એવા ઇન્ડિયન ખેલાડી જે વર્લ્ડકપ ટીમમાં હોવા છતાં એક પણ મેચ રમ્યા નહિ.

0

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૨માં ક્રિકેટ વિશ્વ કપની શરુઆત ૧૦ મે, ૨૦૧૯થી થઇ ગઈ છે, આ વિશ્વ કપમાં ૧૦ ટીમો ભાગ લઈ રહી છે. વિશ્વ કપ ૨૦૧૯માં ભારતે ૧૫ સભ્યોની ટીમ મોકલી હતી. જેમાં ખાસ કરીને થોડા એવા ખેલાડી હશે. જે એક પણ મેચ નથી રમી શક્યા. આ લેખમાં જાગરણ જોશમાં એવા ખેલાડીઓની યાદી બનાવી છે. જે ભારતની વિશ્વ કપ ટીમમાં જોડાયા હતા. પરંતુ તેને એક પણ મેચમાં રમવાની તક મળી શકી ન હતી.

ક્રિકેટ રમવા વાળા તમામ ખેલાડીઓની ઈચ્છા વિશ્વ કપમાં ભાગ લેવાની હોય છે. વિશ્વ કપનું આયોજન દર ચાર વર્ષ પછી થાય છે અને દરેક ટીમમાં માત્ર ૧૫ ખેલાડીઓ જ જોડાય છે. જેને કારણે ઘણા પ્રતિભાશાળી ખેલાડી વિશ્વ કપ ટીમમાં પસંદ થવાથી વંચિત રહી જાય છે. પરંતુ થોડા ખેલાડી એવા પણ હોય છે. જે ૧૫ સભ્યોની ટીમમાં સમાવેશ થવા છતાં પણ એક પણ મેચ નથી રમી શક્યા. ક્રિકેટ વિશ્વ કપની ઈલેવનમાં ભાગ લેવા વાળા જુદા જુદા દેશોના ભેગા કરીને એવા ઘણા ખેલાડીઓ છે કે ૧૫ સભ્યોની ટીમમાં હોવા છતાં પણ એક પણ મેચ નથી રમી શક્યા.

આ લેખમાં અને ૯ એવા ભારતીય ખેલાડીઓ અને તેની વનડે કારકિર્દીનું વિવરણ આપી રહ્યા છીએ. જે ક્રિકેટ વિશ્વ કપની વિગત ૧૧ આવૃતિઓમાં ભાગ લેવા વાળી કોઈને કોઈ ટીમમાં જોડાવા છતાં પણ એક પણ મેચ નથી રમી શક્યા.

૧. ભરત રેડ્ડી (૧૯૭૯)

જમણા હાથના વિકેટકીપર બેટ્સમેન ભરત રેડ્ડી ૧૯૭૯માં આયોજિત થયેલા બીજા વિશ્વ કપમાં ભાગ લેનારી ૧૩ સભ્યોની ભારતીય ટીમમાં રીઝર્વ વિકેટકીપર તરીકે જોડાયા હતા, પરંતુ તેણે એકપણ મેચ રમવાની તક મળી નહિ. ૧૯૭૮ થી ૧૯૮૧ સુધીના વનડે કારકિર્દીમાં ભરત રેડ્ડીએ ૩ મેચ રમી અને કુલ ૧૧ રન બનાવ્યા. તેનો વધુમાં વધુ સ્કોર ૮ રન હતો. તેની સાથે જ વિકેટકીપર તરીકે તેમણે ૨ કેચ પણ પકડ્યા હતા.

૨. સુનીલ વાલ્સન (૧૯૮૩)

જમણા હાથના બેટ્સમેન અને ડાબા હાથના મધ્યમ ગતિના ઝડપી બોલર સુનીલ વાલ્સન ૧૯૮૩માં આયોજિત થયેલા ત્રીજા વિશ્વ કપમાં ભાગ લેનારી ૧૩ સભ્યોની ભારતીય ટીમમાં જોડાયા હતા, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. ત્યાર પછી સુનીલ વાલ્સનને ક્યારે પણ ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા ન હતા. જેને કારણે તે ક્યારે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી ન શક્યા. વર્ષ ૧૯૭૭ થી ૧૯૮૮ સુધી પોતાની પ્રથમ ક્રિકેટ કેરિયરમાં સુનીલ વાલ્સને ૭૫ મેચ રમી, હાલમાં સુનીલ વાલ્સન આઈપીએલ ટીમ ‘દિલ્હી કેપિટલ’ માં મેનેજર છે.

૩. અભય ખુરસીયા (૧૯૯૯)

ડાબા હાથના બેટ્સમેન અને જમણા હાથના ધીમી ધીમી ગતિના બોલર અભય ખુરસીયા ૧૯૯૯માં આયોજિત થયેલા સાતમાં વિશ્વ કપમાં ભાગ લેવા વાળી ૧૫ સભ્યોની ભારતીય ટીમમાં જોડાયા હતા, પરંતુ તેને એકપણ મેચ રમવાની તક ન મળી. વર્ષ ૧૯૯૯થી ૨૦૦૧ સુધીના પોતાની વનડે કારકિર્દીમાં અભય ખુરસીયાએ ૧૨ મેચમાં ૧૪.૫૪ ની શરેરાશ અને ૧ અડધી સદીની મદદથી કુલ ૧૪૯ રન બનાવ્યા અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૫૭ રન હતો. તે ઉપરાંત પોતાની વનડે કારકિર્દીમાં ૩ કેચ પણ પકડ્યા હતા.

૪. સંજય બાંગડ (૨૦૦૩)

જમણા હાથના બેટ્સમેન અને ડાબા હાથના મધ્યમ ગતિના બોલર સંજય બાંગડ ૨૦૦૩માં આયોજિત આઠમાં વિશ્વ કપમાં ભાગ લેનારી ૧૫ સભ્યોની ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા હતા, પરંતુ તેણે એક પણ મેચ રમવાની તક મળી નહિ.

ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન બેટિંગ કોચ સંજય બાંગડ ૨૦૦૨થી ૨૦૦૪ સુધીના પોતાની વનડે કારકિર્દીમાં કુલ ૧૫ મેચ રમ્યા. આ ૧૫ મેચોમાં તેમણે ૧૩.૮૪ની સરેરાશ સાથે ૧૮૦ રન બનાવ્યા જેમાં ૧ અડધી સદી પણ રહેલી હતી અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૫૭ નોટઆઉટ હતા. તે ઉપરાંત સંજય બાંગડે પોતાની વનડે કારકિર્દીમાં ૩૯ રન આપીને ૨ વિકેટ લેવાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે કુલ ૭ વિકેટ લીધી અને ૨ કેચ પણ પકડ્યા હતા.

૫. પાર્થિવ પટેલ (૨૦૦૩)

ડાબા હાથના વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ ૨૦૦૩માં આયોજિત આઠમાં વિશ્વ કપમાં ભાગ લેનારી ૧૫ સભ્યોની ભારતીય ટીમમાં જોડાયેલ હતા પરંતુ તેને એકપણ મેચ રમવાની તક મળી ન હતી. વર્ષ ૨૦૦૨થી ૨૦૧૧ સુધીના પોતાની વનડે કારકિર્દીમાં પાર્થિવ પટેલે કુલ ૩૮ મેચ રમી છે. આ ૩૮ મેચોમાં તેમણે ૨૩.૭૪ની સરેરાશ અને ૪ અડધી સદીની મદદથી ૭૩૬ રન બનાવ્યા અને તેનો સર્વોત્તમ સ્કોર ૯૫ રન હતા. તે ઉપરાંત પાર્થિવ પટેલે વિકેટકીપર તરીકે ૩૦ કેચ પકડ્યા અને ૯ ખેલાડીઓને સ્ટમ્પ આઉટ કર્યા.

૬. ઈરફાન પઠાણ (૨૦૦૭)

ડાબા હાથના બેટ્સમેન અને ડાબા હાથના ઝડપી બોલર ઈરફાન પઠાણ ૨૦૦૭માં આયોજિત થયેલા ૯માં વિશ્વ કપમાં ભાગ લેનારી ૧૫ સભ્યોની ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા હતા, પરંતુ તેને એકપણ મેચ રમવાની તક મળી ન હતી.

ખાસ કરીને સ્વીંગ બોલર ઈરફાન પઠાણે ૨૦૦૪થી ૨૦૧૨ સુધીની પોતાની કારકિર્દીમાં કુલ ૧૨૦ મેચ રમ્યા છે. આ ૧૨૦ મેચોમાં તેમણે ૨૩.૩૯ સરેરાશથી ૧૫૪૪ રન બનાવ્યા જેમાં ૫ અડધી સદી પણ રહેલી હતી અને તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૮૩ રન હતો. તે ઉપરાંત ઈરફાન પઠાણે ૨૭ રન આપીને ૫ વિકેટ લેવાની સિદ્ધી બે વખત મેળવી અને ૨૧ કેચ પણ પકડ્યા.

૭. દિનેશ કાર્તિક (૨૦૦૭)

દિનેશ કાર્તિકને વર્તમાન વિશ્વકપ ૨૦૧૯ ટીમમાં પણ સમાવેશ કરવામાં આવ્યા છે. કાર્તિકને ૨૦૦૭ના વિશ્વકપમાં એકપણ મેચ રમવાની તક મળી ન હતી. આ વિશ્વકપમાં સમાવેશ કરતા પહેલા કાર્તિકે પોતાના એક દિવસીય ક્રિકેટ કારકિર્દીમાં ૯૧ મેચ રમ્યા છે. જેમાં તેણે ૩૧.૦૪ ની સરેરાશથી ૧૭૩૮ રન બનાવ્યા છે. દિનેશ કાર્તિકે ૯ અડધી સદી બનાવી છે પરંતુ નીચેના ક્રમમાં બેટિંગ કરવા માટે આવવાને કારણે તે સદી બનાવવામાં સફળ નથી થઇ શક્યા. જોઈએ છીએ આ વખતે વિશ્વકપમાં કાર્તિકને રમવાની તક મળી શકે છે કે નહિ.

૮. અંબાતી રાયડુ (૨૦૧૫) :-

જમણા હાથના મધ્યમક્રમના બેટ્સમેન અંબાતી રાયડુ ૨૦૧૫માં આયોજિત થયેલા ૧૧માં વિશ્વકપમાં ભાગ લેનારી ૧૫ સભ્યોની ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા હતા પરંતુ તેણે એક પણ મેચમાં રમવાની તક મળી ન હતી. અંબાતી રાયડુ ૨૦૧૯ વિશ્વકપ ટીમમાં પસંદ થવાની તક જોરદાર હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેની જગ્યાએ વિજય શંકરને પસંદ કરવામાં આવ્યા.

વર્ષ ૨૦૧૩થી ૨૦૧૯ સુધી પોતાની વનડે કારકિર્દીમાં અંબાતી રાયડુએ કુલ ૫૫ મેચ રમી છે. આ ૫૫ મેચોમાં તેણે ૪૭.૦૬ની સારી એવી સરેરાશ સાથે ૧૬૯૪ રન બનાવ્યા છે. જેમાં ૩ સદી અને ૧૦ અડધી સદી પણ રહેલી છે અને તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૧૨૪ નોટઆઉટ છે. તે ઉપરાંત અંબાતી રાયડુએ પોતાની વનડે કારકિર્દીમાં ૩ વિકેટ અને ૧૪ કેચ પણ પકડ્યા છે.

૯. અક્ષર પટેલ (૨૦૧૫)

ડાબા હાથના બેટ્સમેન અને ડાબા હાથના સ્પીન બોલર અક્ષર પટેલ ૨૦૧૫માં આયોજિત ૧૧માં વિશ્વકપમાં ભાગ લેનારી ૧૫ સભ્યોની ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. પરંતુ તેને એકપણ મેચમાં રમવાની તક મળી ન હતી.

મુખ્યત્વે સ્પીન બોલર અક્ષર પટેલે ૨૦૧૪થી ૨૦૧૭ સુધીની પોતાની કારકિર્દીમાં કુલ ૩૮ મેચ રમી છે. આ ૩૮ મેચોમાં તેમણે ૩૪ રન આપીને ૩ વિકેટના સર્વોત્તમ પ્રદર્શન સાથે કુલ ૪૫ વિકેટ પ્રાપ્ત કરી છે. તે ઉપરાંત અક્ષર પટેલે ૧૨.૯૨ની સરેરાશથી ૧૮૧ રન બનાવ્યા છે અને તેમનો સર્વોત્તમ સ્કોર ૩૮ છે. અક્ષર પટેલે પોતાની વનડે કારકિર્દીમાં ૧૫ કેચ પણ પકડ્યા છે.

૧૦. સ્ટુઅર્ટ બિન્ની (૨૦૧૫)

જમણા હાથના બેટ્સમેન અને જમણા હાથના મધ્યમ ગતિના ઝડપી બોલર સ્ટુઅર્ટ બિન્ની ૨૦૧૫માં આયોજિત ૧૧માં વિશ્વકપમાં ભાગ લેનારી ૧૫ સભ્યોની ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા હતા, પરંતુ તેને એક પણ મેચમાં રમવાની તક મળી ન હતી.

મુખ્યત્વે ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ ૨૦૧૪થી ૨૦૧૫ સુધીની પોતાની વનડે કારકિર્દીમાં સ્ટુઅર્ટ બિન્નીએ કુલ ૧૪ મેચ રમી છે. આ ૧૪ મેચોમાં તેમણે ૨૮.૭૫ની સરેરાશથી ૨૩૦ રન બનાવ્યા છે. જેમાં ૧ અડધી સદી પણ રહેલી હતી અને તેમનો સર્વાધિક સ્કોર ૭૭ રન હતો. તે ઉપરાંત સ્ટુઅર્ટ બિન્નીએ ૪ રન આપીને ૬ વિકેટના સર્વોત્તમ પ્રદર્શન સાથે કુલ ૨૦ વિકેટ પણ પ્રાપ્ત કરી છે. તેમણે પોતાની વનડે કારકિર્દીમાં પાળીમાં ૫ વિકેટ લેવાની સિદ્ધી એક વખત પ્રાપ્ત કરી અને ૩ કેચ પણ પકડ્યા.

ઉપર આપવામાં આવેલા ખેલાડીઓની યાદી એ જણાવે છે કે ભારતની ઈલેવનમાં સમાવેશ થવો પણ પોતાની રીતે સ્વાભિમાન પરંતુ સંયોગની વાત છે. ક્યા ખેલાડી કઈ ટીમ વિરુદ્ધ રમશે એ ટીમની જરૂરિયાત, પીચ ઉપર આધાર, સામેની ટીમ અને ટીમ મેનેજમેન્ટ ઉપર આધારિત છે. આશા રાખીએ કે ભારતની ક્રિકેટ ટીમ વિશ્વકપ ૨૦૧૯માં સારું પ્રદર્શન કરી વિશ્વકપ જીતીને આવે.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.