તાજમહેલ પર ગાયત્રી મંત્રના મંત્રોચ્ચારની ગુંજ, પોલીસ ફોર્સમાં હડકંપ, જાણો શું થયું હતું?

0

પતંજલિ યોગપીઠ હરિદ્વારથી આવેલા બાળકોએ પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દીધો. તાજમહેલના પશ્ચિમી ગેઇટથી ૫૦ મીટર આગળ બાળકોએ મોટા અવાજમાં ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ શરુ કરી દીધું. પછી પર્યટન પોલીસે બાળકોને શાંત કરાવ્યા. પોલીસના જણાવ્યા મુજબ બાળકોને આ બાબતે કાંઈ ખબર ન હતી, તેમને જેવી ખબર પડી કે આ બધું કરવાની મનાઈ છે, તો તેઓ ચુપ થઇ ગયા.

સોમવારે બપોરે બાળકોની એક ટુકડી તાજમહેલ આવી. પોલીસના જણાવ્યા મુજબ તેઓ યોગપીઠમાં રહીને અભ્યાસ કરતા હતા. તાજમહેલ જોયા પછી તે પશ્ચિમી ગેઇટની ટીકીટ બારીની બાજુમાં લાઈનમાં બેસી ગયા. ત્યાં તેમણે જોર જોરથી ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ શરુ કરી દીધું. સ્થળ ઉપર હાજર રહેલા પ્રવાસ પર્યટન પોલીસે તેમને અટકાવ્યા. પોલીસે બાળકોને જણાવ્યું કે, આ પ્રકારના તમામ કાર્ય તાજમહેલ પરિસરમાં પ્રતિબંધિત છે. પોલીસના જણાવ્યા મુજબ તેની જાણકારી બાળકોને ન હતી.

દુનિયાની સાત અજાયબીઓમાં તાજમહેલની ટીકીટ સૌથી સસ્તી :

દુનિયાની સાત અજાયબીઓની નવી યાદી જોઈએ તો તેમાં જોડાયેલા તાજમહેલની ટીકીટ સૌથી સસ્તી છે, અને ગ્રેટ વોલ ઓફ ચાઈનાની ટીકીટ સૌથી મોંઘી છે. તે ઉપરાંત બીજા સ્મારકોની ટીકીટ પણ તાજમહેલથી મોંઘી છે. વિશ્વની બીજી છ અજાયબીઓની ટીકીટ મોંઘી છે, તો ત્યાં સુવિધા પણ એટલી વધુ છે. પરંતુ તાજમહેલની ટીકીટ બીજા સ્મારકોની અપેક્ષાએ સસ્તી જરૂર છે, પરંતુ પ્રવાસીઓને સુવિધાઓના નામ ઉપર આપવા માટે કાંઈ જ નથી.

ગયા વર્ષે પુરાતત્વ વિભાગે તાજમહેલની ટીકીટની કિંમતમાં વધારો કર્યો હતો. ત્યારે તાજમહેલમાં એન્ટ્રી કરવા ઉપર વિદેશીઓ માટે ૧૧૦૦ અને તેના મુખ્ય ઘુમ્મટ ઉપર જવા માટે ટીકીટના દર ૧૩૦૦ રૂપિયા કરી દીધા હતા. આવી રીતે ભારતીય પર્યટકોના પ્રવેશ કરવા ઉપર ૫૦ રૂપિયા અને મુખ્ય ઘુમ્મટ ઉપર જવાના ૨૫૦ રૂપિયા કરવામાં આવ્યા હતા.

હવે પ્રવાસીઓ તરીકે ટેક્સ વસુલવા વાળા એડીએ એ વિદેશીઓના ટેક્સમાં ૧૦૦ રૂપિયા અને ભારતીય પ્રવાસીઓના ટેક્સમાં ૩૦ રૂપિયાનો વધારો કરી દીધો છે. એટલે પ્રવેશ કરવા ઉપર વિદેશીઓને ૧૨૦૦ રૂપિયા આપવાના રહેશે. આ પ્રવેશ દર દુનિયાની સાત અજાયબીઓમાં સૌથી ઓછા છે. આમ તો તાજમહાલ ઉપર પર્યટકોની સુવિધાનાં નામ ઉપર કાંઈ જ નથી આપવામાં આવતું. વિદેશી પ્રવાસીઓને જરૂર સુવિધા આપવામાં આવે છે.

આમ તો પહેલા તેમને પાણીની બોટલ પણ મળતી હતી, પરંતુ હવે પ્રતિબંધ લાગવાથી તે પણ બંધ કરી દેવામાં આવી છે. પ્રવાસીઓનો ટેક્સ ભલે એડીએ લેતા હોય, પરંતુ તાજમહેલ જવા વાળા રસ્તાની હાલત ઘણી ખરાબ છે. એટલું જ નહિ ક્યાંય પણ સાઈન બોર્ડ પણ નથી લગાવ્યા. રસ્તામાં પ્રવાસીઓ માટે પુછપરછ વિભાગ પણ નથી.

બીજી છ અજાયબીની આટલી છે ટીકીટ :

ગ્રેટ વોલ ઓફ ચાઈના (ચીન) :

ચીનની દીવાલ ગ્રેટ વોલ ઓફ ચાઈના સાત અજાયબીઓમાંથી એક છે. તેની ટીકીટ ૮૦૦૦ રૂપિયા છે. ત્યાં સુધી જવા માટે પરિવહન વ્યવસ્થા પણ તે ટીકીટમાં રહેલી છે.

પેટ્રા (જોર્ડન) :

આ અજાયબી જોવા માટે ૪૬૭૨ રૂપિયા ખર્ચ કરીને દિવસ આખો ફરી શકાય છે. જેમાં સ્થાનિક પરિવહન પણ રહેલા છે.

ક્રિસ્ટ ધ રિડીમેર (બ્રાઝીલ) :

બ્રાઝીલમાં ક્રિસ્ટ ધ રિડીમેર પણ સાત અજાયબીઓની યાદીમાં રહેલું છે. અને તેની ટીકીટ ૨૯૪૭ રૂપિયાની છે. તે ત્યાં જુદી જુદી કેટેગરીની ટીકીટમાં પહાડો સુધી ઉપર જવા માટે ટ્રેનની શ્રેણી મુજબ ભાડું રહેલું છે.

માચુ પીચ (પેરુ) :

અહિયાં ટીકીટ ૨૮૧૬ રૂપિયા છે. અહિયાં થતા કાર્યક્રમોમાં જોડાવા માટે પ્રવાસીઓ પાસેથી કોઈ અલગ ચાર્જ લેવામાં આવતો નથી.

ચિચેન ઈત્ઝા (મેક્સિકો) :

અહિયાંની ટીકીટ પણ તાજમહાલથી વધુ છે. તેની ટીકીટની કિંમત ૧૪૭૨ રૂપિયા છે. અહિની સ્વચ્છતા અને અહીયાના રોડ ઘણા સુંદર છે.

દ રોમન લોકોસયમ (રોમ) ::

તેની ટીકીટ ૧૨૭૫ રૂપિયા છે. અહિયાં યોજવામાં આવતા કાર્યક્રમોની ટીકીટ પણ તેમાં જોડાયેલી હોય છે. અલગથી કાંઈ નથી લેવામાં આવતું.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.