ગાંધીનગરમાં સચિવાલયના દરવાજા પાસે ઉભેલી કારમાં જે દ્રશ્ય જોયા એનાથી મહિલા IAS શરમમાં મુકાયા

0

ગાંધીનગર ગુજરાતનું મહત્વનું શહેર છે. તમામ સરકારી પ્રવુતિઓનું કેન્દ્ર આ શહેર છે. પણ હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જે તમને ચકિત કરી દેશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ત્યાં સચિવાલયની બહાર પ્રેમી યુગલો મર્યાદા તોડીને અંગતપળો માણતા હોવાનું સામે આવ્યું છે.

આ કૃત્ય એક મહિલા IAS ના ધ્યાનમાં આવતા એમણે તાત્કાલિક પોલીસને એની જાણ કરી હતી. ત્યારબાદથી ગાંધીનગર પોલીસે સચિવાલયના દરવાજાની આસપાસ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. આમ તો સચિવાલય કડક સુરક્ષા ધરાવે છે. કારણ કે આ જ સચિવાલયમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીથી લઈને તમામ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઓફિસો આવેલી છે, અને તેઓ પણ આ જ દરવાજેથી અવર-જવર કરે છે. પણ આ ઘટનાએ દરેકને ચોંકાવી દીધા છે.

મળેલી જાણકારી અનુસાર ડયુટી ટાઈમ પૂરો થયા પછી સચિવાલયના અધિકારીઓ સાંજના સમયે ઘરે જાય પછી સચિવાલયની બહારના દરવાજા પાસે અનેક યુગલો ભેગા થવા લાગે છે. અને આ યુગલ તમામ મર્યાદાઓ ઓળંગીને અંગતપળો માણતા જોવા મળે છે. એવામાં ગત અઠવાડિયે એક સિનિયર મહિલા IAS અધિકારી સચિવાલયના ગેટ નંબર 2 પરથી બહાર જઇ રહ્યા હતા, ત્યારે એક કારમાં એક યુગલ કઢંગી હાલતમાં જોવા મળ્યું હતું.

અને એ કારમાં કપલ દ્વારા કોઇ અનૈતિક કામ થતું હોય તેમ લાગતા એ મહિલા IAS અધિકારીએ તાત્કાલિક ગાંધીનગરના સિનિયર પોલીસ અધિકારીને જાણ કરી હતી. ત્યારબાદ સેક્ટર-7 પોલીસ સ્ટેશનની ટીમે રોજ સચિવાલયના ગેટ નંબર 2 અને 3 ની બહાર સાંજે પેટ્રોલિંગ શરૂ કરાવી દીધું હતું. આ બાબતની જાણ એ રીતે થઇ હતી કે, ગયા અઠવાડિયે એક સિનિયર મહિલા આઇએએસ અધિકારી સાંજના સમયે સચિવાલયના ગેટ નંબર 2 થી ઘરે જવા નીકળી રહ્યા હતા. ત્યારે ત્યાં નજીકમાં એક કાર પાર્ક હતી.

એટલે એમની કાર ત્યાં ધીમી પડી અને એમનું ધ્યાન એની પર પડ્યું તો એમણે જોયું કે, એ કારમાં પડદા લાગેલા હતા અને તેની અંદર યુગલ અંગતપળો માણી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું. આ દ્રશ્ય જોઇને એ મહિલા અધિકારી એકદમથી ચોંકી ઉઠ્યા અને શરમમાં મુકાયા હતા. એમણે તરત જ આ વાતની જાણ ગાંધીનગર પોલીસના સિનિયર અધિકારીને કરી હતી. આ અંગે ગાંધીનગર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા અઠવાડિયાથી ત્યાં પોલીસ પેટ્રોલિંગ શરૂ કર્યું છે, અને ત્યાં કોઇ વ્યક્તિઓને કામ સિવાય ઉભા રહેવા દેવાતા નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.