VPF વિષે જાણસો તો પીપીએફને ભૂલી જશો, સારા વ્યાજ દર સાથે મળશે આ સુવિધાઓ

0

જો તમે પણ પૈસાને લઈને ચિંતિત રહો છો, અને રોકાણના કોઈ વિકલ્પ શોધી રહ્યા છો. તો આજે અમે તમને એક એવો વિકલ્પ વિષે જણાવીશું, જેના દ્વારા તમે તમારા મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાનો મોટો ભાગ પીએફ ખાતામાં નાખી શકો છો, અને સારું રીટર્ન પ્રાપ્ત કરી શકો છો. આવો જાણીએ કે તેની રીત શું છે?

અમે વાત કરી રહ્યા છીએ વોલંટરી પ્રોવીડેંટ ફંડ (VPF) ની. વીપીએફમાં પણ ઈપીએફઓ જેટલું જ ગેરંટી વાળું રીટર્ન મળે છે. વિપીએફ સંપૂર્ણ રીતે કર મુક્ત હોય છે. અને જો વ્યાજની વાત કરીએ તો વીપીએફમાં પણ ગ્રાહકોને ઇપીએફઓ જેટલું જ, એટલે ૮.૬૫ ટકા વ્યાજ મળે છે. સંગઠિત અને અસંગઠિત ક્ષેત્ર માટે આ રોકાણનો સારો વિકલ્પ છે.

ઘણા બધા લોકોએ વીપીએફને બદલે પીપીએફનું ખાતું ખોલાવ્યું છે. વીપીએફમાં ત્રિમાસિક આધાર ઉપર વ્યાજ દર નક્કી થાય છે. આમ તો ધન ઉપાડવાની શરતો ઇપીએફથી વધુ મુશ્કેલ છે. પરંતુ વીપીએફ ઉપર રીટર્ન પીપીએફથી સારું મળે છે.

તે ઉપરાંત તમે પીએફની રકમની જેમ જ વીપીએફની જાણકારી પણ ઇપીએફઓની વેબસાઈટ ઉપર જોઈ શકો છો. એટલું જ નહિ, પૈસાના ઉપાડ માટે તમે ઓનલાઈન ક્લેમ પણ કરી શકો છો.

ખાસ વાત એ છે કે, વીપીએફમાં રોકાણ માટે તમારે પોસ્ટ ઓફીસ કે બેંક જવાની જરૂર નથી. તમારે માત્ર તમારી નજીકની કંપનીને જાણકારી આપવાની રહે છે. તેના માટે તમારે એક ફોર્મ ભરીને મેલ કરવાનું રહેશે અને નક્કી રકમ તમારા ખાતામાંથી કપાઈને ખાતામાં જતી રહેશે.

વીવીએફ માંથી ઉપાડ માટે તમારે પાંચ વર્ષની નોકરી કરવી જરૂરી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં વીપીએફ ઉપર ૮.૬૫ ટકા રીટર્ન મળ્યું હતું. અને પીપીએફમાં ગ્રાહકોને ૮ થી ૮.૧ ટકા રીટર્ન મળ્યું હતું. વર્ષ ૨૦૧૭-૧૮ની વાત કરીએ તો ત્યારે વીપીએફ ગ્રાહકોને ૮.૫૫ ટકા રીટર્ન મળ્યું હતું. પરંતુ પીપીએફના ગ્રાહકોને ૭.૬ થી ૭.૯ ટકા રીટર્ન મળ્યું હતું.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.