મજાના જોક્સ : મિત્ર : ભાઈ, મારા અને મારી પ્રેમિકાના લગ્ન થઇ રહ્યા છે….

દુનિયા આખીમાં કોમેડી શો એટલા સફળ કેમ થાય છે? તેની પાછળનું સૌથી મોટું કારણ છે કે લોકોને હસવાનું ગમે છે. પરંતુ તેમને હસાવવું અઘરું ઘણું અઘરું છે. અમે તમારા માટે લાવ્યા છીએ એવા મજાના જોક્સ જે વાંચીને તમને આવી જશે હસવું.

  1. દેશના યુવાનો માટે એક સંદેશ,

જો તમે દેશને બદલવા માગો છો તો, અત્યારે બદલી નાખો.

કેમ કે જો લગ્ન થઇ ગયા તો તમે દેશ શું,

ટીવીની ચેનલ પણ નહિ બદલી શકો.

2. એક મહિલા ખરીદી કરવા શોપિંગ મોલમાં ગઈ.

કેશ કાઉન્ટર ઉપર પેમેન્ટ માટે તેને પર્સ ખોલ્યું તો દુકાનદારે મહિલાના પર્સમાં ટીવીનું રીમોન્ટ જોયું.

દુકાનદાર થી રહેવાયું નહિ તેણે તેને પૂછ્યું, તમે ટીવીનું રીમોન્ટ હંમેશા તમારી સાથે લઈને જાવ છો?

મહિલા : નહિ હંમેશા નહિ, પરંતુ આજે મારા પતિએ ખરીદી માટે મારી સાથે આવવાનીના પાડી દીધી હતી.

દુકાનદાર હસતા-હસતા બોલ્યો : હું બધી વસ્તુ પાછી રાખી લઉં છું તમારા પતિએ તમારું ક્રેડીટ કાર્ડ બ્લોક કરી દીધું છે.

શિક્ષા : તમારા પતિના શોખનું સન્માન કરો.

વાત હજુ પણ ચાલુ છે.

મહિલા થોડી હસી પછી પોતાના પર્સ માંથી પોતાના પતિનું ક્રેડીટ કાર્ડ કાઢ્યું અને બધા બીલોનું પેમેન્ટ કરી દીધું. પતિએ પત્નીનું કાર્ડ બ્લોક કરી દીધું હતું પણ પોતાનું કાર્ડ નહિ.

શિક્ષા : એક નારીની શક્તિને આપણે ક્યારેય ઓછી ન સમજવી જોઈએ.

3. છોકરો છોકરીને કહે છે, તારુ શર્ટ ફાટી ગયું છે.

છોકરી : તું નહિ સમજી શકે, આ તો આજકાલ ફેશન છે

છોકરો : સાચુ છે યાર, તમે પોતે ફાડો તો ફેશન અને સાલા અમે ફાડીએ તો સીધા પોલીસ સ્ટેશન.

4. એક વખત એક પૈસાદાર માણસ એક છોકરીના પ્રેમમાં પડી ગયો.

કોઈપણ કિંમતે તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો.

એક દિવસ તેને છોકરીના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો, કે

જો તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવી દો, તો હું તમને તમારી છોકરીના વજન બરોબર સોનું આપું.

એ સાંભળીને છોકરીના પિતા થોડી વાર માટે વિચારમાં પડી ગયા અને વિચારી ને પછી કહ્યું, કે તમે મને સમય આપો.

માણસ : થોડા દિવસો વધુ, શું તમે કાંઈક બિજુ વિચારવા માંગો છો?

પિતા : નહિ હું તો કાંઈ બીજું નથી વિચારવા માંગતો?

બસ મારી દીકરી નું વજન થોડું વધી જાય.

5. તમે ક્યારેય વિચાર્યું છે?

હોસ્પિટલમાં ઓપરેશન પહેલા દર્દીને બેભાન કેમ કરવામાં આવે છે?

જો બેભાન ન કરવામાં આવે અને દર્દી ઓપરેશન કરવાનું શીખી ગયો તો ડોકટરોનો કોણ ભાવ પૂછશે?

બોલો તો થઇ જશે ને તેમનો ધંધો બંધ.

6. એક વખત પઠાણ વહાણમાં એક સીટ ઉપર બેસી ગયો, અને ત્યાંથી ઊઠવાનું નામ જ લેતો ન હતો.

લોકોએ ઘણી વિનંતી કરી પરંતુ તે ન માન્યો અને કહ્યું, પઠાણનું વેણ એક છે, અમે અમારો નિર્ણય નહિ બદલીએ.

ત્યારે એક માણસ આવ્યો અને પઠાણના કાનમાં કાંઈક બોલ્યો, તો પઠાણ એકદમથી ઉઠીને આગળની સીટ ઉપર બેસી ગયો.

બધા લોકો નવાઈ પામી ગયા અને તે માણસને પૂછ્યું, કે તેણે એવું શું કહ્યુ જે પઠાણ માની ગયો?

માણસએ કહ્યું કે મેં પઠાણને પૂછ્યું કે તમે ક્યાં જશો?

પઠાણે મને કયું દુબઈ.

તો મેં પઠાણને કહ્યું દુબઈની સીટ આગળ છે, આ તો અમેરિકાની સીટ છે.

7. મિત્ર : ભાઈ મારા અને મારી ગર્લફ્રેન્ડના લગ્ન થઇ રહ્યા છે.

બીજો મિત્ર : અરે વાહ, અભિનંદન, ક્યારે?

મિત્ર : મારા ૨૦ જુનના રોજ અને તેના ૬ જુલાઈના રોજ.

ખબર નહિ કેમ તેણે મને છોડી દીધો, એ તો નાલાયક કોઈના પાંચ રૂપિયા પણ નથી છોડતી.

8. હમણાં સત્તાવાર રીતે જાણવા મળ્યું છે, કે મોદી જેમણે આખા દેશમાં વાઈ ફાઈ લગાવી દીધું છે,

તેમણે એ પણ કહ્યું કે જો મને ફરી વખત ૨૦૧૯ માં જીતાડી દેશો તો પાસવર્ડ હું જણાવી દઈશ.

9. સોનું : તું તો ડોક્ટર પાસે જવાનો હતો, શું થયું?

મોનું : યાર કાલે જઈશ, આજે થોડી તબિયત ખરાબ છે.

10. મિત્ર આવ્યો હતો કબર ઉપર દીવો પ્રગટાવવા માટે…

ધ્યાન આપો, મિત્ર આવ્યો હતો કબર ઉપર દીવો પ્રગટાવવા માટે….

ત્યાં મુકેલું ફૂલ પણ ચોરીને લઇ લીધું નાલાયકે વેલેન્ટાઇન મનાવવા માટે.

11. વીસમી સદીની છોકરીઓ.

જો તું મળી જા તો જમાનાને છોડી દઈશું અમે…

એકવીસમી સદીની છોકરીઓ.

જો તું મળી જઈશ તો જુના છોડી દઈશું અમે….

પપ્પુએ માં ને પૂછ્યું : તારા માટે મારી શું કિંમત છે?

માં બોલી : દીકરા તું લાખોમાં નહિ કરોડોમાં છે.

પપ્પુ એ કહ્યું : કરોડો માંથી ૨૦૦ રૂપિયા આપી દે નેટ નખાવવું છે.

લાફા ઉપર લાફા વાળી….