ફેસ્ટિવલ સીઝનમાં છુમંતર થયા મંદીના દાવા, 6 દિવસમાં જ ઓનલાઇન પ્લેટફોર્મ પર થયો આટલા હજાર કરોડનો ધંધો

0

તહેવારોની સીઝનમાં આ નવરાત્રીમાં લોકોએ ઈ-કોમર્સ ઉપર જોરદાર ખરીદી કરી છે. માત્ર છ દિવસોમાં જ આ ઓનલાઈન પ્લેટફોર્મની કંપનીઓએ ત્રણ અબજ ડોલરનો વેપાર કર્યો છે.

અર્થવ્યવસ્થામાં મંદીના દેકારા વચ્ચે તે વાતોને ખોટી પાડે તેવા આંકડા સામે આવ્યા છે. નવરાત્રી સાથે તહેવારની સીઝન શરુ થાય છે, જેમાં દરેક તરફ વસ્તુઓનું જોરદાર વેચાણ જોવા મળે છે. એમેઝોન અને ફ્લીપકાર્ટ જેવી કંપનીઓની આગેવાનીના શરુઆતના છ દિવસ (૨૯ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોમ્બર) માં ઈ-કોમર્સ કંપનીઓએ રેકોર્ડ ત્રણ અબજ ડોલર (લગભગ ૨૧ હજાર કરોડ રૂપિયા) નો વેપાર કર્યો છે.

વોલમાર્ટની ભાગીદારીવાળી ફ્લીપકાર્ટ અને એમેઝોનની તેમાં ૯૦ ટકા ભાગીદારી રહી. બેંગ્લોરની રીસર્ચ ફર્મ રેડસિયર કંસલ્ટન્સીએ આ માહિતી આપી છે. તે પહેલા ૪ ઓક્ટોમ્બરના રોજ પ્રી-બુકિંગ ખુલતા જ સેમસંગના ૧.૬૫ લાખ રૂપિયાની કિંમતવાળા ગેલેક્સી ફોલ્ડ મોડલના ૧૬૦૦ ફોન માત્ર ૩૦ મિનીટમાં વેચાઈ ગયા હતા.

રીસર્ચ ફર્મના જણાવ્યા મુજબ તહેવારોની સીઝન જેવી શરુ થઇ છે, તે જોતા ઓક્ટોમ્બરમાં કુલ ઓનલાઈન વેચાણના આંકડા છ અબજ ડોલર (લગભગ ૪૨,૦૦૦ કરોડ રૂપિયા) સુધી પહોંચી શકે છે. રેડસિયરના સંસ્થાપક અને સીઈઓ અનીલ કુમારના જણાવ્યા મુજબ વેચાણના આ આંકડા દર્શાવે છે કે, ઓનલાઈન શોપિંગને લઈને ગ્રાહકોનું વલણ સકારાત્મક જળવાયેલું છે. વર્ષ આખાની સરખામણીમાં આ તહેવારની સીઝનમાં ૩૦ ટકાની તેજી જોવા મળી. તેમાં ટીયર-૨ અને ટીયર-૩ શહેરોની સારી એવી ભાગીદારી જોવા મળી.

વેચાણની બાબતમાં મોબાઈલ સેગમેંટ સૌથી ઉપર રહ્યું. વેચાયેલી વસ્તુઓની કુલ કિંમત(જીએમવી) માં ૫૫ ટકા ભાગ મોબાઈલનો રહ્યો. મોટાભાગના ગ્રાહકોએ મોબાઈલ ફોન ખરીદવાની પોતાની યોજનાઓ તહેવારોની સીઝન માટે ટાળી દીધી હતી. આના પરથી એવું જણાય છે કે, લોકો તહેવારની સીઝનમાં વેલ્યુ શોપિંગ કરવા ઉપર દબાણ કરી રહ્યા છે.

તહેવારોની સીઝનની શરુઆતના સેલમાં ઈ-કોમર્સ ક્ષેત્રની મોટી કંપની ફ્લીપકાર્ટનો દબદબો રહ્યો. કુલ વેપારમાંથી ૬૦ થી ૬૨ ટકા ફ્લીપકાર્ટના ફાળે ગયું. તેના સહયોગી એકમો મિત્ર અને જબોંગને પણ જોડવામાં આવે તો તેની ભાગીદારી ૬૩ ટકા રહી. ફ્લોપકાર્ટે આ સફળતા મોબાઈલ વેચાણના બળ ઉપર પોતાના નામે કરી. ગ્રાહકોએ સારા વેચાણ જોઇને વસ્તુ ખરીદવાનો વિકલ્પ પણ અજમાવ્યો. એમેઝોનના વેપારમાં કિંમતના આધાર ઉપર ગયા વર્ષની સરખામણીમાં ૨૨ ટકાની વુદ્ધી જોવા મળી.

ફ્લીપકાર્ટે જણાવ્યું કે, આ તહેવારોના સેલમાં ગયા વર્ષની સરખામણીમાં નવા ગ્રાહકોની સંખ્યામાં લગભગ ૫૦ તકનો વધારો થયો. છ દિવસ ચાલેલ સેલમાં વેબસાઈટ ઉપર ૭૦ અબજ વ્યુ મળ્યા. ટીયર-૨ અને બીજા નાના શહેરોમાંથી ખરીદવાવાળાની સંખ્યામાં ૫૦ ટકાની વુદ્ધી થઇ. અને ટીયર-૩ શહેરોમાંથી વેચાણ બમણું થઇ ગયું. ફ્લીપકાર્ટના લગભગ ૫૦ ટકા ટોપ સેલર્સનું વેચાણ ચાર ગણા સુધી વધી ગયું. આ સેલમાં ૪૦ ટકાથી વધુ વેચાણ ટીયર-૨ શહેરો અને બીજા ગામોમાંથી રહ્યું.

આ અહેવાલ ઉપરથી એમેઝોનનો દાવો છે કે, તેના પ્લેટફોર્મ ઉપર પાંચ દિવસના સેલમાં જેટલા ગ્રાહકો આવ્યા, તે ભારતની સંપૂર્ણ માર્કેટપ્લેસના ૫૧ ટકા જેટલો રહ્યો. કિંમતની ગણતરીમાં કંપનીની ભાગીદારી ૪૫ ટકા રહી.

તેમણે જણાવ્યું કે ગ્રેટ ઇન્ડિયન ફ્રેસ્ટીવલ સેલ દરમિયાન તેને દેશના લગભગ ૯૯.૪ ટકા પીનકોડ ઉપરથી ઓર્ડર મળ્યા. તે દરમિયાન ૫૦૦થી વધુ શહેરોમાં ૬૫,૦૦૦થી વધુ સેલર્સે આ પ્લેટફોર્મ ઉપર પોતાની વસ્તુ વેચી. લગભગ ૧૫,૦૦૦ સેલર્સ એવા હતા જેનું વેચાણ બમણું થઇ ગયું. તે સેલ દરમિયાન ૨૧,૦૦૦ સેલર્સે લાખો અને કોરોડોમાં વેચાણ કર્યું.

તહેવારોની સીઝનની શરુઆતમાં ફ્લીપકાર્ટ અને એમેઝોન બંનેના પ્લેટફોર્મ ઉપર મોટી સંખ્યામાં નવા ગ્રાહકો જોડાયા. તેમાં ટીયર-૨ અને ટીયર-૩ શહેરોની મહત્વની ભાગીદારી રહી. કંઝયુમર ઈલેક્ટ્રોનિકસ, સ્માર્ટફોન, ફેશન અને મોટી ઘર વપરાશની વસ્તુઓની નાના શહેરો અને ગામડામાં સૌથી વધુ માંગ જોવા મળી.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.