્ષ અને ૧૦ પેઢીઓ લાગી ભગવાન શિવને સમર્પિત આ કૈલાસનાથ મંદિરને બનાવવામાં અને છતાં પણ તાજમહાલને વાસ્તુકળાનો અજોડ નમુનો કહે છે.

૪૦ હજાર ટન વજનના પથ્થરોના ખડગનો ઉપયોગ થયો હતો કૈલાશ મંદિર બનાવવામાં, ૯૦ ફૂટ છે આ અનોખા મંદિરની ઊંચાઈ, ૨૭૬ ફૂટ લાંબુ, ૧૫૪ ફૂટ પહોળું છે આ ગુફા મંદિર. ૨૦૦ વર્ષ લાગેલ આ મંદિર બનાવવામાં, દસ પેઢીઓ લાગી હતી, ૭૦૦૦ શિલ્પકારોએ સતત કામ કરીને તૈયાર કરેલ છે આ મંદિર.

ઈલોરાની ૩૪ ગુફાઓમાં સૌથી અદ્દભુત છે કૈલાશ મંદિર ગુફા. ઈલોરાનું વિશાળ કૈલાશ મંદિર (ગુફા ૧૬) ના નિર્માણનો યશ રાષ્ટ્રકૂટ શાસક કૃષ્ણ પ્રથમ (લગભગ ૭૫૭-૭૮૩ ઈ.સ.) ને જાય છે. આ દંતીદુર્ગ ના ઉત્તરાધિકારી અને કાકા હતા. આમ તો માનવામાં આવે છે કે તેનું નિર્માણ ઘણી પેઢીઓમાં થયેલ છે. પણ તેનું કામ કૃષ્ણ પ્રથમના શાસનમાં પૂરું થયેલ.

કૈલાશ મંદિરમાં અતિ વિશાળ શિવલિંગ જોઈ શકાય છે. મંદિરમાં એક વિશાળ હાથીની પ્રતિમા પણ છે જે હવે ખંડિત થઇ ગઈ છે. ઈલોરાની મોટાભાગની ગુફાઓમાં કુદરતી પ્રકાશ પહોચે છે. પણ થોડી ગુફાઓ જોવા માટે બેટરી ની જરૂર પડે છે. અહિયાં પુરાતત્વ વિભાગના કર્મચારી તમારી મદદ માટે રહેલ હોય છે. અંજતા થી જુદી ઈલોરા ગુફાની વિશેષતા એ છે કે જુદી જુદી ઐતિહાસિક સમયકાળમાં વેપાર માર્ગમાં ઘણું નજીક હોવાને કારણે તેની ક્યારે પણ ઉપેક્ષા થયેલ ન હતી.

આ ગુફાઓ જોવા માટે ઉત્સાહી પ્રવાસીઓ સાથે સાથે રાજસી વ્યક્તિ નિયમિત રીતે આવતા રહે છે.

ઈલોરાની ૧૬ નંબર ની ગુફા સૌથી મોટી છે, જે કૈલાશના સ્વામી ભગવાન શિવને સમર્પિત છે. તેમાં સૌથી વધુ ખોદકામ કરવામાં આવેલ છે. બહારથી મૂર્તિ જેવું જ ખરેખર પર્વત ને જ કોતરીને તેને દ્રવિડ શૈલી નું સ્વરૂપ આપવામાં આવેલ છે. મંદિર માત્ર એક ખડગ કાપીને બનાવવામાં આવ્યું છે. તેનું નકશીકામ ઘણું જ વિશાળ અને ભવ્ય છે. વિશાળ ગોપુરમમાંથી પ્રવેશ કરતા જ સામે ખુલ્લા મંડપમાં નંદીની પ્રતિમા જોવા મળે છે તો તેની બન્ને બાજુ વિશાળકાય હાથી અને સ્થંભ બનેલ છે.

ઈલોરાના વાસ્તુકારોએ કૈલાશ મંદિરને હિમાલયના કૈલાશનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. કૈલાશના ભૈરવ ની મૂર્તિ જોખમકારક જોવા મળે છે, પાર્વતીની મૂર્તિ સ્નેહિલ જોવા મળે છે. શિવ તો અહિયાં એવા વેગમાં તાંડવ કરતા જોવા મળે છે જેવું બીજે ક્યાય જોવા નથી મળતું.

શિવ પાર્વતીનો પરિચય ભાવી ચિત્રિત કરવામાં કલાકારોએ જાણે પોતાની કલ્પનાશીલતાનો ચરમસીમા બહરનો પ્રયાસ કરેલ છે. શિવ પાર્વતીના લગ્ન, વિષ્ણુનો નરસિંહા અવતાર, રાવણ દ્વારા કૈલાશ પર્વત ઉપાડી જવું, વગેરે ચિત્ર અહિયાં દીવાલોમાં કંડારેલ છે. હકીકતમાં આ દેશની જ સાત અજાયબીમાં નહિ પણ દુનિયાની સાત અજાયબીમાં ઉમેરવા માટે લાયક છે. તે સમયમાં જયારે જેસીબી મશીન ન હતા. પથ્થરોને કાપવા માટે ડાયનામાઈટ ન હતા આ કામ કેવી રીતે શક્ય થયેલ હશે વિચારીને જ અચરજ થાય છે. ઘણી વખત એવું લાગે છે કે આ માણસના વશની વાત વાત નથી.

ભારતીય પુરાતત્વ કળાનો અજોડ હસ્તાક્ષર છે આ કૈલાશનાથ મંદિર, સંભાજી મહારાષ્ટ્ર આવેલ આ મંદિરનું દ્રશ્ય વર્ષાઋતુ માં આલ્હાદક હોય છે.